Crime: દિલ્હીની તિહાર જેલમાંથી પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા માથાભારે યુવાનને લોડેડ પિસ્તોલ સાથે ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો

Baldev Suthar

|

Updated on: Sep 17, 2022 | 9:06 AM

ક્રાઈમ બ્રાન્ચે પિસ્તોલ,મેગઝીન,કાર્ટીઝ અને રૂ.5 લાખની કાર મળી કુલ રૂ.5,38,400 નો મુદ્દમાલ કબજે કરી તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.

Crime: દિલ્હીની તિહાર જેલમાંથી પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા માથાભારે યુવાનને લોડેડ પિસ્તોલ સાથે ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો
Accused caught by Surat Crime Branch (File Image )

આગામી તહેવારોને (Festival ) ધ્યાનમાં લઈને સુરત પોલીસ (Surat Police) દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર સતત પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને ખાસ કરીને બ્રાન્ચોને પોલીસ કમિશનર દ્વારા જે સૂચના આપવામાં આવી છે કે ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઈસમો અને અગાઉ ગુનાને અંજામ આપીને ફરાર આરોપીને પકડી પાડવા માટે જે સૂચના આપવામાં આવી છે. તે આધારે ડ્રગ્સના ગુનામાં દિલ્હીની તિહાર જેલમાં બંધ અને હાલ પેરોલ પર છૂટેલા સુરતના માથાભારે યુવાનને ક્રાઈમ બ્રાન્ચે ડુમસ રોડ વાય જંકશન પાસે કારમાંથી લોડેડ પિસ્તોલ અને ત્રણ કાર્ટીઝ ભરેલી મેગઝીન સાથે ઝડપી લીધો હતો. ખાસ કરીને અલગ અલગ મહત્વના ચેક પોઇન્ટ ઉપર પોલીસની સફળતાને લઈને અનેક આરોપીઓ સુરતની અંદર પકડાઈ રહ્યા છે તે ખરેખર સુરત પોલીસની પ્રસંશનીય કામગીરી કહી શકાય.

બાતમીના આધારે કરાઈ ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચ ને મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના PSI સોનારાની ટીમ સુરતના ડુમસ રોડ વાય જંકશન પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની કાર જે કારનો નંબર નં.જીજે-05-જેએમ-5411 વેસુ તરફથી આવતા તેને અટકાવી કાર ચાલક વિપલ મનીષભાઈ ટેલર જે રહે ઉ.વ.28, રહે.એચ/2, 301,અવધ કોપર સ્ટોન, સાયલન્ટ ઝોન, એરપોર્ટની સામે, ડુમસ રોડ ,સુરત ને નીચે ઉતારી પુછપરછ કરવામાં આવી હતું. ત્યાં તેની પાસે ગાડીના કાગળો માંગતા થોડા સમય માટે તે ચોંકી ગયો હતો અને પોલીસે કારની તલાશી લેતાં ડ્રાઈવર સીટ નીચે કાપડમાં વીંટાળેલી લોડેડ પિસ્તોલ અને ત્રણ ત્રણ કાર્ટીઝ ભરેલી મેગઝીન મળી આવી હતી.

અગાઉ પણ હથિયારો સાથે પકડાઈ ચુક્યો છે આ શખ્સ

જેથી ક્રાઈમ બ્રાન્ચે પિસ્તોલ,મેગઝીન,કાર્ટીઝ અને રૂ.5 લાખની કાર મળી કુલ રૂ.5,38,400 નો મુદ્દમાલ કબજે કરી તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે ડ્રગ્સના ગુનામાં દિલ્હીની તિહાર મંડોલી જેલમાં બંધ છે પણ હાલ પેરોલ પર છૂટી સુરત આવ્યો છે. આરોપી કોઈ ને કોઈ રીતે પેરોલ પર છૂટીને પછી ભાગતા ફરતા હોય છે. વધુમાં આ વ્યક્તિ તે અગાઉ સુરતમાં પણ ડ્રગ્સ, હથિયાર સાથે પકડાયો હતો તેમજ તેના વિરુદ્ધ છેતરપિંડી, મારામારીના ગુના પણ નોંધાયા છે. જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા હાલમાં તો તેને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે જે પોલીસ સ્ટેશનની અંદર તેના ગુના નોંધાય છે ત્યાંથી વધુ ડીટેલ મેળવી અને તપાસ કરવામાં આવી રહી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati