Surat : ટ્રક જૂની અને નંબર નવો, સુરત જિલ્લા LCBએ નંબર પ્લેટના ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ કર્યો, જુઓ Video
સુરત જિલ્લા LCBએ નંબર પ્લેટના એક ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ કર્યો છે. માંગરોળ તાલુકાના કોસંબાનો અકબર અને ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામના ગોપાલે સરકારી તિજોરીને ચુનો ચોપડવા અને પોતાના ફાયદા માટે એક તરકટ રચ્યું હતુ.
રસ્તા પર દોડતી ખખડધજ ટ્રક અને વાહનનો RTO નંબર નવો છે. આ જોઈને કોઈને પણ સવાલ થાય કે ટ્રક જૂની છે તો નંબર કેમ નવો. સુરત જિલ્લા LCBએ નંબર પ્લેટના એક ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ કર્યો છે. માંગરોળ તાલુકાના કોસંબાનો અકબર અને ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામના ગોપાલે સરકારી તિજોરીને ચુનો ચોપડવા અને પોતાના ફાયદા માટે એક તરકટ રચ્યું હતુ.
આરોપીઓ પાસે જૂની ટ્રકો હતી. જે RTOના ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ શકે તેમ ન હતી અને ટ્રાન્સપોર્ટમાં માલ ભરાવતા વેપારીઓ ફિટનેસ ટેસ્ટનું સર્ટિફિકેટ ફરજિયાત માગતા હતા. જેથી બંનેએ જૂના વાહનમાં નવી નંબર પ્લેટ લગાવી કમાણીનો પ્લાન બનાવ્યો હતો.
5 ટ્રક કબ્જે લીધા
આ ઉપરાંત નવા વાહનનો વીમો અને RTO ટેક્સ ચુકવવો પડતો ન હતો. આ ખેલની જાણ થતા પોલીસે બાતમીના આધારે ટ્રક રોકી પૂછપરછ કરતા આરોપીઓ કાગળ રજૂ કરી શક્યા ન હતા. સુરત એલસીબીએ 35 લાખની કિંમતની 5 ટ્રક કબ્જે કરી બંને ઠગબાજને જેલ હવાલે મોકલ્યા છે.
આરોપી સામે અલગ-અલગ ગુના કર્યા દાખલ
શાતિર ઠગ અકબર અને ગોપાલે માત્ર સરકારને જ નહીં પોતાના સંબંધીઓને પણ છેતર્યા હતા. આ નવી ટ્રકના નંબરો હકીકતમાં તો તેમના ગોધરા અને ભાવનગરના સંબંધીની જ હતી. આ ઠગોનો પરીચિતોની જાણ બહાર તેમના જ વાહનોની નંબર પ્લેટ બનાવી તેમને પણ છેતરી રહ્યાં હતા. એક આરોપી અકબર સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 8 ગુના નોંધાયા છે. જે પૈકી 6માં ધરપકડ કરી છે. જ્યારે બે ગુનામાં અકબર વોન્ટેડ હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…