AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં B-Tech ના વિદ્યાર્થીએ બનાવી 1 પૈડાં વાળી અદભૂત બાઇક, પેટ્રોલ વગર ફક્ત 1 રૂપિયામાં 40 KM ચાલશે, જુઓ Video

સુરતના એક B-Tech વિદ્યાર્થીએ અનોખી એક પૈડાવાળી ઇલેક્ટ્રિક બાઇક બનાવી છે. આ સ્વ-સંતુલિત વાહન બેટરીથી ચાલે છે, જે પ્રદૂષણમુક્ત પરિવહનનો વિકલ્પ પૂરો પાડે છે.

સુરતમાં B-Tech ના વિદ્યાર્થીએ બનાવી 1 પૈડાં વાળી અદભૂત બાઇક, પેટ્રોલ વગર ફક્ત 1 રૂપિયામાં 40 KM ચાલશે, જુઓ Video
| Updated on: Jan 29, 2026 | 8:43 PM
Share

સામાન્ય રીતે આપણે બે પૈડા, ત્રણ પૈડા કે ચાર પૈડાવાળા વાહનો જ જોયા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ પૈડાવાળી ગાડી પણ રસ્તા પર સરળતાથી ચાલી શકે? સુરતમાં અમને એવો જ એક અનોખો દૃશ્ય જોવા મળ્યો, જ્યાં એક યુવાન પોતાની બનાવેલી એક પૈડાવાળી બાઇકને ખૂબ જ સરળતાથી રસ્તા પર દોડાવી રહ્યો હતો.

એક બટન દબાવતા જ બાઇક આપોઆપ બેલેન્સ થઈ જાય છે

આ બાઇકની ખાસિયત એ છે કે તેમાં બેસ્યા પછી માત્ર એક બટન ઓન કરતાં જ બાઇક સંપૂર્ણ રીતે બેલેન્સ થઈ જાય છે. ન તો તે આગળ જાય છે, ન તો પાછળ—સંપૂર્ણ સ્થિર સ્થિતિમાં રહે છે. જ્યારે રાઇડર ચલાવવાનું શરૂ કરે ત્યારે જ બાઇક ચાલે છે. એવું નથી કે બેસતાં જ બાઇક પોતાની જાતે દોડવા લાગી જાય.

ન ચેન, ન એન્જિન… તો પણ બાઇક ચાલે છે!

આ બાઇકમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તેમાં બહારથી કોઈ એન્જિન, ચેન કે ગિયર સિસ્ટમ નજરે પડતી નથી. તેમ છતાં, બાઇક સરળતાથી ચાલે છે. કારણ કે આ બાઇકમાં વ્હીલની અંદર જ હબ મોટર લગાવવામાં આવી છે, એટલે મોટર સીધી પૈડાની વચ્ચે ફિટ કરેલી છે. આ કારણે બાઇકનું ડિઝાઇન પણ ખૂબ જ સરળ અને આકર્ષક લાગે છે.

Video : Principle Of News

પેટ્રોલ નહીં, ડીઝલ નહીં — સંપૂર્ણ બેટરીથી ચાલતી બાઇક

આ એક પૈડાવાળી બાઇક સંપૂર્ણપણે બેટરીથી ચાલે છે. તેમાં પેટ્રોલ કે ડીઝલની જરૂર નથી. શરૂઆતમાં પેટ્રોલ પર કામ કરવાનો વિચાર હતો, પરંતુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને બેટરી આધારિત સિસ્ટમ પસંદ કરવામાં આવી. આ બાઇકમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે વધુ રેન્જ આપે છે અને પર્યાવરણ માટે પણ અનુકૂળ છે.

ત્રણ મહિના મહેનત અને અનેક પડકારો પછી તૈયાર થયેલી બાઇક

આ અનોખી બાઇક તૈયાર કરવામાં લગભગ ત્રણ મહિનાનો સમય લાગ્યો. સૌથી મોટો પડકાર હતો બેલેન્સિંગ. કારણ કે એક જ પૈડાં પર આખી બાઇકને બેલેન્સ કરવી સહેલી બાબત નથી. આ માટે બાઇકની આખી ફ્રેમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી કે તેનું સેન્ટર ઓફ ગ્રેવિટી (CG) એકદમ કેન્દ્રમાં રહે.

સ્માર્ટ કંટ્રોલરથી ઓટો-બેલેન્સ સિસ્ટમ

બાઇકમાં ખાસ કંટ્રોલર લગાવવામાં આવ્યો છે, જે બાઇકના આખા વજનને કેન્દ્રમાં બેલેન્સ કરીને રાખે છે. પરિણામે, બાઇક ચાલુ કરતાં જ તે આપોઆપ સંતુલિત થઈ જાય છે. ટેસ્ટિંગ દરમિયાન અનેક વખત પડવાનું પણ બન્યું, ઇજાઓ પણ થઈ, પરંતુ સતત સુધારા અને મહેનત બાદ હવે આ બાઇક સંપૂર્ણ રીતે સ્થિર અને સુરક્ષિત બની ગઈ છે.

શું સામાન્ય લોકો આ બાઇક ચલાવી શકે?

આ બાઇક કોઈપણ વ્યક્તિ ચલાવી શકે છે. જેમ પહેલીવાર આપણે બે પૈડાવાળી બાઇક શીખતા સમયે થોડો સમય લાગે છે, તેમ આ બાઇક માટે પણ થોડું પ્રેક્ટિસ જરૂરી છે. એક-બે દિવસનો સમય આપશો તો સામાન્ય માણસ પણ સરળતાથી આ એક પૈડાવાળી બાઇક ચલાવી શકે છે.

વેસ્ટ મટીરિયલમાંથી બનાવેલી યુનિક શોધ

આ બાઇક બનાવતી વખતે શક્ય તેટલું જૂનું અથવા વેસ્ટ મટીરિયલ ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જરૂરી નથી કે દરેક ભાગ નવો જ હોય—જૂની વસ્તુઓને નવા વિચાર સાથે ઉપયોગમાં લઈને તેને એક યુનિક પ્રોજેક્ટમાં ફેરવવામાં આવ્યો છે.

ટ્રાફિકમાં પણ સરળ હલનચલન

આ બાઇકની એક વધુ ખાસિયત એ છે કે તે પોતાની જગ્યાએ જ ફરી શકે છે. ટ્રાફિકમાં આગળ-પાછળ કર્યા વિના, સરળતાથી ટર્ન લઈ શકાય છે અને નાની જગ્યામાંથી પણ બહાર નીકળી શકાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.  

કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">