AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સુરત નવી સિવિલમાં વધુ એક તબીબનો આપઘાત, દોઢ મહિનામાં તબીબના આપઘાતની બીજી ઘટના, રેસિડેન્ટ ડૉક્ટરે કાપી હાથની નસ

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનાના અંતરાલમાં વધુ એક રેસિડેન્ટ ડૉક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યોગેન્દ્ર પ્રજાપતિ નામના થર્ડ યરના રેસિડેન્ટ ડૉક્ટરે હાથની નસ કાપી આપઘાત કરી લીધો છે.

Breaking News: સુરત નવી સિવિલમાં વધુ એક તબીબનો આપઘાત, દોઢ મહિનામાં તબીબના આપઘાતની બીજી ઘટના, રેસિડેન્ટ ડૉક્ટરે કાપી હાથની નસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2026 | 6:55 PM
Share

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માત્ર દોઢ મહિનામાં બીજી આપઘાતની ઘટના સામે આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં થર્ડ યરના રેસિડેન્ટ ડૉક્ટરે ધારદાર વસ્તુથી હાથની નસ કાપી જીવન ટૂંકાવ્યુ છે. મૃતક ડૉક્ટર એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. પહેલા હર્ષ પંડ્યા અને ત્યારબાદ માત્ર દોઢ મહિનામાં યોગેન્દ્ર પ્રજાપતિના આપઘાતથી સુરત સિવિલ તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે.

દોઢ મહિનામાં સુરત નવી સિવિલમાં રેસિડેન્ટ તબીબના આપઘાતની બીજી ઘટના

મૃતક રેસિડેન્ટ ડૉક્ટર મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. તેઓ હોસ્ટેલમાં પત્ની સાથે રહેતા હોવાનું સામે આવ્યુ છે. ઘટના સમયે તેઓ MBBS ના વિદ્યાર્થીઓની પરીક્ષા કન્ડક્ટ કરાવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે હોલ બંધ કરી ડિસેક્શન હોલની અંદર જ હાથ પર ધારદાર વસ્તુથી ઘા મારી નસ કાપી જીવન ટૂંકાવ્યુ છે. ઘટનાની જાણ થતા જ તેમને ઈમજરન્સીમાં ભરતી કરવામં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જાણ થતા હોસ્પિટલ પ્રશાસન અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

દોઢ મહિના પહેલા હર્ષ પંડ્યાએ સિનિયરોના ત્રાસથી કર્યો હતો આપઘાત

ઉલ્લેખનિય છે કે હજુ દોઢ મહિના પહેલા જ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હર્ષ પંડ્યા નામના રેસીડન્ટ ડૉક્ટરે સિનિયર ડૉક્ટરોના રેગિંગ અને ટોર્ચરથી કંટાળી જઈ આપઘાત કરી લીધો હતો. સમગ્ર કેસમાં સિનિયર ડૉ. દીક્ષિતા ઘેવરિયા મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસો થયો હતો. સિનિયર તબીબો અમાનવીય વર્તન કરતા હોવાનો અને “અમે તમારા બોસ, તમે અમારા નોકર” કહી પરેશાન કરતા હોવાનો આરોપ પણ અન્ય જુનિયર રેસિડેન્ટ્સ દ્વારા લગાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા પાછળ જવાબદાર ચારેય તબીબ સામે રેગીંગ ના નામે ટોર્ચર કરવા બાબતે પહેલી ફરિયાદ નોંધાઈ છે અને એડી ઉપરથી બીજી ફરિયાદ નોંધાઈ તેવી પણ શક્યતા છે. ખટોદરા પોલીસે ચારેય રેસિડેન્ટ ડૉક્ટર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૃતક ડૉક્ટર હર્ષ પંડ્યાના પિતાના આક્ષેપ અનુસાર  છેલ્લા 7 વર્ષમાં 6 આત્મહત્યાના બનાવ સામે આવ્યા છે અને છેલ્લા બે મહિનામાં આ બીજો બનાવ છે.

અત્રે એ પણ નોંધનિય છે કે સુરત નવી સિવિલમાં ત્રણ મહિનામાં ત્રણ તબીબની આત્મહત્યા સામે આવી છે, જો કે યોગેન્દ્ર પ્રજાપતિના આપઘાતનું કારણ હજુ સામે આવ્યુ નથી. આ અંગે તપાસ ચાલી રહી છે.

Input Credit- Baldev Suthar- Surat

સુરતમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં દુષ્પ્રેરણાની કલમ હેઠળ નોંધાયો ગુનો, જવાબદાર ચારેય તબીબો સામે નોંધાઈ બીજી ફરિયાદ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">