Surat: સરથાણા વિસ્તારમાં આંગડિયા પેઢીમાં રૂ.1 કરોડની લૂંટ, વલસાડ LCBએ કરી આરોપીઓની ધરપકડ, જુઓ Video

Surat: સરથાણા વિસ્તારમાં આંગડિયા પેઢીમાં રૂ.1 કરોડની લૂંટ, વલસાડ LCBએ કરી આરોપીઓની ધરપકડ, જુઓ Video

Baldev Suthar
| Edited By: | Updated on: Sep 03, 2023 | 9:41 AM

સરથાણા શ્યામધામ મંદિર પાસે આવેલ ગુજરાત આંગડિયા પેઢીમાં રૂ.1 કરોડથી વધુની લૂંટ થઈ હતી. લૂંટ બાદ ફરાર થયેલા લૂંટારૂઓને નવસારી - વલસાડ હાઈવે પરથી પોલીસે ઝડપી પાડ્યા છે. વલસાડ LCBએ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓની ધરપકડ કરી કાર સહિત લૂંટની રકમ કબજે કરી છે. 

Surat : સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી છે. લૂંટ (Robbery), મારામારી, ચોરી સહિતના બનાવો લગભગ દરરોજ સામે આવતા હોય છે. ત્યારે વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. સરથાણા વિસ્તારમાં આવેલ ગુજરાત આંગડિયા પેઢીમાં રૂપિયા 1 કરોડથી વધુની લૂંટ થઈ છે.

આ પણ વાંચો Gujarati Video: સુરતમાંથી ઝડપાયુ 3500 લીટર બાયોડીઝલ, 54.15 લાખનો મુદ્દામાલ જપ્ત

મળતી માહિતી અનુસાર સરથાણા શ્યામધામ મંદિર પાસે આવેલ ગુજરાત આંગડિયા પેઢીને અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી હતી અને લૂંટ ચલાવી હતી. ઇકો કારમાં આવેલા 4 શખ્સો રૂ.1 કરોડથી વધુની લૂંટ કરી ફરાર થયા હતા. પોલીસને ઘટનાની જાણ થતાં લૂંટારૂઓને શોધવા તપાસ હાથ ધરી છે. તો  કેટલો મુદ્દામાલ લૂંટાયો તેની ગણતરી પણ શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ પોલીસે ગણતરીની કલાકોમાં જ આંગડિયા પેઢી લૂંટનો ભેદ ઉકેલ્યો છે. લૂંટ બાદ ફરાર થયેલા લૂંટારૂઓને નવસારી – વલસાડ હાઈવે પરથી ઝડપી પાડ્યા છે. વલસાડ LCBએ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓની ધરપકડ કરી કાર સહિત લૂંટની રકમ કબજે કરી છે.

 

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">