શ્રદ્ધા : આશાપુરા માતાની આરતી સાંભળવા સુરતના હજીરા ગામમાં લગાવવામાં આવ્યા 55 સ્પીકર
ચાર સદીઓ પહેલા માતા આ વડના ઝાડ(Tree ) નીચે પ્રગટ થયા હતા. ગામની બહાર ગયેલા લોકોની આસ્થા પણ જોડાયેલી છે, દરિયામાંથી માતાજીની મૂર્તિ મળી હતી, જેનું તે જ સ્થળે સ્થાપન કરી મંદિર બનાવ્યું છે.
સુરતના(Surat ) હજીરા ગ્રામ પંચાયતમાં આવેલા મંદિરની(Temple ) નજીક એક 500 વર્ષ જૂનું વિશાળ વટવૃક્ષ (Tree ) છે, એવું માનવામાં આવે છે કે આશાપુરા માતા અહીં પ્રગટ થયા હતા. 450 વર્ષ જુના સિંગોતર આશાપુરા માતાજીના મંદિરની આરતી લોકો સાંભળી શકે તે માટે હજીરા ગામે અલગ-અલગ જગ્યાએ 55 લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે. એક તરફ અનેક રાજ્યોમાં મસ્જિદોમાંથી અઝાન બંધ કરાવવા તેમજ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે હજીરા એ દક્ષિણ ગુજરાતનું એકમાત્ર અનોખું ગામ છે જ્યાં માતાજીની આરતી સાંભળવા માટે આખા ગામમાં લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે.
સુરતના હજીરા ગામમાં કુલ 55 લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે. હજીરા ગ્રામ પંચાયત દ્વારા આ લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે. આ માટે હજીરા ગ્રામ પંચાયત વતી શેરીઓ અને ગલીઓમાં 55 લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે, જેથી લોકો સવાર-સાંજ આશાપુરા મંદિરમાં થતી માતાજીની આરતી સાંભળી શકે, લાઉડ સ્પીકર લગાવવાથી હવેઆખા ગામમાં માતાજીની આરતી સંભળાય છે. ગામલોકોની મંદિરમાં અતૂટ શ્રદ્ધા છે. લોકોએ માતાજીની આરતી સાંભળવાની વ્યવસ્થા કરવા માંગ કરી હતી. તેથી જ પંચાયતે જગ્યા નક્કી કરી લાઉડ સ્પીકર લગાવ્યા છે. સાંજના સમયે ગામમાં પહોંચતા જ ધાર્મિક વાતાવરણનો અહેસાસ થાય છે.
એવું માનવામાં આવે છે કે ચાર સદીઓ પહેલા માતા આ વડના ઝાડ નીચે પ્રગટ થયા હતા. ગામની બહાર ગયેલા લોકોની આસ્થા પણ જોડાયેલી છે, દરિયામાંથી માતાજીની મૂર્તિ મળી હતી, જેનું તે જ સ્થળે સ્થાપન કરી મંદિર બનાવ્યું છે. ગામલોકોને મંદિરમાં ભારે આસ્થા છે. ગામના 15% લોકો પૈતૃક ઘર છોડીને અહીંથી ચાલ્યા ગયા છે. જોકે તેમની આસ્થા પૌરાણિક મંદિર સાથે જોડાયેલી છે અને દરેક તહેવાર, પ્રસંગમાં અહીં આવે છે. અહીં બાળકો મુંડન કરાવે છે, લોકો તેમની પ્રતિજ્ઞા પણ સ્વીકારે છે.
આમ અઝાન અને હનુમાન ચાલીસા લાઉડ સ્પીકર પર વગાડવા મુદ્દે દેશના અનેક રાજ્યોમાં વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ ગામ ધાર્મિકતાનું અનોખું પ્રતીક છે. જ્યાં માતાજીની આરતી લાઉડ સ્પીકર પર વગાડવામાં આવે છે. અને ગ્રામજનો અતૂટ શ્રદ્ધા સાથે તેને સાંભળીને ભક્તિમાં લિન રહે છે.