Surat : DGVCL દ્વારા સિવિલ હોસ્પિટલને 75 લાખ રૂપિયાનું સર્જીકલ માઈક્રો સર્જરી મશીન પ્રદાન કરવામાં આવ્યું
સુરત સિવિલ હોસ્પિટલને 75 લાખ રૂપિયાનું સર્જીકલ માઈક્રો સર્જરી મશીન પ્રદાન કરવામાં આવ્યું. આ મશીન આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયું છે. લોકોની સુખાકારીને ધ્યાને રાખી આ પગલું લેવામાં આવ્યું છે.
સરકાર દ્વારા લોકો માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. ડીજીવીસીએલ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલને 75 લાખ રૂપિયાનું સર્જીકલ માઈક્રો સર્જરી મશીન પ્રદાન કરવામાં આવ્યું છે. હવે દર્દીઓએ માઈક્રો સર્જરી માટે ખાનગી કે અમદાવાદ જવું નહી પડે. મહત્વનુ છે કે આ નવી પહેલને લઈ સુરતના લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.
મશીન સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યું છે
સુરત સિવિલ હોસ્પિટલમાં માઈક્રો સર્જરી માટે આવતા દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. સુરત સિવિલના ઇતિહાસમાં પહેલીવાર માઈક્રો સર્જરી માટેનું મશીન ડોનેટ કરાયું છે. ડીજીવીસીએલ દ્વારા 75 લાખની કિંમતનો સર્જીકલ માઇક્રો સર્જરી મશીન ડોનેટ કરવામાં આવ્યું છે. આ મશીન આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયું છે. લોકોની સુખાકારીને ધ્યાને રાખી આ પગલું લેવામાં આવ્યું છે.
30 લાખમાં થતી સર્જરી હવે સિવિલમાં રાહત દરે થશે
સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે આ મશીનના કારણે માઇક્રો સર્જરી માટે આવતા દર્દીઓને સૌથી મોટી રાહત થઈ છે હોસ્પિટલ ખાતે પહોંચી ગયું છે જેને ઇન્સ્ટોલ કરતા થોડો સમય લાગશે ટૂંક સમયમાં જ આ મશીન કાર્યરત કરી દેવામાં આવશે. આ મશીનના કારણે દર્દીઓને હવે ખાનગી કે અમદાવાદ જવું નહીં પડે. આ સાથે જ જે સર્જરી 20થી 30 લાખમાં થતી હતી તે હવે સિવિલમાં રાહત દરે થશે.
આગામી સમયમાં આણંદ ખાતે આધુનિક સુવિધાથી સજ્જ સિવિલ હોસ્પિટલ નિર્માણ પામવા જઇ રહી છે. આણંદ ખાતે બનનાર સિવિલ હોસ્પિટલ ખાતે સારામાં સારી આધુનિક ટેકનોલોજીથી સજજ સુવિધા સભર હોસ્પિટલ બનાવ્વમાં આવશે. આ માટે જે કંઈ ખર્ચ થાય તે રાજ્ય સરકાર આપશે. હાલમાં આ હોસ્પિટલ બનાવવા પાછળ રૂપિયા 180 કરોડ જેટલી રકમની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર છે આ હોસ્પિટલ ખાતે ઇલેક્ટ્રીકસીટીની બચત થાય તે માટે સોલાર રૂફટોપ લગાવવામાં આવશે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો