GUJARATમાં કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 4213 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 14 હજારને પાર

Gujarat Corona Update : રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1835 નવા કેસ નોંધાયા.

GUJARATમાં કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 4213 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 14 હજારને પાર
Gujarat Corona Update 6 January 2022, new 4213 cases reported in gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 11:40 PM

રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં અમદાવાદ પ્રથમ છે, જયારે આજે સુરતમાં પણ નવા કેસોનો રાફડો ફાટ્યો છે.

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. ગઈકાલે 5 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 3350 કેસ નોંધાયા હતા, તો આજે 6 જાન્યુઆરીએ 4213 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1835 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 14 હજારને પાર એટલે કે 14,346 પર પહોચ્યો છે.

આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1835 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 1105, રાજકોટ શહેરમાં 183 કેસ, આણંદમાં 112 અને વડોદરા શહેરમાં 103 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં તાપી જિલ્લામાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને 10,127 થયો છે.

એક્ટીવ કેસ વધીને 14,346 થયા રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે આજે 12માં દિવસે 6 જાન્યુઆરીએ 4213 કેસ નોંધાયા છે. એટલે કે માત્ર 12 દિવસમાં 32 ગણા જેટલા કેસો વધ્યા છે. નવા કેસ વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 10,994 હતા, જે આજે વધીને 14,346 થયા છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

રાજ્યમાં આજે કોરોના વાયરસથી મુક્ત થઇને 860 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 20 હજાર 383 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

રાજ્યમાં આજે કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટનો એક પણ નવો કેસ નથી નોંધાયો. ગઈકાલ સુધીમાં રાજ્યમાં 204 કેસ નોંધાયા છે, જેમાંથી આજે અમદાવાદમાં 34 અને ખેડામાં 5 એમ કુલ 39 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આવા કેસના 151 દર્દીઓ ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

અમદાવાદ બાદ સુરતમાં વિસ્ફોટ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં અમદાવાદ પ્રથમ છે, જયારે આજે સુરતમાં પણ નવા કેસોનો રાફડો ફાટ્યો છે. સુરત શહેરમાં આજે 1105 નવા કેસ નોંધાયા છે,તો સુરત ગ્રામ્ય એટલે કે સુરત જિલ્લામાં 88 નવા કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસ પણ વધીને 3024 થયા છે.

આ પણ વાંચો : CORONA : ગુજરાતમાં નવી કોરોના ગાઈડલાઈન જાહેર થવાની શક્યતા, જાણો ક્યાં ક્યાં ફેરફારો થઇ શકે છે ?

આ પણ વાંચો : વાયબ્રન્ટ ગુજરાત, ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટીવલ બાદ હવે ગૃહપ્રધાન હર્ષ સંઘવીના જન્મ દિવસે યોજાનાર જોબ ફેર મોકૂફ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">