AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાની અનોખી પહેલ, ધોમધખતા તાપમાં ડ્રેનેજ લાઈનની કામગીરી કરતા શ્રમિકોનું કર્યું સન્માન

Surat: સુરતના કામરેજ ચાર રસ્તા પાસે ચોમાસા દરમિયાન પાણી ન ભરાય તે હેતુથી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ ચાલી રહ્યુ છે. હાલ અંગ દઝાડતી ગરમી દરમિયાન શ્રમિકો ધોમધખતા તાપમાં પણ કામગીરી કરી હ્યા છે. ત્યારે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ તેમની વિઝીટ લીધી હતી અને શ્રમિકોનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.

Surat: રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાની અનોખી પહેલ, ધોમધખતા તાપમાં ડ્રેનેજ લાઈનની કામગીરી કરતા શ્રમિકોનું કર્યું સન્માન
Baldev Suthar
| Edited By: | Updated on: May 18, 2023 | 7:30 PM
Share

સુરતમાં કામરેજ વિસ્તારમાં દર ચોમાસાએ પાણી ભરાવાની વિકટ સમસ્યા છે. ત્યારે ચોમાસા દરમિયાન અહીં સર્વિસ રોડ તેમજ આસપાસની 20 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી રહે છે. આ પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે હાલ ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. એકતરફ આકાશમાંથી સૂરજ અંગારા વરસાવી રહ્યો છે અને અંગ દઝાડતી ગરમી પડી રહી છે. તેવી સ્થિતિમાં શ્રમિકો દ્વારા ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી થઈ રહી છે. ત્યારે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ શ્રમિકોની મુલાકાત લીધી હતી. તેમને ઠંડુ પાણી પીવડાવી શાલ ઓઢાડી તેમને સન્માનિત કર્યા હતા. આ સાથે તેમણે ડ્રેનેજ લાઈનનું કામગીરીનું નિરીક્ષણ પણ કર્યુ હતુ. આકરા તાપ વચ્ચે શ્રમિકોની કામગીરીને બિરદાવી હતી.

 રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પાણી પીવડાવી, શાલ ઓઢાડી કર્યુ સન્માન

આ તકે રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યુ હતુ કે હાલ બપોરનો સમય છે અને ગરમી ખૂબ પડી હી છે ત્યારે આવી ગરમીમાં પણ શ્રમિકો અહીં કામગીરી રહ્યા છે. દેશનો વિકાસ આપણે જોઈ રહ્યા છીએ. આ વિકાસ પાછળ આ માતાઓ, બહેનો અને ભાઈઓની દિવસરાતની મહેનત લાગેલી છે. ત્યારે દેશ તેજ ગતિએ વિકાસ કરતો હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ સંવેદના છે કે અંત્યોદય સુધી પ્રત્યેક વ્યક્તિને સન્માન મળે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે મારા દેશના વિકાસમાં આવા હજારો નહીં લાખો પરિવારો કામગીરી કરતા હોય ત્યારે અહીં તેમનુ સન્માન કરવાનો મોકો મળ્યો છે. તેનો મને ગર્વ છે. વધુમાં પ્રફુલ પાનસેરિયાએ ઉમેર્યુ કે આ લોકોનું સન્માન કરતા હું હર્ષ અને ગર્વની લાગણી અનુભવુ છુ.

આ પણ વાંચો : સુરત: રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્વચ્છતાનો આપ્યો અનોખો સંદેશ, ડુંગરા ગામની સરકારી પ્રાથમિક શાળાના ટોયલેટ બાથરૂમની કરી જાતે સફાઈ

2019માં પ્રયાગરાજ કુંભમાં પીએમ મોદીએ સફાઈકર્મીઓના પગ ધોઈ કર્યુ હતુ સન્માન

આ અગાઉ પ્રયાગરાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સફાઈકર્મીઓના પગ ધોઈ તેમનુ સન્માન કર્યુ હતુ. પીએમ મોદીએ સફાઈ કામદારોના યોગદાનથી કુંભની ઓળખ સ્વચ્છ કુંભ તરીકે થઈ છે, દિવ્ય કુંભને ભવ્ય કુંભ બનાવવામાં સૌથી મોટુ યોગદાન સફાઈ કર્મીઓનુ રહ્યુ છે. કુંભમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવે તે મોટી જવાબદારી હતી. પીએમ મોદીએ સફાઈ કામદારોનું સન્માન કરી સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બનાવી દીધો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">