AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati video : રાહુલના સમર્થનમાં સુરતમાં કાર્યકરોએ કર્યા દેખાવ, કોંગ્રેસના આગેવાનોને કરાયા નજરકેદ, ભરૂચથી આવી રહેલા કાર્યકરોની અટકાયત કરી

Gujarati video : રાહુલના સમર્થનમાં સુરતમાં કાર્યકરોએ કર્યા દેખાવ, કોંગ્રેસના આગેવાનોને કરાયા નજરકેદ, ભરૂચથી આવી રહેલા કાર્યકરોની અટકાયત કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 2:38 PM
Share

Surat News : રાહુલ ગાંધીને પોતાનું સાંસદ પદ ગુમાવવાનો વખત આવ્યો છે. જો કે હવે 11 દિવસ બાદ રાહુલ ગાંધી અરજી કરવા માટે આવ્યા છે. સુરત કોર્ટના ચુકાદા સામે સુરત સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધી અરજી કરશે.

જાહેર મંચ પર એક સમાજ માટે આપેલા નિવેદને રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધારી દીધી છે. રાહુલ ગાંધીને પોતાનું સાંસદ પદ ગુમાવવાનો વખત પણ આવ્યો છે. જો કે હવે 11 દિવસ બાદ રાહુલ ગાંધી અરજી કરવા માટે આવ્યા છે. સુરત કોર્ટના ચુકાદા સામે સુરત સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધી અરજી કરશે. રાહુલ ગાંધીના આગમન પહેલા સુરત કોંગ્રેસના કાર્યકરો સમર્થનમાં ભેગા થવા લાગ્યા તો પોલીસે પણ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો-રાહુલ અને પ્રિયંકા ગાંધી દિલ્હીથી સુરત આવવા થયા રવાના, જુઓ પ્લેનની અંદરનો Video

રાહુલ ગાંધીના સમર્થનમાં જઈ રહેલા કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. દહેજ બાયપાસ રોડ ઉપર કોંગી કાર્યકરોને પોલીસે અટકાવ્યા છે. તો સુરત જિલ્લા કોંગ્રેસના અનેક આગેવાનોને નજર કેદ કરાયા છે. સોનગઢ માંડલ ટોલનાકા નજીક કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે. બીજી તરફ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

તો મુંબઈ કોંગ્રેસ સેવાદળના કાર્યકર્તાઓ પણ સુરત પહોંચ્યા છે. રાહુલ ગાંધીના સમર્થનમાં એકત્ર થયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા છે. તો ભરૂચથી આવી રહેલા કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી છે.

કોંગ્રેસ કાર્યકરો કરી રહ્યા હતા સૂત્રોચ્ચાર

કોર્ટ પરિસરમાં ગુજરતા બહારથી કોંગ્રેસ કર્યર્ક્તાઓ આવ્યા હતા જે બાદ કાર્યકર્તાઓ વિરોધી નારા લગાવી રહ્યા હતા. મહત્વનું છે કે આ વિરોધ પ્રદર્શનને લઇ તાત્કાલિક પોલીસ પ્રશાસન એકશનમાં આવ્યું અને વિરોધ કરનાર લોકોની અટકાયત કરવામાં આવી. પોલીસ કાર્યવાહી દરમ્યાન સ્થળ પર હાજર લોકોમાં ભાગદોળ મચી હતી. કોઈ અનિચ્છનીય ઘટના નહી બને તેને માટે પોલીસ પહેલેથી જ તૈયાર હતી. જેની કાર્યવાહીમાં પોલીસ દ્વારા તૈયાર રખાયેલ બસમાં વિરોધ કરનારા લોકોને ભરી અન્ય સ્થળે લઇ જવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">