Surat માં વિધવાને લગ્ન કરી વિદેશ લઇ જવાના સપના બતાવી 5 લાખની છેતરપિંડી, આરોપીની ધરપકડ
ગુજરાતના સુરતમાં ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી વિધવાને લગ્ન કરી લંડન લઈ જવાની લાલચ આપી યુવકે 5.15 લાખ પડાવવાની ઘટના સામે આવી છે. જેમાં યુવકે વિધવાને લગ્ન કરી કહ્યું હતું કે વિમાનમાં દાગીના લાવવા દેશે નહીં, કામરેજમાં મારા મિત્રને આપી દેજે' કહીને 7 લાખના દાગીના પણ લઈ લીધા આ બાબતે સાયબર પોલીસે ગુનો નોંધી એક આરોપીને ઝડપી પાડ્યો છે.

ગુજરાતના સુરતમાં ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી વિધવાને લગ્ન કરી લંડન લઈ જવાની લાલચ આપી યુવકે 5.15 લાખ પડાવવાની ઘટના સામે આવી છે. જેમાં યુવકે વિધવાને લગ્ન કરી કહ્યું હતું કે વિમાનમાં દાગીના લાવવા દેશે નહીં, કામરેજમાં મારા મિત્રને આપી દેજે’ કહીને 7 લાખના દાગીના પણ લઈ લીધા આ બાબતે સાયબર પોલીસે ગુનો નોંધી એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરત નાના વરાછા ખાતે રહેતી 56 વર્ષની વિધવા સાથે ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યાએ મિત્રતા કેળવી પોતે લંડન રહેતો હોવાનું કહ્યું હતું. અને મહિલા સાથે લગ્ન કરી તેને લંડન લઈ જવાનું કહીને પહેલા મહિલા પાસેથી રોકડા 5.15 લાખ આંગડિયા મારફતે પડાવ્યા હતા. બાદમાં 7 લાખના દાગીના મેળવી કુલ 12.15 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસે નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
મહિલાએ પોતે વિધવા હોવાનું કહેતા યુવકે પોતે પણ એકલો રહે છે તેમ કીધું
સુરત શહેરના નાના વરાછા ખાતે રહેતી 56 વર્ષીય મહિલાના પતિનું વર્ષ 2005 માં મોત થયું હતું. મહિલા ઇન્સ્ટાગ્રામ ઉપર એકાઉન્ટ ધરાવે છે. અને ફેબ્રુઆરી 2022 માં મહિલાના ઇન્સ્ટાગ્રામ ઉપર આશિષ પટેલ435 નામની ઇન્સ્ટા આઈડી પરથી મેસેજ આવ્યો હતો. બાદમાં ફરિયાદી મહિલાએ મેસેજનો રિપ્લાય આપ્યા બાદ રોજ વાતચીત કરતા હતા. બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને મહિલાએ પોતે વિધવા હોવાનું કહેતા યુવકે પોતે પણ એકલો રહે છે અને આપણે જીવનસાથી બની જઈએ તેમ પ્રસ્તાવ મુક્યો હતો. આશિષ પટેલે હાલ પોતે લંડનમાં રહેતો હોવાનું અને ત્યાં રેમન્ડની શોપ હોવાનું કહ્યું હતું. રાજકોટમાં તેની જમીન અને ફાર્મ આવેલા છે.
આ મહિલાને લગ્ન કરીને લંડન લઈ જશે તેવું કહીને વિશ્વાસ કેળવ્યો હતો. આશિષે મહિલાને તેના વિઝા અને પાસપોર્ટની પ્રોસેસ ચાલુ કરવા રાજકોટ તેના જમીનનું કામ કરતા મહેશ ગૌસ્વામીને આંગડીયા મારફતે રૂપિયા મોકલી આપવા કહ્યું હતું. મહિલાએ તેની વાતમાં આવીને આર.કે.આંગડીયા દ્વારા ૩ લાખ મોકલ્યા હતા.બાદમાં પણ ટુકડે ટુકડે બીજા 2.15 લાખ મળીને કુલ 5.15 લાખ આપ્યા હતા.
7 લાખના દાગીના મહેશ પાસે કામરેજ ચાર રસ્તા પાસે બોલાવી અપાવી દીધા હતા
જેમાં પોલીસે આરોપી નું નામ મહેશભાઇ લાભુપરી ગોસાઇ છે. જેની પાસેથી સોનાની ચેઇન નંગ-૦૩, સોનાનું મંગળસુત્ર નંગ-૦૧, સોનાનું લોકેટ નંગ-૦૨, સોનાની વિંટી નંગ- ૦૩ અને સોનાની કાનની બુટ્ટી ૧ જોડી રીકવર કરેલ છે. આશિષ પટેલે તેને મોકલેલા રૂપિયા મળી ગયા હોવાનું કહીને મહિલાને તેના દાગીના વિમાનમાં નહીં લાવી શકશે તેમ કહીને તેના માણસ મહેશને આપી દેવા કહ્યું હતું. મહિલા લંડન આવશે ત્યારે તેને દાગીના આપી દેશે તેમ કહીને 7 લાખના દાગીના મહેશ પાસે કામરેજ ચાર રસ્તા પાસે બોલાવી અપાવી દીધા હતા.
જ્યારે અઠવાડિયા પછી આશિષ પટેલે મહિલાને ઇન્સ્ટાગ્રામમાં સોનાના દાગીનાનો ફોટો મોકલી મળી ગયા હોવાનું કહ્યું હતું.પછી તેણે મહિલા સાથે ધીમે ધીમે વાત કરવાનું ઓછું કરી નાખ્યું હતું. મહિલાએ તેના દાગીના અને પૈસા પરત માંગતા તે પણ આપતો નહોતો. અંતે મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ છે.
આ પણ વાંચો : Gujarati VIDEO : શાળામાં એડમિશન ન લેવાના કિસ્સામાં દેશમાં ગુજરાત ત્રીજા ક્રમે, સાંસદ શક્તિસિંહે સરકાર પર કર્યા પ્રહાર