Surat Accident : ONGC બ્રિજ પર વધુ એક અકસ્માત, ટેન્કર પલટતા ડ્રાઈવર ઈજાગ્રસ્ત
સુરત શહેર અને જિલ્લામાં ગમખ્વાર અકસ્માતના બનાવો ભૂતકાળમાં બન્યા છે. ત્યારે આજે આવી જ એક વધુ ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના ઓએનજીસી બ્રિજ પર એક ટેન્કર પલટી મારી ગયું હોવાની ઘટના સામે આવી છે.

Surat Accident : સુરત શહેરમાં છાશવારે અકસ્માતના (Accident) બનાવો સામે આવતા રહે છે ત્યારે સુરતમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી હતી. ઓએનજીસી બ્રિજ પર એક ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર પલટતા ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી. તેથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Surat : કોલસા ભરેલું જહાજ ONGC બ્રિજ સાથે ટકરાયું, મોટી દુર્ધટના ટળી, જુઓ Video
ઓએનજીસી બ્રિજ પર એક ટેન્કર પલટ્યું
સુરત શહેર અને જિલ્લામાં ગમખ્વાર અકસ્માતના બનાવો ભૂતકાળમાં બન્યા છે. આ ઉપરાંત ફૂલ સ્પીડે જતા વાહનો પલટી મારી જવાની ઘટનાઓ પણ અગાઉ બની છે ત્યારે આજે આવી જ એક વધુ ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના ઓએનજીસી બ્રિજ પર એક ટેન્કર પલટી મારી ગયું હોવાની ઘટના સામે આવી છે.
રાત્રીના સમયે સર્જાયો અકસ્માત, ડ્રાઈવર ઈજાગ્રસ્ત
ઓએનજીસી બ્રિજ પરથી રાત્રીના સમયે એક ટેન્કર પસાર થઇ રહ્યું હતું. આ દરમ્યાન ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી જતા બ્રિજની રેલીંગ પણ તૂટી ગઈ હતી. બીજી તરફ આ ઘટનામાં ડ્રાઈવરને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ અકસ્માતની જાણ થતા તંત્ર દ્વારા ટેન્કર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઓએનજીસી બ્રિજ નીચે કોલસા ભરેલું જહાજ અથડાયું હતું
આ ઉપરાંત ઓએનજીસી બ્રિજ નીચે કોલસા ભરેલું જહાજ અથડાવાની ઘટના સામે આવી હતી. સુરતના હજીરા અને ઓએનજીસી ખાતે જહાજો આવતા હોય છે, ત્યારે અનેક વાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં કોલસા ભરેલું ટેન્કર ઓનજીસી બ્રિજ નીચે ટકરાયું હતું. જોકે, આ ઘટનામાં બ્રિજને કોઈ નુકશઆન પહોંચ્યું નહોતું અને મોટી જાનહાનિ ટળી હતી.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો