Vadodara : સાવલી તાલુકાના કોંગ્રેસ નેતાનો પુત્ર રહસ્યમય રીતે ગુમ, શોધખોળ શરૂ
સાવલી તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના અગ્રણી વિજયસિંહ વાઘેલાનો 22 વર્ષીય પુત્ર બે દિવસથી લાપતા ચર્ચાનો વિષય બન્યો છે..મહત્વનું છે કે બે દિવસ પહેલા મંજુરસર જીઆઈડીસીમાં જેસીબી લઈને પોતાની સાઈટ પર માટી કામ કરાવવા ગયા બાદ વિજયસિંહ વાઘેલાનો પુત્ર અચાનક ગુમો થયો છે
વડોદરા(Vadodara)જિલ્લાના સાવલી તાલુકામાં કોંગ્રેસ નેતાનો(Congress leader)પુત્ર રહસ્યમય રીતે ગુમ(Son Missing)થતાં ખળભળાટ મચી ગયો છે. સાવલી તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના અગ્રણી વિજયસિંહ વાઘેલાનો 22 વર્ષીય પુત્ર બે દિવસથી લાપતા ચર્ચાનો વિષય બન્યો છે..મહત્વનું છે કે બે દિવસ પહેલા મંજુરસર જીઆઈડીસીમાં જેસીબી લઈને પોતાની સાઈટ પર માટી કામ કરાવવા ગયા બાદ વિજયસિંહ વાઘેલાનો પુત્ર અચાનક ગુમો થયો છે.ભાદરવા પોલીસે પ્રેમપ્રકરણ, અપહરણ અને અંગત અદાવત કે ધંધાકીય હરિફાઈ સહિત તમામ થિયરીને ધ્યાનમાં યુવકની શોધખોળ શરૂ કરી છે.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ હેમખેમ પરત વડોદરા પહોંચ્યા
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ હેમખેમ પરત પોતાના વતન પહોંચ્યાં છે. રોમાનીયાથી આવેલા 18 વિદ્યાર્થીઓને મુંબઇ એરપોર્ટથી GSRTCની વોલ્વો બસમાં વડોદરા લાવવામાં આવ્યાં છે.ત્યારે વડોદરા સર્કિટ હાઉસ ખાતે તમામ વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યાં. સાંસદ રંજનબેન ભટ્ટ, રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલ, મેયર કેયુર રોકડીયા અને જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી.તો બીજી તરફ હજી કેટલાક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે..જેમના વાલીઓમાં ચિંતા છે..અને પોતાના બાળકને વતન પરત લાવવા માટે સરકારને અપીલ કરી રહ્યાં છે.તો મેયર, સાંસદ અને મંત્રીએ હજી ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાની ખાતરી આપી.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નહિવત 162 કેસ નોંધાયા, બે લોકોએ જીવ ગુમાવ્યો
આ પણ વાંચો : Ahmedabad: મંહતે લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ, પોલીસે મહંતની ધરપકડ કરી