AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Corona Update : રાજ્યમાં કોવીડ-19ના નવા 490 કેસ, 6 મૃત્યુ, રાજ્યમાં 2 કરોડ લોકોનું રસીકરણ પૂર્ણ થયું

Gujarat Corona Update : રાજ્યમાં આજે 12 જૂને સૌથી વધુ 2,94,583 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,00,30,392 (બે કરોડથી વધુ) લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોવીડ-19ના નવા 490 કેસ, 6 મૃત્યુ, રાજ્યમાં 2 કરોડ લોકોનું રસીકરણ પૂર્ણ થયું
રચનાત્મક તસ્વીર
| Updated on: Jun 12, 2021 | 9:29 PM
Share

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ રસીકરણ અભિયાન પણ પુરજોશમાં શરૂ છે. રાજ્યમાં આજે 12 જૂનના રોજ કોરોનાના 490 નવા કેસ નોંધાયા છે. આ સાથે 1278 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં રસીકરણ અભિયાનમાં આજે પહેલીવાર 2.94 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ આજે રાજ્યના રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં 2,00,30,392 (બે કરોડથી વધુ) લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

490 નવા કેસ, 6 મૃત્યુ રાજ્યમાં આજે 12 જૂનના રોજ કોરોનાના નવા 490 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 6 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,19,866 થઇ છે અને મૃત્યુઆંક 9991 થયો છે.

આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 2, જામનગર શહેરમાં 1, જુનાગઢ જિલ્લામાં 1, ભરૂચ જિલ્લામાં 1, અને અરવલ્લી જિલ્લામાં કોરોનાના કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

સુરતમાં 74, અમદાવાદમાં 62 નવા કેસ રાજ્યમાં આજે 12 જૂનના રોજ સુરત શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો સુરતમાં 74 ,અમદાવાદમાં 62, વડોદરામાં 44, રાજકોટમાં 16, જામનગરમાં 12, ગાંધીનગરમાં 6 તેમજ જુનાગઢ અને ભાવનગર કોરોનાના 4-4 નવા કેસ નોધાયા છે. (Gujarat Corona Update)

1278 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 12 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 1278 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,99,012 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.46 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 10,863 થયા છે, જેમાં 272 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 10,591 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

પહેલીવાર 2.94 લાખથી વધુ લોકોનું રસીકરણ રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે પહેલીવાર 2.86 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે 12 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં 2,94,583 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,00,30,392 (બે કરોડથી વધુ) લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ સફળતાપૂર્વકની કામગીરી માટે આરોગ્ય વિભાગના સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે. રાજ્યમાં આજના દિવસે થયેલા રસીકરણની વિગત જોઈએ તો

1) 1659 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 3445 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 44,302 લોકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 29,953 લોકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 2,09,171 લોકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 11,053 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

આ પણ વાંચો : SAD BSP Alliance : પંજાબમાં અકાલીદળ અને બહુજન સમાજવાદી પાર્ટી વચ્ચે થયું ગઠબંધન, બેઠકોની વહેંચણી પણ કરી લીધી

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">