AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : દર્દી નારાયણની સેવા સાથે પરિવારની જવાબદારી સંભાળતા સ્મીમેર હોસ્પિટલના બે કોરોના વોરીયર્સ દંપતી

સ્મીમેર હોસ્પિટલ (smimer hospital)માં કોરોના વોરિયર આશિષ ટંડેલ (Ashish Tandel) અને મયુર પટેલ (Mayur Patel) સેવારત છે. તેમની પત્નીઓ પણ સ્મીમેરમાં સારવાર આપી આપી છે.

Surat : દર્દી નારાયણની સેવા સાથે પરિવારની જવાબદારી સંભાળતા સ્મીમેર હોસ્પિટલના બે કોરોના વોરીયર્સ દંપતી
Corona Warriors couples of smimer hospital
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 12, 2021 | 10:41 PM
Share

Surat : રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ બાદ એક સમયે સુરતમાં સૌથી વધુ કોરોનાના નવા કેસો સામે આવી રહ્યાં હતા. એટલું જ નહી, ઘણા દિવસો તો એવ પણ છે જયારે અમદાવાદ કરતા સુરતમાં કોરોનાના નવા કેસોની સંખ્યા વધુ નોંધાઈ હતી.  સુરતમાં કોરોનાના કહેર સામે કોરોના વોરીયર્સ એવા ડોકટરોએ તનતોડ મહેનત કરીને અનેક દર્દીઓને બચાવ્યા છે. અહી આપણે સ્મીમેર હોસ્પિટલ (smimer hospital) ના એવા બે કોરોના વોરીયર્સ દંપતી (Corona Warriors couples) ની વાત કરવાના છીએ જે દર્દી નારાયણની સેવા સાથે પરિવારની જવાબદારી પણ સંભાળી રહ્યા છે.

સ્મીમેર હોસ્પિટલની ICN ટીમ સુરત શહેરમાં જ્યારે કોરોના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો હતો ત્યારે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટના માર્ગદર્શન હેઠળ 2020માં જ ઇન્ફેક્શન કંટ્રોલ નર્સિસ (ICN) નામની એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમમાં આસિસ્ટન્ટ મયુર પટેલ, નિમિષા પરમાર, મિત્તલ શાસ્ત્રી અને ઝંખના ખત્રી ઓપીડી તથા આઈપીડી વિભાગને જોડતા સેતુ બન્યા છે.

સેવામાં તત્પર સ્મીમેર હોસ્પિટલ (smimer hospital) ની આ ICN ટીમ દાખલ થયેલા કોરોના દર્દીને યોગ્ય સારવાર મળે એ માટે ટીમવર્કની ભાવના સાથે સતત જવાબદારી નિભાવી રહી છે. દર્દી હોસ્પિટલમાં આવે કે તરત જ સ્ટ્રેચર પરથી બેડ સુધી લઈ જવા અને સાજા થઈને ઘરે જાય ત્યાં સુધીની સારવાર આ ટીમના સભ્યો કરી રહ્યા છે.

સ્મીમેર હોસ્પિટલના બે કોરોના વોરીયર્સ દંપતી કોરોના વોરિયર આશિષ ટંડેલ (Ashish Tandel) અને મયુર પટેલ (Mayur Patel) સેવારત છે. તેમની પત્નીઓ પણ સ્મીમેરમાં સારવાર આપી આપી છે. દર્દીઓની સેવામાં સજોડે ફરજ નિભાવતા આ પટેલ અને ટંડેલ દંપતી (Corona Warriors couples) એ પરિવારની જવાબદારી સાથે ફરજને પ્રાધાન્ય આપ્યું છે.

આઇસીએન ટીમના હીરો આશિષ ટંડેલ અને તેમના સ્ટાફ નર્સ પત્ની જિજ્ઞાસાબેન સ્મિમેરમાં સેવા આપી રહ્યા છે. પોતાના ત્રણ અને નવ વર્ષના બે બાળકોને ઘરે મૂકીને તેઓ દિવસ-રાત દર્દીઓની સેવા કરી રહ્યા છે.પોતાની ફરજ અને બાળકો પ્રત્યેની જવાબદારી પણ નિભાવે છે.

આશિષ ટંડેલ અને તેમના સ્ટાફ નર્સ પત્ની જિજ્ઞાસાબેન કહે છે, “ક્યારેક એમ થાય કે અમને પણ આરામની જરૂર છે. હાલ લોકોના આરોગ્યની જવાબદારી અમારા શિરે છે, જેથી જ્યારે દેશ કોરોનાથી મુક્ત થશે, ત્યારે ઘર પરિવાર સાથે આનંદની ક્ષણો વીતાવીશું”

કોરોના વાયરસની બીજી લહેરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે થોડો હાશકારો જરૂર થયો છે. પરંતુ હજી પણ બેદરકાર રહીશું તો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ મળશે. જેથી ફરીવાર આવી સ્થિતિનું નિર્માણ થાય એનું પણ આપણે સૌએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

આ પણ વાંચો : Gujarat Corona Update : રાજ્યમાં કોવીડ-19ના નવા 490 કેસ, 6 મૃત્યુ, રાજ્યમાં 2 કરોડ લોકોનું રસીકરણ પૂર્ણ થયું 

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">