TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: સદા બહાર લોકો જીવનમાં ઘણા સુખી હોય છે…
ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં
સદાબહાર લોકો જીવનમાં ઘણા સુખી હોય છે…
કારણકે તે સદા બહાર જ હોય છે 🏠
ઘર માં રહે તો મગજમારી થાય ને…
😜😜 😂
……………………………………………………………………………………………..
દર્દી: ડૉ.સાહેબ, દવા લેવા છતાં મને આખી રાત ઊંઘ નથી આવતી. કોઇ ઉપાય કરો પ્લીઝ.🙏 ડોકટર: એક કામ કરો. રાત્રે સૂતી વખતે ઘેટાંની લાઈન જાય છે એવી કલ્પના કરી ઘેટાં ગણવા માંડો. થોડી વાર પછી મગજ થાકે એટલે ઊંઘ આવી જશે.🐑🐑🐑
રાત્રે ૩ વાગે ડોક્ટરનો મોબાઈલ રણક્યો! ડોકટરે ભરઊંઘમાંથી જાગીને ફોન ઉપાડ્યો. 😴🥱
દર્દી: સાહેબ, અત્યાર સુધીમાં ૮૯ હજાર ત્રણસો સાડત્રીસ ઘેટાં ગણ્યા. ક્યાં સુધી ગણું? 😳 ડોકટર: હવે રહેવા દો. આગળના ઘેટાં હું ગણું છું!😡
😂😂😂🤣🤣🤣
……………………………………………………………………………………………………..
કવિ : બે પેન્ટ, બે શર્ટ, ચાર પાયજામાં. શ્રોતા : વાહ… વાહ… વાહ… વાહ… કવિ : બે પેન્ટ, બે શર્ટ, ચાર પાયજામાં. શ્રોતા : વાહ… વાહ… વાહ… વાહ…
કવિ : આગળ શું બોલું તંબુરો? આજે હું કવિતાની ડાયરીના બદલે ભૂલથી ધોબીની ડાયરી લઇ આવ્યો છું, અને તમે લોકો પણ દીધે રાખો છો… વાહ….વાહ….વાહ 😝🤣😝🤣😝🤣😝
Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.
આ પણ વાંચો –
Russia Ukraine Crisis: શા માટે યુક્રેન પડી ગયું એકલું, મદદ માટે ન આવ્યા અમેરિકા અને નાટો? તેની પાછળ છે આ 5 મોટા કારણો
આ પણ વાંચો –
Russia Ukraine War: અમેરિકાએ રશિયન ટેક અને ગેજેટ કંપનીઓ પર લગાવ્યા પ્રતિબંધ, તેનો અર્થ શું?
આ પણ વાંચો –