AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: મોજશોખ પુરા કરવા વાહનોની ચોરી કરતા 3 આરોપી ઝડપાયા, 6 ગુનાનો ભેદ ઉકેલાયો

પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલ કુલ 06 વાહનો પૈકી પાંચ વાહનો સ્થળ ઉપર કબજે કર્યા હતા જયારે એક મોપેડ આરોપીઓએ મહારાષ્ટ્ર ખાતે તેઓના મિત્રને આપેલ હોવાનું જણાવતા તેને પરત લાવવાની તજવીજ પોલીસે હાથ ધરી હતી. આ બનાવ અંગે પીએસઆઈ હરપાલસિહ મસાણીએ જણાવ્યું હતું કે આ બનાવમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

Surat: મોજશોખ પુરા કરવા વાહનોની ચોરી કરતા 3 આરોપી ઝડપાયા, 6 ગુનાનો ભેદ ઉકેલાયો
Surat Vehicle Theft Accused Arrested
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 08, 2023 | 6:12 PM
Share

સુરતના ડીંડોલી પોલીસે મોપેડ અને બાઈકની ચોરી કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 6 વાહનો કબજે કરી અનેક ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ વાહનો ચોરી કરી તેને વેચી દેતા હતા અને જે નાણાં આવે તેમાંથી પોતાના મોજશોખ પુરા કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેમાં ડીંડોલી પોલીસ સ્ટેશનના રામીપાર્ક, અંબિકાનગર, દેલાડવા, રાજમહેલ મોલ, સંતોક રેસીડેન્સી વિગેરે અલગ અલગ વિસ્તારોમાંથી માર્ચ 2023 ના મહિનામાં કુલ-06 બાઈક/મોપેડ સહિત કુલ રૂપિયા 2,30,000 ના વાહનો અલગ અલગ જગ્યાએથી ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો ફરાર થઇ ગયા હતા અને આ મામલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી

દરમ્યાન પીએસઆઈ હરપાલ સિહ મસાણી અને તેની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે “ત્રણ ઈસમો ડીંડોલી વિસ્તારમાંથી ચોરી કરેલ પાંચ મોપેડ/ બાઇક વેંચવા માટે ડીંડોલીથી પાંડેસરા તરફ જતા બ્રીજ નીચે વાહનો સાથે ઉભા છે” બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી (૧) કરણ સંજયભાઈ પાટીલ ઉવ.20 ધંધો-મ્યુઝિક સ્ટુડિયો, રહે- નવાગામ ડીંડોલી સુરત, [૨] સ્વપ્નિલ રૂપેશ દેશમુખ ઉવ.21 ધંધો- હિરા ઘસવાનો, રહે- નવાગામ ડીંડોલી સુરત, અને નિલેશ ઉર્ફે નાનું એકનાથ પાટીલ ઉવ.20 ધંધો- ફોટોગ્રાફી, રહે- નવાગામ ડીંડોલી સુરત ને ઝડપી પાડ્યા હતા

મહારાષ્ટ્રમાં વેચી  પોતાના મોજશોખ પુરા કરતા હતા

જેમાં પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલ કુલ 06 વાહનો પૈકી પાંચ વાહનો સ્થળ ઉપર કબજે કર્યા હતા જયારે એક મોપેડ આરોપીઓએ મહારાષ્ટ્ર ખાતે તેઓના મિત્રને આપેલ હોવાનું જણાવતા તેને પરત લાવવાની તજવીજ પોલીસે હાથ ધરી હતી. આ બનાવ અંગે પીએસઆઈ હરપાલસિહ મસાણીએ જણાવ્યું હતું કે આ બનાવમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓ હલકા પતરા વાળી કાતરથી લોકતોડી વાહનોની ચોરી કરતા હતા અને બાદમાં તેને મહારાષ્ટ્રમાં વેચી  પોતાના મોજશોખ પુરા કરતા હતા. આ મામલે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">