સુરતમાં મેટાસ સ્કૂલની દાદાગીરી, DEOના આદેશ છતા ફી ન ભરનારા વિદ્યાર્થીઓને LC પકડાવી દીધા, વાલીઓએ કર્યો વિરોધ
સુરતની (Surat) જ્યાં સ્કૂલ સામે મનમાનીનો આરોપ લાગ્યો છે. સુરતની મેટાસ સ્કૂલે 8 વિદ્યાર્થીઓને ફી ન ભરતા LC પકડાવી દીધુ છે. સ્કૂલ સંચાલકો અને વાલીઓ વચ્ચે ફી અને ડોનેશન મુદ્દે ચાલતા વિવાદમાં 8 વિદ્યાર્થીઓને હાંકી કઢાયા હતા.

સુરતમાં મેટાસ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. જેના કારણે આજે ફરી એક વખત સુરતમાં માસૂમ વિદ્યાર્થીઓના આંખમાંથી આંસૂ સરી પડ્યા છે. મેટાસ સ્કૂલમાં ફરી એક વખત શાળા અને વાલીઓ વચ્ચેના વિવાદે દેશના ભવિષ્ય કહેવાતા બાળકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. 8 વિદ્યાર્થીઓએ ફી ન ભરતા શાળા દ્વારા તેમને LC પકડાવી દેવામાં આવ્યુ છે. જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
વાલીઓ તરફથી લગાડવામાં આવ્યા ગંભીર આક્ષેપ
સુરતની જ્યાં સ્કૂલ સામે મનમાનીનો આરોપ લાગ્યો છે. સુરતની મેટાસ સ્કૂલે 8 વિદ્યાર્થીઓને ફી ન ભરતા LC પકડાવી દીધુ છે. સ્કૂલ સંચાલકો અને વાલીઓ વચ્ચે ફી અને ડોનેશન મુદ્દે ચાલતા વિવાદમાં 8 વિદ્યાર્થીઓને હાંકી કઢાયા હતા. વહેલી સવારે 8 વિદ્યાર્થીઓના વાલીઓ શાળાએ પહોંચતા વિવાદે તૂલ પકડ્યુ હતુ. વાલીઓએ વિરોધ કરતા સ્કૂલ સામે આરોપ લગાવ્યો કે, DEOના આદેશ છતા શાળાએ તેમના બાળકોને કાઢી મૂક્યા. આક્રોષિત વાલીઓનું કહેવું છે કે સ્કૂલ કાયદાની ઉપરવટ જઈને મનમાની કરી રહ્યું છે.
જન્મદિવસે વિદ્યાર્થિનીને ગિફ્ટના બદલે પકડાવી દેવાયુ LC
વાલી અને સંચાલક વચ્ચેનો વિવાદ કોર્ટ સુધી તો પહોંચી જ ચૂક્યો છે, પણ એક તરફ સ્કૂલની નવી ટર્મ શરૂ થઈ રહી છે અને બીજી તરફ વિદ્યાર્થીઓ ક્લાસરૂમના બદલે સ્કૂલ પરિસરમાં પોતાના એડમિશનની ચિંતામાં ચૌધાર આંસુએ રડી રહ્યા છે. જે 8 વિદ્યાર્થીઓને LC આપી દેવાયા છે તેમાંથી એક વિદ્યાર્થિનીનો આજે જન્મદિવસ હતો. આજના દિવસે જ્યારે સ્કૂલમાં મિત્રો તરફથી ગિફ્ટ અને શિક્ષકો તરફથી આશીર્વાદ મળવો જોઈએ ત્યાં આજે આ માસૂમને LC આપી દેવામાં આવ્યું હતુ.
DEOના આદેશ છતા LC પકડાવી દેવાયા
સ્કૂલ તરફથી પણ આ 8 વિદ્યાર્થીઓના વાલીઓ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. સ્કૂલના વકીલનું કહેવુ છે કે 8 વિદ્યાર્થીઓના વાલીઓએ 4 વર્ષથી ફી નથી ભરી. અનેક નોટીસ આપ્યાં છતાં વાલીઓએ ફી નથી ભરી. પરંતુ સવાલ એ છે કે જ્યારે વાલીઓ કહી રહ્યા છે કે DEOનો લેટર છે જેમાં વિદ્યાર્થીઓને LC ન આપવા આદેશ આપવામાં આવ્યો છે તો કયા હકે શાળાએ વિદ્યાર્થીઓને LC આપ્યાં.
ABVP વાલીઓના સમર્થનમાં આવ્યુ
તો સમગ્ર મામલે ABVP પણ મેદાને આવ્યું છે. ABVPએ DEOને આવેદન આપ્યું અને સ્કૂલમાં વિરોધ કરવા પહોંચી ગયા. ABVPના કાર્યકરોએ શાળાએ પહોંચી સ્કૂલ સંચાલકો સામે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…