Gujarati VIDEO : શાળામાં એડમિશન ન લેવાના કિસ્સામાં દેશમાં ગુજરાત ત્રીજા ક્રમે, સાંસદ શક્તિસિંહે સરકાર પર કર્યા પ્રહાર

TV9 GUJARATI

|

Updated on: Mar 16, 2023 | 2:26 PM

શિક્ષણને લઈને સંસદમાં આંકડા રજૂ થયા. જેમાં ગુજરાતમાં એક લાખ 6 હજાર 800 વિદ્યાર્થીઓ શાળાનુ પગથિયુ નથી ચડતા. તો આ સાથે શાળામાં એડમિશન ન લેવાના કિસ્સામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે.

Gujarat Education : ગુજરાતના શિક્ષણને લઈને સંસદમાં આંકડા રજૂ થયા. જેમાં દર વર્ષ અંદાજિત એક લાખ 6 હજાર 800 વિદ્યાર્થીઓ શાળાનુ પગથિયુ નથી ચડતા. તો આ સાથે શાળામાં એડમિશન ન લેવાના કિસ્સામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે.

આ પ્રકારની શિક્ષણની સ્થિતિ પાછળ ભાજપ જવાબદાર

સાંસદ શક્તિસિંહ ગોહેલે આ મામલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ગુજરાતની આ પ્રકારની શિક્ષણની સ્થિતિ પાછળ ભાજપ જવાબદાર હોવાનો તેમણે આરોપ લગાવ્યો.તો રાજ્યમાં અમુક ગામડાઓ અને શહેરની સરકારી શાળાઓ બંધ કરવાની ફરજ પડી હોવાનુ પણ તેમણે જણાવ્યુ છે.

શિક્ષણનું વ્યાપારીકરણ કરી ખાનગી શાળાઓને પ્રોત્સાહન

તો વધુમાં પ્રહાર કરતા શક્તિસિંહે જણાવ્યુ કે, શિક્ષણનું વ્યાપારીકરણ કરી ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ લગાવ્યો.ગરીબ અને મધ્યમ વર્ગનુ બાળક શિક્ષણ ન લઈ શકે તેટલુ મોંધુ શિક્ષણ હોવાનો પણ તેમણે જણાવ્યુ.

તો આ તરફ રાજ્યના બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોને પ્રશ્નના જવાબમાં બેરોજગારીના આંકડા પણ સામે આવ્યા છે, જે મુજબ રાજ્યમાં કુલ 2 લાખ 83 હજાર 140 બેરોજગરો નોંધાયેલા છે. જેમાં 2 લાખ 70 હજાર 922 શિક્ષિત બેરોજગારો અને 12218 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. તો સરકારે 4 લાખ 70 હજાર 444 લોકોને ખાનગી રોજગારી આપવામાં સહાય કરી હોવાનુ પણ ગૃહમાં સામે આવ્યુ.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati