AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતનો વિકાસ અટક્યો ! વારંવાર ગ્રાન્ટની માંગણી છતાં સરકાર તરફથી કોઈ જવાબ નહિ, મોટા પ્રોજેક્ટોને શરૂ કરવાનો પડકાર

જો સરકાર પાસે પેન્ડિંગ ગ્રાન્ટ બહાર પાડવામાં આવશે તો શહેરના અનેક મહત્વના પ્રોજેક્ટો શરૂ થઈ જશે. આ ઉપરાંત જે પ્રોજેક્ટના કામો અધવચ્ચે અધૂરા પડ્યા છે તે પણ પૂર્ણ કરી શકશે. મહાનગરપાલિકા સતત સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરી રહી છે. તેમ છતાં સરકાર ગ્રાન્ટ બહાર પાડી રહી નથી

સુરતનો વિકાસ અટક્યો ! વારંવાર ગ્રાન્ટની માંગણી છતાં સરકાર તરફથી કોઈ જવાબ નહિ, મોટા પ્રોજેક્ટોને શરૂ કરવાનો પડકાર
Despite repeated requests for grants, no response from the government, the challenge of starting big projects(File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 10:16 AM
Share

કોરોનામાં(Corona ) સુરત મહાનગર પાલિકા(Surat Municipal Corporation)ની તિજોરી ખાલી થઈ ગઈ છે. જેના કારણે કન્વેન્શનલ બેરેજ, રિવરફ્રન્ટ અને મ્યુનિસિપલ હેડક્વાર્ટર જેવા અનેક મહત્વના પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યા નથી. વિકાસની વાતો કરતી રાજ્ય સરકાર ગ્રાન્ટ જ નથી આપી રહી. સરકાર પાસે 2017 થી 1 હજાર 190 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પેન્ડિંગ છે. મહાનગર પાલિકા(SMC) સતત ગ્રાન્ટની માંગણી કરી રહી છે, પરંતુ સરકાર તેને મુક્ત કરી રહી નથી. પાલિકાએ આ વર્ષે અનેક મોટા પ્રોજેક્ટ શરૂ કરવાના છે. તેમાં મ્યુનિસિપલ હેડક્વાર્ટર બિલ્ડિંગ, કન્વેન્શનલ બેરેજ, રિવરફ્રન્ટ MMTH જેવા મહત્વના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

એકતરફ મહાનગરપાલિકાની તિજોરી ખાલી છે અને સરકાર તરફથી ગ્રાન્ટ પણ મળી રહી નથી. આવા સંજોગોમાં મહત્વના પ્રોજેક્ટો શરૂ કરવા પાલિકા માટે પડકાર બની ગયો છે. રાજ્ય સરકાર વારંવાર વિનંતી કરવા છતાં પણ ગ્રાન્ટ બહાર પાડતી નથી. શહેરના ચાર મોટા પ્રોજેક્ટ રાજ્ય સરકાર પાસે હતા, પ્રોજેક્ટ આ વર્ષે શરૂ થવાના છે તે હવે ગ્રાન્ટ હેઠળ છે- તાપી શુદ્ધિકરણ યોજના પેન્ડિંગ છે, આજદિન સુધી એક પણ ટર્શરી પ્લાન્ટ બનાવી શકાયો નથી.

શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ કરવું મોટો પડકાર

સુરત શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારોના વિકાસ માટે મહાનગરપાલિકા પાસે પૈસા નથી. આ વિસ્તારોમાં રસ્તા, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન છે. જો કે, પૈસાના અભાવે તેઓ તેમના કામમાં ઝડપ લાવી શકતા નથી. આવી સ્થિતિમાં સરકાર તરફથી નાણા ન મળવાના કારણે આ વિકાસ કામોમાં વિલંબ થવાની સંભાવના છે. મોટા પ્રોજેક્ટ સાથે શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારોના વિકાસનો મોટો પડકાર છે.

ગ્રાન્ટ મળી જાય તો શહેરની મહત્વના વિકાસ પ્રોજેક્ટો શરૂ થઈ શકશે

મહાનગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે જો સરકાર પાસે પેન્ડિંગ ગ્રાન્ટ બહાર પાડવામાં આવશે તો શહેરના અનેક મહત્વના પ્રોજેક્ટો શરૂ થઈ જશે. આ ઉપરાંત જે પ્રોજેક્ટના કામો અધવચ્ચે અધૂરા પડ્યા છે તે પણ પૂર્ણ કરી શકશે. મહાનગરપાલિકા સતત સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરી રહી છે. તેમ છતાં સરકાર ગ્રાન્ટ બહાર પાડી રહી નથી. પાલિકાએ પોતાના બજેટમાં આપત્તિ માટે 5 કરોડની જોગવાઈ પણ કરી છે.

આ નાણાં પણ મૂડી ખર્ચમાંથી આપવાના છે. રાજ્ય સરકારની મહત્વની યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના છે.આ યોજના હેઠળ 8 હજારથી વધુ મકાનો બન્યા છે, રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં માત્ર એક કરોડ 98 લાખ રૂપિયા જ જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય તાપીના શુદ્ધિકરણ માટે માત્ર 6 કરોડ 67 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી એક પણ તાસેરી કે સુએઝ પ્લાન્ટનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો :

લાંચીયો કોન્સ્ટેબલ : વરાછા પોલીસ મથકનો કોન્સ્ટેબલ 20 હજારની લાંચ લેતા ઝડપાયો

Surat : ભાજપ છોડી “આપ” માં ફરી જોડાનાર મહિલા કોર્પોરેટરને ગેરલાયક ઠેરવવા સરકારને પત્ર

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">