સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવાન બન્યો હિટ એન્ડ રનનો ભોગ, મૃતક યુવકના 12 જૂને હતા લગ્ન

યુવાન સુરતના કાપોદ્રા વિસ્તારના ગણેશનગર બીઆરટીએસ રૂટમાં એક કાર બેફામ દોડી રહી હતી. ત્યારે રસ્તા પર જતાં બે રત્નકલાકારોને અડફેટે લીધા હતા. જેમાં એક યુવક હવામાં ફંગોળાઈ નીચે પટકાતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવાન બન્યો હિટ એન્ડ રનનો ભોગ, મૃતક યુવકના 12 જૂને હતા લગ્ન
A young man was killed in a hit and run in Kapodra area of Surat
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 12, 2022 | 6:07 PM

સુરતના (SURAT) કાપોદ્રા વિસ્તારમાં ગણેશનગર કોલોનીમાં બીઆરટીએસ રૂટ પર બેફામ દોડતી કારે યુવકને અડફેટે લેતા હવામા ફંગોળાઈ નીચે પડતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના અંગે કાપોદ્રા પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ તો સુરતમાં બસ અને BRTS માં અકસ્માતની (Accident) ઘટના સતત સામે આવી હોય છે. ખાનગી વાહનો ગમે તેમ કરીને ચલાવતા હોય છે. આ યુવાનનું મોત થયું ત્યારે 12 જૂનના લગ્ન હોવાથી ખરીદી કરવા નીકળ્યો હતો.

યુવાન સુરતના કાપોદ્રા વિસ્તારના ગણેશનગર બીઆરટીએસ રૂટમાં એક કાર બેફામ દોડી રહી હતી. ત્યારે રસ્તા પર જતાં બે રત્નકલાકારોને અડફેટે લીધા હતા. જેમાં એક યુવક હવામાં ફંગોળાઈ નીચે પટકાતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક મિત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. મૃતક યુવક રત્નકલાકાર હતો અને તે બિહારનો નિવાસી હતો. રાહુલ ગોસ્વામી અને સૂરજગિરી બંને મિત્રો જઈ રહયા હતા. તે દરમ્યાન ઘટના બની હતી. જેમાં રાહુલગિરીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. મૃતક રાહુલના જૂન મહિનાની 12 તારીખે લગ્ન હતા. અને રાહુલ બિહાર જવાનો હતો. જોકે તે દરમ્યાન આ ઘટના બનતા પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો. લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાયો હતો.

મહત્વની વાત એ છે સુરત શહેરમાં કાર ચાલકો બેફામ બન્યા છે. છેલ્લા એક સપ્તાહમાં પાંચથી વધુ અકસ્માત બન્યા છે. જેમાં અત્યાર સુધીમાં 2 ના મોત થયા છે. ત્યારે સુરત પોલીસ આ મામલે ગંભીરતા દાખવીને બેકાર બનેલ કારચાલકો સામે લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે. સુરત પાલિકા દ્વારા BRTS રૂટમાં ખાનગી વાહનો પસાર થતા હોય છે. જેથી અકસ્માત થાય સાથે લોકોની પણ બેદરકારી હોય છે કે લોકો BRTS રૂટ પરથી રોડ ક્રોસ કરતા હોય છે. જે બાબતે પાલિકા દ્વારા કાર્યવાહી કરવી જરૂરી છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

આ પણ વાંચો : Surat : પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમ્યાન આકર્ષણનું કેન્દ્ર બનેલી “ટોપી” સુરતમાં તૈયાર કરાઈ છે, ડિઝાઇનરનું નામ જાણશો તો ચોંકી જશો

આ પણ વાંચો : પોલીસ સ્ટેશનોને 100 ટકા કોમ્પ્યુટરાઇઝેશન કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું : અમિત શાહ

Latest News Updates

બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">