AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : આંગડિયા પેઢી લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને વખાણી

સરથાણા શ્યામધામ મંદિર પાસે આવેલ ગુજરાત આંગડિયા પેઢીને અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી 4 શખ્સો રૂ.1 કરોડથી વધુની લૂંટ કરી ફરાર થયા હતા. ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી સુરતમાં હોવાથી તેમને પણ આ લૂંટની જાણ થઈ હતી. 3 કલાકમાં લૂંટનો ભેદ ઉકેલાતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ અને વલસાડ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

Surat : આંગડિયા પેઢી લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને વખાણી
Harsh Sanghvi
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 03, 2023 | 3:15 PM
Share

સુરતના સરથાણા વિસ્તારમાં વહેલી સવારે લૂંટની (robbery) ઘટના બની હતી. આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી હીરાના પાર્સલની લૂંટ કરવામાં આવી હતી. 4 જેટલા ઈસમો લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. બીજી તરફ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે લૂંટની ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો હતો.

આ પણ વાંચો Surat: સરથાણા વિસ્તારમાં આંગડિયા પેઢીમાં રૂ.1 કરોડની લૂંટ, વલસાડ LCBએ કરી આરોપીઓની ધરપકડ, જુઓ Video

બીજી બાજુ બેગમાં GPS લાગેલું હોવાથી સરથાણા પોલીસે GPS ટ્રેક કરતા લોકેશન મળ્યું હતું તે દિશામાં તપાસ કરતા સુરત પોલીસે પીછો કર્યો સાથે આરોપીઓને પકડવા વલસાડ પોલીસને જાણ કરતા વલસાડ પોલીસે હાઇવે પરથી ઝડપી પાડી આરોપીઓ પાસેથી તમામ મુદામાલ જપ્ત કર્યો છે.

CCTVના આધારે લૂંટનો ભેદ ઉકેલાયો

લૂંટ બાદ પોલીસે તપાસ હાથ ધરતાં લૂંટારૂઓ કારમાં ભાગતા હોય તે પ્રકારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા. બેગમાં GPS લાગેલ હોવાથી સુરત પોલીસે તેનો પીછો કર્યો અને વલસાડ પોલીસને પણ જાણ કરતા વલસાડ LCBએ અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર નાકાબંધી કરીને તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા તેમજ કાર સહિત હીરાના પાર્સલનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

આ મામલે આગામી સમયમાં પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવશે પણ હાલમાં તમામ આરોપીઓ અને લૂંટ કરેલ તમામ મુદામાલ પણ જપ્ત કરી સુરત પોલીસને સોંપવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને સુરત લાવી તપાસ શરૂ કરી છે.

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસની કામગીરી વખાણી

બીજી બાજુ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી સુરતમાં હોવાથી તેમને પણ આ લૂંટની જાણ થઈ હતી. 3 કલાકમાં લૂંટનો ભેદ ઉકેલાતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ અને વલસાડ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">