Gujarati Video: સુરતમાંથી ઝડપાયુ 3500 લીટર બાયોડીઝલ, 54.15 લાખનો મુદ્દામાલ જપ્ત

Gujarati Video: સુરતમાંથી ઝડપાયુ 3500 લીટર બાયોડીઝલ, 54.15 લાખનો મુદ્દામાલ જપ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 11:28 PM

Surat: સુરતના ઈચ્છાપોરમાંથી 3500 લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો છે. પોલીસે દરોડા પાડી 54.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ત્રણ લોકોની અટકાયત કરી છે. પેટ્રોલપંપની બાજુમાં આવેલા શ્રી સાલાસર લોજિસ્ટીક એન્ડ શિપીંગ પ્રા.લી.ના સર્વિસ સેન્ટરના પાર્કિંગમાં રેડ કરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે ઈચ્છાપોર રોડ ગાયત્રી એચ.પી. પેટ્રોલ પંપની બાજુમાં આવેલા શ્રી સાલાસર લોજિસ્ટિક એન્ડ શીપીંગ પ્રા.લી. ના સર્વિસ સેન્ટરના પાર્કિંગમાં રેડ કરવામાં આવી હતી

Surat:  સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી બાયોડીઝલ ઝડપાયું છે, પોલીસે દરોડો પાડીને 3500 લીટર બાયોડીઝલ તથા 3 ટેન્કર મળી કુલ 54.15 લાખનો મુદામાલ જપ્ત કરી 3 લોકોની અટકાયત કરી છે. સુરત પોલીસ દ્વારા વધુ એક વખત બાયોડીઝલ ઝડપી પાડવામાં આવ્યું છે, પોલીસને માહિતી મળી હતી કે ઈચ્છાપોર વિસ્તારમાં અમુક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો સંગ્રહ કરી તેનો વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, બાતમીના આધારે પોલીસે ઈચ્છાપોર રોડ ગાયત્રી એચ.પી. પેટ્રોલ પંપની બાજુમાં આવેલા શ્રી સાલાસર લોજિસ્ટિક એન્ડ શીપીંગ પ્રા.લી. ના સર્વિસ સેન્ટરના પાર્કિંગમાં રેડ કરવામાં આવી હતી.

54.15 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે જગદીશભાઈ રામેશ્વર સાબુ, વિમલેશસિંગ નરેન્દ્ર બહાદુર સિંગ રાજપૂત અને ચંદ્રપ્રકાશ રાધેશ્યામ શુક્લાની અટકાયત કરી હતી તેમજ 3.15 લાખની કિમતનું 3500 લીટર બાયોડીઝલ 51 લાખની કિંમતના 3 ટેન્કર મળી કુલ 54.15 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

આ પણ વાંચો: Ahmedabad: એરટેગ ડિવાઈસનો ઉપયોગ કરી બિઝનેસ પાર્ટનર યુવતીનો ડેટા મેળવતા યુવક સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">