AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : કેમેરા સામે જ ધસી આવ્યું દરિયાનું રાક્ષસી મોજું! લાઇવ રિપોર્ટિંગ કરતા પત્રકાર અને કેમેરાવુમન તણાયા, જુઓ વાયરલ વીડિયો

લાઇવ રિપોર્ટિંગ દરમિયાન દરિયાનું વિશાળ મોજું અચાનક પત્રકાર અને કેમેરાવુમન પર ફરી વળ્યું હતું. બંને મોજાની અડફેટે આવતાં નીચે પટકાયાં અને થોડી વાર માટે લાઇવ પ્રસારણ પણ બંધ થઈ ગયું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે બંને સુરક્ષિત છે અને તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

Trending Video : કેમેરા સામે જ ધસી આવ્યું દરિયાનું રાક્ષસી મોજું! લાઇવ રિપોર્ટિંગ કરતા પત્રકાર અને કેમેરાવુમન તણાયા, જુઓ વાયરલ વીડિયો
Journalist Struck By A Massive Ocean WaveImage Credit source: X | @MarioNawfal
| Updated on: Oct 24, 2026 | 12:38 PM
Share

દરિયાના ઊંચા મોજાએ લાઇવ રિપોર્ટિંગ કરી રહેલા પત્રકાર અને કેમેરાવુમનને અડફેટે લીધાં હતાં. આ ઘટનાને કારણે થોડી વાર માટે લાઇવ પ્રસારણ બંધ થઈ ગયું હતું. જોકે, બાદમાં બંને સુરક્ષિત હોવાના સમાચાર સામે આવ્યા છે. લાઇવ રિપોર્ટિંગ દરમિયાન પત્રકારોને ઘણી વખત એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, જેની તેમણે કલ્પના પણ કરી હોતી નથી. આવો જ એક કિસ્સો સ્પેનમાં સામે આવ્યો છે. અહીં દરિયાકિનારે રિપોર્ટિંગ કરી રહેલા એક પત્રકાર પર અચાનક વિશાળ મોજું ફરી વળ્યું હતું.

પત્રકાર દરિયામાં ઊછળી રહેલાં ઊંચાં મોજાં અને તેનાથી ઊભા થતા જોખમ વિશે લોકોને માહિતી આપી રહ્યા હતા. એ જ સમયે પાણી એટલી ઝડપથી કિનારા તરફ ધસી આવ્યું કે પત્રકાર અને તેમની સાથે હાજર કેમેરાવુમન પણ તેની અડફેટે આવી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દરિયાનાં જોખમો વિશે જણાવી રહ્યા હતા પત્રકાર, ત્યારે જ ધસી આવ્યું વિશાળ મોજું

આ ઘટના સ્પેનના બાસ્ક પ્રદેશના ઓન્ડારોઆ શહેરમાં બની હતી. પત્રકાર સર્જિયો ઓવેખેરો એક ટેલિવિઝન કાર્યક્રમ માટે દરિયાકિનારેથી લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા. તેઓ જણાવી રહ્યા હતા કે દરિયામાં મોજાંની તીવ્રતા વધી રહી છે અને કિનારે હાજર લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

આ દરમિયાન દરિયાનું એક વિશાળ મોજું કિનારા પર બનેલી સુરક્ષા દીવાલને પાર કરીને તેમની નજીક આવી પહોંચ્યું હતું. મોજાની તીવ્રતા એટલી વધારે હતી કે પત્રકાર સર્જિયો અને તેમની સાથે રહેલાં કેમેરાવુમન રાકેલ પોતાને સંભાળી શક્યાં નહીં અને બંને નીચે પડી ગયાં હતાં.

અકસ્માતને કારણે થોડી વાર માટે લાઇવ પ્રસારણ બંધ થયું

આ ઘટના દરમિયાન ટેલિવિઝન પ્રસારણનું સિગ્નલ થોડા સમય માટે બંધ થઈ ગયું હતું. સ્ટુડિયોમાં હાજર ઍન્કર ઓદેઈ એસ્નાઓલા આ દૃશ્ય જોઈને ચિંતિત થયા હતા. તેમને પોતાના સાથીઓની સુરક્ષાની ચિંતા થવા લાગી હતી. બંને સુરક્ષિત હોવાની માહિતી મળે ત્યાં સુધી તેમણે રાહ જોઈ હતી. આ ઘટનાનો વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે દરિયાનું એક શક્તિશાળી મોજું રિપોર્ટિંગ કરી રહેલી ટીમ સુધી પહોંચી જાય છે. ઘટના બાદ ચેનલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે સર્જિયો અને રાકેલ બંને સુરક્ષિત છે અને તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

વીડિયો જોઈને લોકોએ આપી વિવિધ પ્રતિક્રિયાઓ

આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી. કેટલાક લોકોએ પત્રકાર અને કેમેરાવુમનની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે અન્ય લોકોએ બંને સુરક્ષિત હોવાની જાણકારી મળતાં રાહત અનુભવી હતી. ઘણા લોકોએ કહ્યું હતું કે દરિયાકિનારે હવામાનની સ્થિતિ અંગે રિપોર્ટિંગ કરતી વખતે સુરક્ષિત અંતર જાળવવું ખૂબ જ જરૂરી છે.

કેટલાક લોકોએ સ્ટુડિયોમાં હાજર ઍન્કરના ચહેરા પર દેખાતી ચિંતા તરફ પણ ધ્યાન દોર્યું હતું. આ ઘટનાએ ફરી એક વાર સાબિત કર્યું છે કે ખરાબ હવામાન અને દરિયાનાં તીવ્ર મોજાં વચ્ચે રિપોર્ટિંગ કરવું કેટલું જોખમી બની શકે છે. આ વિડિયો સોશિયલ મિડિયાના X પ્લેટફોર્મ પર @MarioNawfal દ્વારા શેર કરવામાં આવ્યો છે.

જુઓ Video

આ પણ વાંચો, Trending Video : દારૂના નશામાં ટલ્લી થઈને ખુરશી પર ઊંધા પડ્યા ખાખી વર્દીધારી ! વાયરલ વીડિયો જોઈને લોકો બોલ્યા, આ કાયદો સંભાળશે ?

Follow Us
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
g clip-path="url(#clip0_868_265)">