AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાંચીયો કોન્સ્ટેબલ : વરાછા પોલીસ મથકનો કોન્સ્ટેબલ 20 હજારની લાંચ લેતા ઝડપાયો

વરાછા પોલીસ સ્ટેશનના સ્ટાફએ દારૂ સાથે ફરીયાદીને પકડેલ અને પોલીસ મથકમાં  લઇ ગયા હતા.  તેમજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીના પિતાશ્રીને ફોન કરી બોલાવેલ તેઓને પણ સર્વેલન્સ સ્ટાફની ઓફીસમાં બેસાડી રાખ્યા હતા.  અને જે તે વખતે રૂપીયા 2 લાખ ની લાંચની માંગણી કરી હતી. 

લાંચીયો કોન્સ્ટેબલ : વરાછા પોલીસ મથકનો કોન્સ્ટેબલ 20 હજારની લાંચ લેતા ઝડપાયો
A constable of Varachha police station was caught taking a bribe of Rs 20,000(File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 8:59 AM
Share

દારૂ (Alcohol ) સાથે પકડાયેલા રત્નકલાકારને કનડગત નહીં કરવા 1.45 લાખ પડાવી લીધા બાદ વધુ 20 હજારની લાંચ (Bribe )માગનાર વરાછાનો પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા એસીબીના હાથે ઝડપાયો હતો . વિગત મુજબ , રત્નકલાકાર(Diamond Worker) તરીકે કામ કરવા ઉપરાંત છૂટક દારૂ વેચતાં આધેડ 13 મી માર્ચે રેલવે સ્ટેશન પર દારૂ લેવા ગયો હતો .વિદેશી દારૂની ત્રણ પેટી લઇ રેલ્વે સ્ટેશન બહાર આવેલ રેલ્વે કોલોનીમાં આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આરોપી હેડ કોન્સ્ટેબલરામદેવસિહ દાદુભા તથા વરાછા પોલીસ સ્ટેશનના સ્ટાફએ દારૂ સાથે ફરીયાદીને પકડેલ અને પોલીસ મથકમાં  લઇ ગયા હતા.  તેમજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીના પિતાશ્રીને ફોન કરી બોલાવેલ તેઓને પણ સર્વેલન્સ સ્ટાફની ઓફીસમાં બેસાડી રાખ્યા હતા.  અને જે તે વખતે રૂપીયા 2 લાખની લાંચની માંગણી કરી હતી.

પરંતુ રકઝકના અંતે રૂ .1.50,000 આપવાનું નકકી થયું હતું અને ફરીયાદીના પિતા પાસે દારૂ સાથે ઝડપાયેલા રત્નકલાકારને કનડગત નહીં કરવા માટે 1.45 લાખ પડાવી લીધા બાદ વધુ 20 હજારની લાંચ માંગવામાં આવી હતી. જે તે વખતે રૂપિયા 1 લાખ રૂપિયા આરોપી કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળાએ લીધા હતા અને ફરીયાદીના પિતાને જવા દીધા હતા. તે પછી ફરીયાદી ઉપર દારૂનો કેસ કરેલ અને બીજા દિવસે કોર્ટમાં રજુ કરતા જામીન ઉપર છૂટ્યા હતા.

તે દિવસે સાંજના ફરીયાદીના પિતાના મોબાઇલ નંબર ઉપર આરોપીના રીક્ષા ડ્રાઇવર અશોકભાઇ મારફતે ફોન કરાવી બાકી નીકળતા રૂપીયાની માંગણી કરતા ફરીયાદીએ આરોપીના મળતીયા રીક્ષા ડ્રાઇવર અશોકભાઇને રૂપીયા 45,000 આપ્યા હતા. . ત્યારબાદ પણ કોન્સ્ટેબલ રામદેવસિંહ દાદુભાએ ફરીયાદી પાસે રૂપીયા 5 હજાર તથા આ ગુનામાં નામ નહિ ખોલવા રૂપીયા 15 હજાર મળી કુલ રૂપીયા 20 હજાર  ની લાંચની માંગણીકરી હતી .

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય , તેઓએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. . જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી , ફરીયાદી પાસેથી રૂ.20 હજારની લાંચની માંગણી કરી હતી . જે રકમ માતાવાડી ચારરસ્તા જાહેર રોડ પર , ચિરંજીવી કોમ્પ્લેક્ષની સામે , વરાછા , સુરત ખાતે લાંચ સ્વીકારતાં કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા ઝડપાયો હતો .

આ કાર્યવાહી એસીબી સુરતના મદદનીશ નિયામક એન . પી . ગોહિલના નિરીક્ષણ હેઠળ વલસાડ , ડાંગ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ ડી . એમ . વસાવા તથા પોલીસ ઇન્સપેક્ટર એ . આર . સક્સેના તથા સ્ટાફ દ્વારા પાર પડાઇ હતી .

આ પણ વાંચો :

Surat : ગ્રીષ્મા હત્યા કેસને લઇને સુરતના નાટ્ય કલાકારોએ સમાજને સંદેશો આપવા વિશેષ નાટક તૈયાર કર્યું

Surat : સ્મીમેર હોસ્પિટલ રેગિંગ પ્રકરણ : તપાસ કમિટી દ્વારા ભોગ બનનાર જુનિયર ડોક્ટર્સનું સ્ટેટમેન્ટ લેવાયું

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">