Surat: ST ની Volvo બસમાં દંપતિ 7 લાખના દાગિના ભરેલ બેગ ભૂલી ગયુ, મહિલા કંડકટરે સજાગતા અને પ્રામાણિકતા બતાવી
Surat: સુરત થી નહેરુનગર જતી વોલ્વો બસમાં સુરત થી અંકલેશ્વર મુસાફરી કરનાર દંપતિ કિંમતી દાગીના અને લેપટોપ સાથેની બેગ બસમાં ભૂલી ગયુ હતુ. બસના કન્ડક્ટર આરઆર ડામોરે બેગ જમાં કરાવી હતી.
સ્વાર્થી દુનિયામાં ઈમાનદારી ભૂલાઈ ગઈ છે, પરંતુ આમ છતાં પણ અનેક વાર પ્રામાણિકતાના ઉદાહરણ સાંભળવા અને જોવા મળે છે. ઈમાનદારી ભૂલી જવાની સાંભળવા મળતી વાતો વચ્ચે સુરત માં એક દિલને સ્પર્શી લેનારુ ઉદાહરણ સામે આવ્યુ છે. એક દંપતી ST બસમાં મુસાફરી દરમિયાન લેપટોપ અને દાગીના ભરેલ બેગને ભૂલ ગયુ હતુ. પરંતુ મહિલા કંડક્ટરે આ દંપતિની નિરાશાઓને દૂર કરી દીધી હતી. મહિલા કંડક્ટરે બેગમાં રહેલા 7 લાખ રુપિયાના કિંમતી સામાનને સંભાળ પૂર્વક તેના મૂળ માલિક દંપતિ સુધી પરત પહોંચાડ્યો હતો. મહિલા કંડકટરી ઈમાનદારી ઉદાહરણ રુપ બની છે.
બસમાં મુસાફરી કરનારા દંપતિ સુરતથી અંકલેશ્વર જવા દરમિયાન બેગને બસમાં જ ભૂલીને ઉતરી ગયા હતા. પરંતુ જેની પર નજર બસના મહિલા કંડક્ટર આરઆર ડામોરની પડી હતી. તેઓએ બેગને સલામત રહે એ રીતે પોતાની પાસે રાખી લીધી હતી અને બાદમાં સુરત બસ સ્ટેશન ખાતે તેને જમા કરાવી દીધી હતી. બેગમાં રહેલો તમામ સામન પણ મહિલા કંડક્ટરે સુરક્ષિત રીતે સંભાળીને રાખીને ઉત્તમ ઉદાહરણ પ્રામાણિક્તાનુ પુરુ પાડ્યુ હતુ.
બેગને સલામત સાચવીને જમા કરાવી
સૂરત વિભાગના મધ્યસ્થ બસ સ્ટેશન ખાતે પહોંચીને મહિલા કંડક્ટરે આર આર ડામોરે સ્ટેશન ઈન્ચાર્જ મોહમ્મદ ભાઈને જમા કરાવ્યુ હતુ. સુરત થી નહેરુનગર જતી વોલ્વો બસમાં સુરત થી અંકલેશ્વર મુસાફરી કરનાર દંપતિ દાગીના અને લેપટોપ સાથેની બેગ બસમાં ભૂલી ગયુ હતુ. બસના કન્ડક્ટર આરઆર ડામોરે બેગ જમાં કરાવી દેતા બાદમાં મૂળ માલિક પ્રવીણ કુમાર ઓટી પોતાની બેગ લેવા સ્ટેન્ડ પર આવતા સ્ટેન્ડ ઇન્ચાર્જ મોહમ્મદભાઈ એ તેમની જરુરી ઓળખવિધિ પૂર્ણ કરી પરત સોંપી હતી.
બેગ તપાસતા એમાંથી સોનાના ઘરેણા અંદાજિત રૂપિયા છ થી સાત લાખ રૂપિયાની કિંમતના અને એક લેપટોપ જેની આશરે કિંમત ત્રીસ હજાર જેટલી હતી. આમ કુલ બંને મળી રૂપિયા સાડા સાત લાખ રૂપિયાની મત્તા મૂળ માલિક ને પરત કરી હતી. આમ નિગમની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લગાવવા બદલ બસના કન્ડક્ટર આર આર ડામોર, મોહમ્મદ ભાઈ અને એમની ટીમ ને મૂળ માલિક અને પેસેન્જર તેમજ અધિકારીઓ દ્વારા સરાહના કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Surat: સુરતમાં હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે 8 હજાર દિવડાની આરતી કરાઈ, 70 હજાર લોકોએ ફ્લેશ લાઈટ કરી, જુઓ Photo
સામાન્ય રીતે બસમાં ખિસ્સા કાતરુઓ અને અન્ય ચોર ઈસમોની ચોક્કસ મુસાફરો પર રહેતી હોવાના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. આમ આ દંપતિ બસમાં બેગ કિંમત સામાન ભરેલી ભૂલી જવા છતાં મહિલા કંડક્ટરની બસમાં સંપૂર્ણ નિરીક્ષણ અને નજર રાખવાની ચિવટતાએ બેગને સુરક્ષિત હાથોમાં રાખવાનુ શક્ય બનાવ્યુ હતુ.