Russia-Ukraine War: પોતાના વાહનો પર તિરંગો લગાવે ભારતીયો, વિદ્યાર્થીઓની થશે સુરક્ષિત વતન વાપસી
જી કિશન રેડ્ડીએ કહ્યું, અમે વિદ્યાર્થીઓને કહ્યું છે કે તેઓ જે વાહનોમાં મુસાફરી કરી રહ્યા હોય તેના પર ભારતીય ધ્વજને મુખ્ય રીતે લગાવે. અમે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે અનેક પગલાં લઈ રહ્યા છીએ.
રશિયા અને યુક્રેન (Russia-Ukraine War) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં કામ અને અભ્યાસના સંબંધમાં યુક્રેન (Ukraine) ગયેલા લોકો અટવાઈ ગયા છે. યુદ્ધના માહોલ વચ્ચે યુક્રેનની એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં, ભારતીય વિદ્યાર્થીઓને રોમાનિયા અને પોલેન્ડની સરહદ પર લાવવામાં આવી રહ્યા છે, જ્યાંથી આ લોકો વિશેષ વિમાનો દ્વારા વતન પરત ફરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓને રોમાનિયા અને પોલેન્ડની સરહદે આવતા તેમના વાહનો પર ભારતનો ધ્વજ લગાવવા માટે કહેવામાં આવ્યું છે. આના દ્વારા, યુદ્ધની વચ્ચેથી પસાર થતા વાહનોને સલામત માર્ગ પ્રદાન કરી શકાય છે.
જી કિશન રેડ્ડીએ કહ્યું, ‘અમે વિદ્યાર્થીઓને કહ્યું છે કે તેઓ જે વાહનોમાં મુસાફરી કરી રહ્યા હોય તેના પર ભારતીય ધ્વજને લગાવે. અમે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે અનેક પગલાં લઈ રહ્યા છીએ. હું માતા-પિતાને ખાતરી આપવા માંગુ છું કે તેમના બાળકો સુરક્ષિત રીતે ભારત પહોંચી જશે.
આપને જણાવી દઈએ કે યુક્રેનમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ માટે ત્યાં ગયા હતા. રશિયાના આક્રમક વલણથી ભડકેલા યુદ્ધે કિવમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા છે. જો કે, ભારત સરકારે હવે તેમના સુરક્ષિત વાપસીનો નિર્ણય લીધો છે.
આ પહેલા શુક્રવારે, કિવમાં ભારતીય દૂતાવાસે યુક્રેનમાં વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકો માટે એક નવી એડવાઈઝરી જાહેર કરીને તેમને જાણ કરી હતી કે સરકાર રોમાનિયા અને હંગેરી દ્વારા સ્થળાંતરનો માર્ગ સ્થાપિત કરવા પર કામ કરી રહી છે. દૂતાવાસે તેમને પ્રવાસ દરમિયાન ભારતીય ધ્વજ પ્રિન્ટ કરીને વાહનો પર લગાવવાની પણ સલાહ આપી છે. નોંધપાત્ર રીતે, યુક્રેનમાં લગભગ 16,000 ભારતીયો છે અને તેમાંથી ઘણા વિદ્યાર્થીઓ છે.
આ પણ વાંચો –
Indian Students In Ukraine: મેડિકલ અભ્યાસ માટે શા માટે યુક્રેન જાય છે ભારતીય વિદ્યાર્થીઓ, જાણો કારણ
આ પણ વાંચો –
Russia Ukraine War: ધ્વંસ્ત થયેલી ઈમારતો, ડરેલા બાળકો, તસવીરો જોઇ તમારુ હ્રદય કાંપી ઉઠશે
આ પણ વાંચો –