AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાહુલ ગાંધીની લિગલ ટીમે ફાઈલ કરી અરજી, માનહાનિ કેસમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી ફાઈલ

Surat: રાહુલ ગાંધી સામે થયેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની લીગલ ટીમે સુરત સેશન્સ કોર્ટમાં અરજી ફાઈલ કરી છે. સુરતની નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી તેમણે સેશન્સ કોર્ટમં ફાઈલ કરી છે.

Breaking News: રાહુલ ગાંધીની લિગલ ટીમે ફાઈલ કરી અરજી, માનહાનિ કેસમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી ફાઈલ
Narendra Rathod
| Edited By: | Updated on: Apr 03, 2023 | 4:13 PM
Share

મોદી સરનેમને લઈને રાહુલ ગાંધી સામે થયેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધી સુરત આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધીની લીગલ ટીમે સુરતની નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી સેશન્સ કોર્ટમાં ફાઈલ કરી છે. જો કે સહુ કોઈની નજર હવે સેશન્સ કોર્ટના નિર્ણય પર રહેલી છે. સેશન્સ કોર્ટમાં આજે નિર્ણય આવશે કે કેમ તેને લઈને પણ અટકળો છે. જો  ફરિયાદી પક્ષ કોર્ટમાં હાજર નહીં રહે તો આજે ચુકાદો આવવાની શક્યતા ઓછી છે.

રાહુલ ગાંધી સામે મોદી સરનેમને લઈને થયેલા માનહાનિ કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15000નો દંડ કર્યો છે. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ રદ્દ થઈ છે. ત્યારે સુરત કોર્ટના આ નિર્ણય બાદ આજે રાહુલ ગાંધી 11 દિવસ બાદ સુરત સેશન્સ કોર્ટમાં અપીલમાં જવા માટે આવી રહ્યા છે. જો કે આ કેસમાં આજે જ નિર્ણય આવવાની શક્યતા ઘણી ઓછી છે. હજુ વધુ એક મુદ્દત પડે તેની પ્રબળ શક્યતા છે. જો ફરિયાદી પક્ષ આજે કોર્ટમાં હાજર ન રહે તો આ કેસમાં આજે નિર્ણય આવવાની શક્યતા નહિવત છે. જો કે ફરિયાદી પક્ષ હાજર રહે તેવી પણ શક્યતા ઘણી ઓછી છે.

સમગ્ર ઘટનાક્રમ પર એક નજર

13 એપ્રિલ 2019

રાહુલ ગાંધીએ મોદી અટક પર નિવેદન આપ્યું

15 એપ્રિલ 2019

પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી

7 જૂન 2019

રાહુલ ગાંધીને સમન્સ મોકલાયું

16 જુલાઇ 2019

પહેલી વખત કોર્ટમાં રાહુલ ગાંધી હાજર થયા

29 ઓક્ટોબર 2021

બીજી વખત રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા

23 માર્ચ 2023

માનહાનિ કેસમાં ચુકાદો

શું હતો સમગ્ર કેસ ?

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં તેમણે દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. એ સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યા હતા. જેમાં નીરવ મોદી અને લલિત મોદીનાં નામ પણ બહાર આવ્યા હતા. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક ‘મોદી’ જ કેમ હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં ‘મોદી’ અટક ધરાવતા સમાજમાં રોષ વ્યાપ્યો હતો.

આ પણ વાંચો: Gujarati video : રાહુલના સમર્થનમાં સુરતમાં કાર્યકરોએ કર્યા દેખાવ, કોંગ્રેસના આગેવાનોને કરાયા નજરકેદ, ભરૂચથી આવી રહેલા કાર્યકરોની અટકાયત કરી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
g clip-path="url(#clip0_868_265)">