AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : સુરતમાં 2 વર્ષની બાળકી પર ત્રણ શ્વાનનો હુમલો, 40થી વધુ બચકા ભરતા બાળકી લોહીલુહાણ, 2 મહિનામાં શ્વાનના હુમલાની ચોથી ઘટના

Surat News : ડાયમંડ બુર્સ ની પાછળ રહેતા કામદારો પૈકી આ પરિવાર પણ રહેતો હતો અને ત્યાં એકાએક જ બાળકી ઘર પાસે એકલી જ હતી. તે દરમિયાન ઘર પાસે ઉભેલી બાળકી ઉપર એકાએક જ 3 શ્વાનોને તેના ઉપર હુમલો કરી દીધો હતો.

Gujarati Video : સુરતમાં 2 વર્ષની બાળકી પર ત્રણ શ્વાનનો હુમલો, 40થી વધુ બચકા ભરતા બાળકી લોહીલુહાણ, 2 મહિનામાં શ્વાનના હુમલાની ચોથી ઘટના
સુરતમાં શ્વાન કરડવાની ઘટનામાં સતત વધારો
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 19, 2023 | 12:27 PM
Share

સુરતમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. બાળકોના માતા-પિતાની ચિંતા વધારતી વધુ એક ઘટના સામે આવી છે. ખજોદ વિસ્તારમાં એક સાથે ત્રણ શ્વાને 2 વર્ષની બાળકી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે. જે પછી લોહીલુહાણ હાલતમાં બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 2 વર્ષની બાળકીને શ્વાને ભર્યા 40થી વધુ બચકા ભર્યા હોવાની માહિતી સામે આવી છે. સુરતમાં રખડતા શ્વાનના આંતકથી શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ પણ શ્વાને બચકા ભર્યાની અનેક ઘટનાઓ સામે આવેલી છે.

બાળકીને એકલી જોતા શ્વાનોએ હુમલો કર્યો

ડાયમંડ બુર્સ ની પાછળ રહેતા કામદારો પૈકી આ પરિવાર પણ રહેતો હતો અને ત્યાં એકાએક જ બાળકી ઘર પાસે એકલી જ હતી. તે દરમિયાન ઘર પાસે ઉભેલી બાળકી ઉપર એકાએક જ 3 શ્વાનોને તેના ઉપર હુમલો કરી દીધો હતો. બાળકીને 40 કરતા વધુ બચકા ભરી લેવાતા માસુમ એક પ્રકારે પીખાઈ ગઈ હતી.

બાળકીની હાલત ખૂબ જ ગંભીર

સુરતમાં ખજોદ વિસ્તારમાં શ્વાને બે વર્ષની બાળકી પર હુમલો કર્યો છે. ત્રણ શ્વાને બાળકીને 40થી વધુ બચકા ભર્યા છે. 2 વર્ષની બાળકીને પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સુરતમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે. તેમ છતા પણ મહાનગરપાલિકા તંત્રની ઊંઘ જાણે ન ઉડતી હોય તેવુ લાગી રહ્યુ છે.

અગાઉ પણ બની આવી અનેક ઘટના

મહત્વનું છે કે, સુરત શહેરમાં શ્વાનના હુમલાની આ પ્રથમ ઘટના નથી. છેલ્લા 2 મહિનામાં આ ચોથી વખત શ્વાને બાળક પર હુમલો કર્યો છે. એક તરફ મનપા શ્વાનના ખસીકરણ પાછળ લાખો રુપિયાનો ધુમાડો કરી રહી હોવાનો દાવો છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર શ્વાનનો ત્રાસ યથાવત રહ્યાનું જણાય છે. રાત્રે સૂતેલો ચાર વર્ષનો બાળક બાથરુમ જવા માટે ઉભો થતા જ રખડતા શ્વાનો તેને ખેંચી ગયો હતો. બાળક બાથરૂમ કરવા જતો હતો ત્યારે ચાર શ્વાને તેના પર હુમલો કર્યો હતો. બાળકના આખા શરીરે શ્વાને બચકા ભર્યા હતા જેમાં ઈજાગ્રસ્ત બાળકનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. તો 4 ફેબ્રુઆરીએ વેડ દરવાજા વિસ્તારમાં શાળાએ જઈ રહેલી બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો.

આ અગાઉ 9 જાન્યુઆરીએ સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં શ્વાને બાળકી પર કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા હતાં. જેમાં જોઈ શકાય છે કે એક બાળકી રમતા-રમતા ઘરની બહાર નીકળી કે તરત જ શ્વાને તેના પર હુમલો કરીને નીચે પાડી દીધી હતી. ત્યારબાદ 30 સેકન્ડથી વધુ તે બાળકી પર તૂટી પડ્યું હતું. આ શ્વાને બાળકીના ગાલને ફાડી ખાધો હતો.

બાળકી બચવા માટે ચીસાચીસ કરતી હતી. પરંતુ તેની મદદ માટે કોઈ નહોતું આવ્યું. આખરે ઘરમાંથી એક મહિલા બહાર આવી અને શ્વાનને ભગાડ્યું હતું. પણ ઘટના આટલેથી જ ન અટકી. રખડતા શ્વાને મહિલાને પણ બચકું ભરી લીધુ હતું. ઘટનાને પગલે ઉશ્કેરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક તંત્રની ટીમને બોલાવી અને રખતા શ્વાનને ઝડપી પાડ્યું હતું.

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">