Breaking News: Surat: માનહાનિ કેસમાં રાહુલ ગાંધી આવ્યા સુરત, સેશન્સ કોર્ટ પહોંચ્યા રાહુલ ગાંધી
Surat: રાહુલ ગાંધી સામે થયેલા માહહાનિ કેસમાં રાહુલ ગાંધી સુરત આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધી ઍરપોર્ટથી સીધા જ સેશન્સ કોર્ટ પહોંચ્યા છે.. રાહુલ ગાંધી માનહાનિ કેસમાં થયેલી બે વર્ષની સજાને પડકારતી અરજી રાહુલ ગાંધીની લીગલ ટીમે ફાઈલ કરી છે.
માનહાનિ કેસમાં થયેલી સજામાં અપીલ માટે રાહુલ ગાંધી સુરત આવી પહોંચ્યા છે. ઍરપોર્ટથી સીધા જ તેઓ સુરત સેશન્સ કોર્ટ પહોંચ્યા છે. રાહુલ ગાંધી કોર્ટ પહોંચે એ પહેલા તેમની લીગલ ટીમે કોર્ટમાં સજાને પડકારતી અપીલ ફાઈલ કરી હતી. રાહુલ ગાંધી સામે થયેલા માનહાનિ કેસમાં સુરતની નીચલી કોર્ટે તેમને બે વર્ષની સજા અને 15000નો દંડ કરેલો છે. આ સજા બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ રદ્ થઈ છે. આ કેસમાં રાહુલ ગાંધી સેશન્સ કોર્ટમાં અપીલ કરવાના છે.
#WATCH | Gujarat: Congress leader Rahul Gandhi, accompanied by senior Congress leaders and CMs arrives in Surat. pic.twitter.com/jNbFe1KF8u
— ANI (@ANI) April 3, 2023
શું થઈ શકે કોર્ટમાં ?
- કાયદાકીય જોગવાઈ મુજબ રાહુલ ગાંધીને મળી શકે છે જામીન
- જામીનના ઇન્કારના કિસ્સામાં કોર્ટ પર્સનલ બોન્ડ પર આપી શકે જામીન
- રાહુલની જ્યુડિશિયલ કસ્ટડીની વાતો પોકળ સાબિત થાય તેવી શક્યતા
રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, જગદીશ ઠાકોર, રઘુ શર્મા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ પણ સેશન્સ કોર્ટ પહોંચ્યા છે.
સમગ્ર ઘટનાક્રમ પર એક નજર
13 એપ્રિલ 2019
રાહુલ ગાંધીએ મોદી અટક પર નિવેદન આપ્યું
15 એપ્રિલ 2019
પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી
7 જૂન 2019
રાહુલ ગાંધીને સમન્સ મોકલાયું
16 જુલાઇ 2019
પહેલી વખત કોર્ટમાં રાહુલ ગાંધી હાજર થયા
29 ઓક્ટોબર 2021
બીજી વખત રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા
23 માર્ચ 2023
માનહાનિ કેસમાં ચુકાદો
શું હતો સમગ્ર કેસ ?
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં તેમણે દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. એ સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યા હતા. જેમાં નીરવ મોદી અને લલિત મોદીનાં નામ પણ બહાર આવ્યા હતા. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક ‘મોદી’ જ કેમ હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં ‘મોદી’ અટક ધરાવતા સમાજમાં રોષ વ્યાપ્યો હતો.
આ પણ વાંચો: Surat: માનહાનિ કેસની સજા સામે અપીલમાં આજે નિર્ણયની શક્યતા ઓછી, મુદ્દત પડવાની શક્યતા વધુ, જાણો શુ થઈ શકે છે ?
સુરતના તત્કાલિન ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા માનહાનિનો કેસ કરાયો
સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો. છેલ્લે ઓક્ટોબર 2021માં રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…