સુરતમાં મહિલાઓ માટે યોજાયું અનોખુ વોકેથોન, ભાત-ભાતની સાડી પહેરીને 3 કી.મી. ચાલી મહિલાઓ, રસ્તામાં પાણીપુરીની સવલત, જુઓ Video
સુરતમાં ભારતના વિવિધ પ્રાંતના લોકો રોજગારી માટે વસવાટ કરે છે. ત્યારે આજે સુરતમાં યોજાયેલા સાડી વોકેથોનમા અલગ અલગ પ્રાંતની મહિલાઓએ પરંપરાગત સાડી પહેરીને વોકેથોનમાં ભાગ લીધો હતો. સુરતના અલથાણ પોલીસ ગ્રાઉન્ડ થી પાર્લે પોઇન્ટ સુધી ત્રણ કિલોમીટર સાડી પહેરીને ચાલી હતી.
ભારતની ઐતિહાસિક એવી સુરત સાડી વોકેથોનમાં ઉમળકાભેર ભાગ લેવા માટે 15 હજાર જેટલી મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સુરત ભારતનું ટેક્સ્ટાઇલ હબ ગણવામાં આવે છે. સુરતમાં ભારતના વિવિધ પ્રાંતના લોકો રોજગારી માટે વસવાટ કરે છે. ત્યારે આજે સુરતમાં યોજાયેલા સાડી વોકેથોનમા અલગ અલગ પ્રાંતની મહિલાઓએ પરંપરાગત સાડી પહેરીને વોકેથોનમાં ભાગ લીધો હતો. સુરતના અલથાણ પોલીસ ગ્રાઉન્ડ થી પાર્લે પોઇન્ટ સુધી ત્રણ કિલોમીટર સાડી પહેરીને ચાલી હતી.
આ પણ વાંચો : Surat માં જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને તંત્ર સજ્જ, 187 સેન્ટરો પર 63750 ઉમેદવારો પરીક્ષા આપશે
મહિલાઓ ગુજરાત, કર્ણાટક,રાજસ્થાન,મહારાષ્ટ્ર,રાજસ્થાન,કેરલા,ઓડિશા, તેલાંગણા,પંજાબ,પશ્ચિમ બંગાળ, સિંઘ પ્રાંત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશની પારંપરીક સાડીમાં સજ્જ થઈ વહેલી સવારે પહોંચી હતી. જ્યાં કેટલીક મહિલાઓ કલર કોડ, તો કોઈ પટોળા, ઘરચોળું કે નવવારી સહિત અલગ અલગ પ્રકારની સાડીમાં જોવા મળી હતી. ત્રણ કિલોમીટરના આ સાડી વોકેથોનમા મહિલાઓ માટે ખાસ પાણીપુરીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
સાડી વોકેથોનમાં 15000થી વધુ મહિલાઓએ લીધો ભાગ
સુરત મનપા દ્વારા રાજ્યમાં પ્રથમ વખત સ્ત્રી સશક્તિકરણની થીમ અને સાડી પરીધાનને સાંકળીને સાડી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય હેન્ડલુમ એક્સ્પો પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ સુરતની તાસીર છે કે કોઈપણ ઇવેન્ટને સફળ બનાવે છે. સાડી વોકથોનમાં 15000થી વધુ મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને સાડી પરીધાન કરીને આવેલી મહિલાઓમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
More than 15,000 women in saree participated in unique #SareeWalkathon event organized by SMC @MySuratMySMC #Gujarat #TV9News pic.twitter.com/XO9pacNktw
— Tv9 Gujarati (@tv9gujarati) April 9, 2023
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આપી હાજરી
આ સાડી વોકેથોનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ દર્શનાબેન, જરદોશ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ હાજરી આપી હતી. મહત્વનું એ હતું કે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલી બોઘાવાલા પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અને મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રોગ્રામની અંદર સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને સુરત પોલીસના મહિલા ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ સાડી પહેરી આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે પોતાનો ફાળો આપ્યો હતો.
મહિલાઓએ કર્યુ રેમ્પ વોક
ઘરકામમાં વ્યસ્ત ગૃહિણીઓને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કરવાના અને ઘરમાં રસોડાથી બહાર લાવવાના મુખ્ય હેતુ સાથે સાડી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ પોગ્રામમાં અલગ અલગ 15 રાજ્યોની 50-50 મહિલાઓના ગ્રુપ દ્વારા વોકેથોનના પ્રારંભ પૂર્વે પોતાના રાજ્યના પહેરવેશમાં રેમ્પ વોક પણ કર્યું હતું. આમ તો દેશની અંદર પ્રથમ વખત આ રીતનો અલગ પ્રોગ્રામનું આયોજન જોવા મળ્યું હતું. ખરેખર આવા પ્રોગ્રામ માત્રને માત્ર સુરત શહેરની અંદર જ શક્ય બની શકે છે. કારણકે સુરતી લોકો હર હંમેશ કોઈપણ પ્રોગ્રામ હોય કે તહેવાર હોય તેને દિલથી ઉજવતા હોય છે. અને સાથે સાથ ભાગ લઈ અને કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયાસો કરતા હોય છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…