Surat : બારડોલીમાં વીજ કરંટથી બે મહિલાના મોત, તુટેલા વીજ તાર રસ્તા પર હોવાથી કરંટ લાગ્યો

ભારે પવનના (Strong Wind) કારણે વીજ તાર તૂટીને રસ્તા વચ્ચે પડ્યો હતો. દરમિયાન માતા ફળિયામાં રહેતી બે મહિલાઓ અહિંથી પસાર થતા તૂટેલા વીજ તારને અડકી જતા તેઓને કરંટ લાગ્યો હતો અને બંને મહિલાના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.

Surat : બારડોલીમાં વીજ કરંટથી બે મહિલાના મોત, તુટેલા વીજ તાર રસ્તા પર હોવાથી કરંટ લાગ્યો
2 women electrocuted to death in Bardoli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 1:38 PM

સુરત જિલ્લાના (Surat Disrtict)બારડોલીમાં વીજ કરંટથી (electrocuted)બે મહિલાના મોત નિપજ્યા છે,આરટીઓ પાસે ભરવાડ વસાહત પાછળ આવેલા ખેતરમાં આ ઘટના બની હતી. ભારે પવનના (Strong Wind) કારણે વીજ તાર તૂટીને રસ્તા વચ્ચે પડ્યો હતો. દરમિયાન માતા ફળિયામાં રહેતી બે મહિલાઓ અહિંથી પસાર થતા તૂટેલા વીજ તારને અડકી જતા તેઓને કરંટ લાગ્યો હતો અને બંને મહિલાના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. સમગ્ર મામલે વીજ તંત્રની બેદરકારી સામે આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વીજ તાર તૂટેલા હોવા છતાં પણ તેમાં વીજ પ્રવાહ ચાલુ રહેતા અકસ્માત (Accident) સર્જાયો હતો.

વીજતંત્રની બેદરકારી સામે આવી

તુટેલા વીજ તાર રસ્તા પર હોવાથી બે મહિલાઓએ જીવ ગુમાવ્યો, ત્યારે સ્થાનિકોએ વીજતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.તો બીજી તરફ વીજ તંત્રના અધિકારીના જણાવ્યા પ્રમાણે સ્થાનિકોએ વીજ તાર તૂટી ગયો હોવાની વીજ તંત્રને જાણ કરી ન હોવાનો આલાપ રટ્યો છે.

આ દરમિાન રાજકોટમાં પણ PGVCLની વધુ એક બેદરકારી સામે આવી છે.PGVCLની બેદરકારીને પગલે ત્રણ પશુના મોત થયા છે.રોણકી સબ ડિવિઝનના અધિકારીઓ પર આરોપ લાગવવામાં આવી રહ્યો છે કે ખેડૂતની ફરિયાદ બાદ પણ કોઈ કામગીરી કરવામાં આવી નહોતી.રિપેરિંગ કામના અભાવે કરંટ લાગતા ત્રણ પશુના મોત થતા હાલ લોકોમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">