Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 110મુ થયુ અંગદાન, બ્રેઈનડેડ મેરુભાઈ વણઝારાના અંગદાનથી ત્રણ વ્યક્તિને મળ્યુ નવજીવન

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા અઢી વર્ષમાં અત્યાર સુધીમાં 110 અંગદાન થયા છે. જેના થકી 331 વ્યક્તિઓને નવજીવન મળ્યુ છે. આજે સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ મેરુભાઈ વણઝારાના અંગદાન થકી ત્રણ લોકોને નવજીવન મળ્યુ છે.

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 110મુ થયુ અંગદાન, બ્રેઈનડેડ મેરુભાઈ વણઝારાના અંગદાનથી ત્રણ વ્યક્તિને મળ્યુ નવજીવન
અઢી વર્ષમાં 110 અંગદાન થકી 331 વ્યક્તિને નવજીવન
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: May 16, 2023 | 11:45 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 110મુ અંગદાન થયું છે. ખેડા જિલ્લના માતર તાલુકાના વતની મેરૂભાઇ વણઝારા બ્રેઇનડેડ (Brain Dead) થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. સમગ્ર ઘટના એવી છે કે, 13 મી મે ના રોજ મેરૂભાઇ વણઝારાને પ્રવાસ દરમિયાન માર્ગ અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં તેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી. ઇજાની અસરો વધુ ગંભીર બનતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

બ્રેઈનડેડ મેરુભાઈના અંગદાન થકી 2 કિડની, 1 લીવરનું દાન મળ્યુ

સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ તેઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી. સ્થિતિ ગંભીર જણાતા તેઓને આઇ.સી.યુ.માં દાખલ કરીને સમગ્ર ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી. 48 કલાકની ભારે જહેમત બાદ પણ તેઓને બચાવવામાં નિષ્ફળતા મળી. તબીબોએ 15 મી મે ના રોજ મેરૂભાઇને બ્રેઇનડેડ જાહેર કર્યા. બ્રેઇનડેડ જાહેર કર્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમા કાર્યરત SOTTO(State Organ Tissue And Transplant Organisation) ની ટીમ દ્વારા તેમના પરિવારજનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલના અંગદાતાઓની યાદમાં નવનિર્મિત અમર કક્ષમાં પરિવારજનોને બેસાડીને તેઓને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. જેની અસર એવી થઇ કે પરિવારજનોએ ગણતરીની મીનિટોમાં જ મેરૂભાઇનું અંગદાન કરીને જરૂરિયાતમંદોને નવજીવન આપવાનું નક્કી કર્યું.

સિવિલની અંગદાનની ઝુંબેશ લાવી રંગ, અંગદાન પ્રત્યે વધી રહી છે જાગૃતિ

અહીં જોવા જેવી બાબત એ છે કે, ગમખ્વાર અકસ્માતમાં એક ભાઇએ જીવ ગુમાવ્યો ત્યારે બીજા ભાઇએ અંગદાનનો હિતકારી નિર્ણય કરીને જરૂરિયાતમંદને મદદરૂપ થવાનું અને વણઝારા પરિવારનો દિપ અન્ય પરિવારોમાં પ્રજવલ્લિત રહે તેવા પ્રયાસો હાથ ધર્યા. અંગદાનની સંમતિ મળ્યા બાદ ટીમ દ્વારા બ્રેઇનડેડ મેરૂભાઇને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જઇને પ્રક્રિયા શરૂ કરવામાં આવી. 5 થી 6 કલાકની ભારે જહેમતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ અને કે.ડી.હોસ્પિટલમા દાખલ દર્દીમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આ પણ વાંચો : Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં સતત પાંચમાં દિવસે અંગદાન, 15 વ્યક્તિઓને નવજીવન મળ્યું

સિવિલમાં છેલ્લા અઢી વર્ષમાં કુલ 110 અંગદાન થયા, 331 વ્યક્તિઓને મળ્યુ નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ 110મું અંગદાન છે. છેલ્લા અઢી વર્ષમાં 110 અંગદાતાઓના અંગદાન થી 356 અંગો મળ્યા છે. જેમાં 188 કિડની, 95 લીવર, 32 હ્રદય, 6 હાથ, 24 ફેફસા, 2 નાના આંતરડા અને ૯૨ કોર્નિયાનો સમાવેશ થાય છે.જેને ૩૩૧ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન આપવામાં સફળતા મળી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">