Corona Update : સુરતમાં ફરી કોરોનાના કેસોની સંખ્યા 3 હજાર નજીક પહોંચી, એકનું મોત

|

Jan 17, 2022 | 8:17 PM

આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે હાલ જે હોસ્પિટલમાં દાખલ છે તેમના મોટા ભાગના લોકો કો મોર્બિડ કન્ડિશન ધરાવે છે. જયારે કેટલાક લોકો એવા છે જેઓ મોડેથી તપાસ કરાવી છે.

Corona Update : સુરતમાં ફરી કોરોનાના કેસોની સંખ્યા 3 હજાર નજીક પહોંચી, એકનું મોત
The number of corona cases in Surat again reached close to 3 thousand, one death(Symbolic Image )

Follow us on

સુરતમાં (Surat) સોમવારે પણ કોરોના (Corona ) વિસ્ફોટ થયો છે. અને કેસોની સંખ્યા 3 હજાર નજીક પહોંચી ગઈ છે. સોમવારે બપોર સુધી જ્યાં કોરોનાના (Corona) કેસોની સંખ્યા 880 હતા. ત્યાં સાંજ સુધી સુરત (Surat ) સિટીમાં કોરોના ના કેસોની સંખ્યા વધીને 2955 થઇ ગઈ હતી. સોમવારે કોરોનાથી એક વ્યક્તિનું મોત પણ થયું છે.

ઝોન વાઈઝ આંકડાની માહિતી : 
સૌથી પહેલા તો ફક્ત અઠવા અને રાંદેર ઝોન જ કોરોનાના હોટ સ્પોટ માનવામાં આવતા હતા. પણ હવે આ સંક્ર્મણ શહેરના તમામ ઝોનમાં ફેલાઈ ગયું છે. સુરતમાં સોમવારે સેન્ટ્રલ ઝોનમાં 390, વરાછા એ ઝોનમાં 258, વરાછા બી ઝોનમાં 335, રાંદેર ઝોનમાં સૌથી વધારે 511, કતારગામ ઝોનમાં 296, લીંબાયત ઝોનમાં 496, ઉધના એ ઝોનમાં 121, ઉધના બી ઝોનમાં 52 અને અઠવા ઝોનમાં 496 કેસો નોંધાયા છે.

સોમવારે 1680 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જોકે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 85.17 સુધી પહોંચી ગયો છે. શહેરમાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 19,017 થઇ છે. જેમાંથી 350 વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ છે. સિવિલ હોસ્પિટલમાં 1500 બેડની સામે 81 દર્દીઓ દાખલ છે, જયારે સ્મીમેર હોસ્પિટલમાં 941 બેડની સામે 39 દર્દીઓ દાખલ છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

સોમવારે 6383 વ્યક્તિઓને પ્રથમ ડોઝ જયારે 7042 વ્યક્તિઓને બીજો ડોઝ તેમજ 3110 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે. સોમવારે મોટા વરાછા વિસ્તારમાં રહેતી 72 વર્ષીય મહિલાનું મોત થયું છે. આ મહિલા અગાઉથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારીથી પીડિતા હતા.

વહેલી સારવાર જરૂરી :
આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે હાલ જે હોસ્પિટલમાં દાખલ છે તેમના મોટા ભાગના લોકો કો મોર્બિડ કન્ડિશન ધરાવે છે. જયારે કેટલાક લોકો એવા છે જેઓ મોડેથી તપાસ કરાવી છે. અધિકારી દ્વારા લોકોને સલાહ આપવામાં આવી છે કે જો જરા પણ કોરોનાના લક્ષણો દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરવી જરૂરી છે. નહીં તો તે ગંભીર પરિસ્થિતિ સુધી દોરી શકી છે.

71 વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ : 
આજે કુલ 71 વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ આવ્યા છે. કતારગામ વિસ્તારમાં આવેલ ખોડિયાર ડાયમંડમાં પણ ટેસ્ટિંગ કરાવતા 12 પોઝિટિવ દર્દીઓ મળી આવતા આ સંસ્થા બંધ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Drone Attack : યમનના હુથી બળવાખોરોએ UAE પર હુમલો કર્યો, 3 ઓઇલ ટેન્કરમા વિસ્ફોટ, અબુ ધાબી એરપોર્ટ પર આગ

આ પણ વાંચો : Punjab Assembly Election 2022 : પંજાબમાં ચૂંટણીની તારીખ બદલાઈ, હવે 14ને બદલે 20 ફેબ્રુઆરીએ થશે મતદાન

Next Article