સુરતના લીંબાયત વિસ્તારમાં 2 કલાક બાદ ગુમ બાળકી મળી આવી, પોલીસની તાત્કાલિક કાર્યવાહી
સુરતના લીંબાયત વિસ્તારમાંથી માસુમ ત્રણ વર્ષની બાળકી ગુમ થતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. મુસ્લિમ સમાજની માસુમ ત્રણ વર્ષની બાળકી સવારના સમયે ઘર નજીક રમી રહી હતી. જે દરમિયાન બાળકી ક્યાં ગુમ થઈ હતી.
સુરતના (Surat) લિંબાયત વિસ્તારમાંથી માસુમ ત્રણ વર્ષની બાળકી (Baby girl)અચાનક ગુમ (Missing)થઈ જતા લિંબાયત પોલીસ (Police) મથક સહિતનો કાફલો તાત્કાલિક ધોરણે બાળકીની શોધખોળના કામે લાગી હતી. અને માત્ર બે કલાકના સમયગાળામાં જ બાળકીને હેમખેમ રીતે શોધી કાઢી પરિવારને સોંપી હતી. બાળકીના ગુમ થયાના સમાચાર મળતા જ ફરિયાદ નોંધવાના બદલે તાત્કાલિક મામલાની ગંભીરતાને સમજી પોલીસની અલગ અલગ ટીમો બાળકીની શોધખોળમાં લાગી ગઈ હતી. માસૂમ બાળકી ઘરથી દોઢ કિલો મીટરના અંતરમાંથી પોલીસને મળી હતી. જોકે બાળકીની શોધખોળ કરવા માટે પોલીસે આસપાસ લાગેલા દસ જેટલા સીસીટીવી કેમેરા ખંગોળી નાખ્યા હતા, જેમાંથી પોલીસને બાળકીની ભાળ મળી હતી.
સુરતમાં ભૂતકાળમાં માસુમ બાળકીઓ જોડે બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાને લઇ સુરત પોલીસ ખૂબ જ સતર્ક જોવા મળી રહી છે. તેમાં પણ બાળકીઓના ગુમ થવાના કિસ્સામાં પોલીસ ખૂબ જ ગંભીરતા દાખવી રહી છે. જેનો કિસ્સો આજ રોજ સુરતના લીંબાયત વિસ્તારમાંથી માસુમ ત્રણ વર્ષની બાળકી ગુમ થતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર લિંબાયત વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજની માસુમ ત્રણ વર્ષની બાળકી સવારના સમયે ઘર નજીક રમી રહી હતી. જે દરમિયાન એક બાળકી ક્યાં ગુમ થઈ જતા આ બાબતની જાણ પરિવારજનોએ પોલીસને કરી હતી. પરિવારજનો દ્વારા બાળકીની ભારે શોધખોળ કરવામાં આવી હતી. છતાં બાળકીનો કોઈ પત્તો મળ્યો ન હતો. જેથી ચિંતિત બનેલા પરિવારને તાત્કાલિક ધોરણે લિંબાયત પોલીસને જાણ કરતા પોલીસની અલગ અલગ ટીમ અને ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો બાળકોની શોધખોળના કામે લાગી ગયો હતો. પોલીસે ફરિયાદ શોધવાના બદલે બાળકી ગુમ થઈ હોવાની ગંભીરતા પર ધ્યાન આપી કાર્યવાહીનો દોર શરૂ કર્યો હતો.
લિંબાયત પોલીસ દ્વારા બે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.જ્યાં જોઈન્ટ પોલીસ કમિશ્નર પ્રવીણ મલના સુપરવિઝન હેઠળ એસીપી, બે પીઆઇ સહિત પોલીસ સ્ટાફ દ્વારા બાળકીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બાળકી જે સ્થળેથી ગુમ થઈ હતી, તે સ્થળથી થોડા જ અંતરમાં આવેલ દસ જેટલા સીસીટીવી કેમેરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ખંગોળી નાખવામાં આવ્યા હતા. જે સીસીટીવી ફુટેજના આધારે બાળકીની પોલીસને ભાળ મળી હતી. સીસીટીવી ફુટેજમાં બાળકી ઘર નજીકથી રમતા રમતા આગળ ચાલી જતા જોવા મળી હતી. જેથી દિશામાં પોલીસે તપાસ કરતા માસૂમ ત્રણ વર્ષની બાળકી પોલીસને હેમખેમ મળી આવી હતી.
જ્યાં પોલીસની સતર્કતાને પગલે માસુમ બાળકી સુરક્ષિત મળી આવતા પરિવાર અને પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસ દ્વારા બાળકીનો કબજો પરિવારને સુપરત કર્યો હતો. જ્યાં બાળકીને જોઈ પરિવારજનોમાં પણ જીવમાં જીવ આવી ગયો હતો. લિંબાયત પોલીસની આ કામગીરીના પગલે પરિવારજનો દ્વારા પણ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ અંગે જોઇન્ટ પોલીસ કમિશનર સેક્ટર વન પ્રવીણ મલે જણાવ્યું હતું કે, સૌપ્રથમ બાળકીની શોધખોળ એ અમારી પ્રથમ પ્રાથમિકતા હતી.
પોલીસે ફરિયાદમાં સમય વ્યય કરવાના બદલે તાત્કાલિક બાળકીની સૌ પ્રથમ શોધખોળ શરૂ કરી દીધી હતી.જ્યાં અલગ અલગ ટીમો,બે પીઆઇ અને એસીપી કક્ષાના અધિકારીઓ બાળકીની શોધખોળના કામે લાગ્યા હતા.દસ જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા.જેમાં બાળકી રમતા રમતા રસ્તો ભૂલી ભટકાઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.સીસીટીવી ફુટેજના આધારે ચોક્કસ દિશામાં ટિમો દોડાવવામાં આવી હતી.જ્યાં મદીના મસ્જિદ નજીકથી બાળકી સહી-સલામત અને સુરક્ષિત મળી આવી હતી.
આ પણ વાંચો : Russia-Ukraine War: પોતાના વાહનો પર તિરંગો લગાવે ભારતીયો, વિદ્યાર્થીઓની થશે સુરક્ષિત વતન વાપસી
આ પણ વાંચો : TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: સદા બહાર લોકો જીવનમાં ઘણા સુખી હોય છે…