Punjab Assembly Election 2022 : પંજાબમાં ચૂંટણીની તારીખ બદલાઈ, હવે 14ને બદલે 20 ફેબ્રુઆરીએ થશે મતદાન
પંજાબના મુખ્ય પ્રધાન અને ભાજપની રજૂઆત બાદ, કેન્દ્રીય ચૂંટણી પંચે, ગુરુ રવિદાસ જયંતિના કારણે પંજાબ વિધાનસભાની ચૂંટણી 16 ફેબ્રુઆરીને બદલે 20 ફેબ્રુઆરીએ યોજવાનુ નક્કી કર્યુ છે.
કેન્દ્રીય ચૂંટણીપંચ (EC) દ્વારા, પંજાબ વિધાનસભાની (Punjab Assembly Election 2022) જાહેર કરેલી ચૂંટણીની તારીખ બદલી છે. હવે પંજાબમાં આગામી 14 ફેબ્રુઆરીને બદલે 20 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે તેમ જાહેર કર્યુ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ પંજાબના પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ (Punjab CM Charanjit Singh Channi) રજુઆત કરી હતી કે, અગાઉ જાહેર કરેલ મતદાનની તારીખે, ગુરુ રવિદાસ જયંતિ (Guru Ravidas Jayanti) છે અને આ અવસર પર દલિત સમુદાયના ઘણા લોકો વારાણસી (Varanasi) અને અન્ય તીર્થસ્થળો પર ગુરપરબ મનાવવા જાય છે. આવી સ્થિતિમાં તેમના માટે મતદાનના દિવસે પંજાબમાં રહેવું મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ બદલવા પર વિચાર કરવો જોઈએ. પંજાબના મુખ્યપ્રધાન બાદ, ભાજપે (BJP) પણ ચૂંટણીની તારીખ બદલવા કેન્દ્રીય ચૂંટણીપંચને રજૂઆત કરી હતી.
સીએમ ચન્નીએ ચૂંટણી 6 દિવસ લંબાવવાની માગ કરી હતી
16 ફેબ્રુઆરીએ સીએમ ચન્નીએ ગુરુ રવિદાસ જયંતિના કારણે ચૂંટણી 6 દિવસ લંબાવવાની માગ કરી હતી. તેમણે કમિશનને લખ્યું કે અનુસૂચિત જાતિ (SC) સમુદાયના લોકોએ તેમને કહ્યું કે રવિદાસ જયંતિ માટે 10 થી 16 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર પ્રદેશના બનારસમાં મોટી સંખ્યામાં SC ભક્તો જશે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં આ સમુદાયના ઘણા લોકો ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.
મુખ્યમંત્રીએ તેમના પત્રમાં લખ્યું છે કે રાજ્યમાં અનુસૂચિત જાતિ સમુદાયની વસ્તી લગભગ 32 ટકા છે. આ સ્થિતિમાં તેઓ તેમના બંધારણીય અધિકારથી વંચિત રહી શકે છે. તેમણે લખ્યું, “SC સમુદાયે વિનંતી કરી છે કે મતદાનની તારીખ એવી રીતે લંબાવવામાં આવે કે તેઓ 10 થી 16 ફેબ્રુઆરી સુધી બનારસની મુલાકાત લઈ શકે અને વિધાનસભા ચૂંટણીમાં પણ ભાગ લઈ શકે.”
તેમણે કમિશનને ઓછામાં ઓછા 6 દિવસ માટે વિધાનસભાની ચૂંટણી આગળ વધારવા કહ્યું જેથી લગભગ 20 લાખ લોકો તેમના મતના અધિકારનો ઉપયોગ કરી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ વિધાનસભાની તમામ 117 બેઠકો ઉપર 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતુ. અને ચૂંટણીના પરિણામો 10 માર્ચે જાહેર કરવામાં આવશે. સીએમ ચરણજીત સિંહે ચૂંટણી પંચને પત્ર લખીને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો લંબાવવાની વિનંતી કરી હતી. ત્યાર બાદ આ જ વાત ભાજપે પણ ચૂંટણી પંચ સમક્ષ કરી હતી. ચૂંટણી પંચે, પંજાબના મુખ્ય પ્રધાન અને ભાજપની રજૂઆતને ધ્યાને લઈને વિધાનસભાની તારીખમાં ફેરફાર કર્યો છે. જો કે મતગણતરીના દિવસમાં કોઈ ફેરફાર નથી. એટલે કે, 20મી ફેબ્રુઆરીએ યોજાનાર પંજાબ વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ આગામી 10 માર્ચ 2022ના રોજ જાહેર કરવામાં આવશે.
ચૂંટણીનો નવો કાર્યક્રમ
1. જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ: 25 જાન્યુઆરી 2022 (મંગળવાર) 2. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ: 1 ફેબ્રુઆરી 2022 (મંગળવાર) 3. ઉમેદવારીપત્ર ચકાસણીની તારીખ: 2 ફેબ્રુઆરી 2022 (બુધવાર) 4. ઉમેદવારી પાછા ખેંચવાની તારીખ: 4 ફેબ્રુઆરી 2022 (શુક્રવાર) 5. મતદાનની તારીખ: 20 ફેબ્રુઆરી 2022 (રવિવાર). મતોની ગણતરી 10 માર્ચ 2022 (ગુરુવાર)ના રોજ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ
Punjab Assembly Election 2022: CM Channiના ભાઈને ન મળી કોંગ્રેસની ટિકિટ, હવે પાર્ટી વિરુદ્ધ માંડશે મોરચો
આ પણ વાંચોઃ