SURAT : દિવાળી સમયે ઘરની સાફસફાઇ કરતી મહિલાઓ ચેતી જજો, બેદરકારીમાં એક મહિલાએ ખોયો જીવ

લલીતાબેન બીજા માળેથી નીચે પડતાની સાથે જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પહેલા માળે ઊભેલી યુવતીએ લલીતાબેનને નીચે પડતા જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી. જેને કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.

SURAT : દિવાળી સમયે ઘરની સાફસફાઇ કરતી મહિલાઓ ચેતી જજો, બેદરકારીમાં એક મહિલાએ ખોયો જીવ
SURAT: Women cleaning house during Diwali Cheti judges, a woman lost her life due to negligence
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 23, 2021 | 5:27 PM

સુરત શહેરમાં દિવાળી સમયે ઘરની સાફ સફાઈ કરતી મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં રૂંવાટી કંપાવી નાંખે તેવો એક કિસ્સો સામે આવ્યો છે.વરાછા વિસ્તારમાં આવેલી અનુરાધા સોસાયટીમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં મહિલા ત્રીજા માળેથી નીચે પટકાતાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

દિવાળીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે થોડા દિવસ અગાઉ ગૃહિણીઓ ઘરની સાફ – સફાઈ કરવામાં લાગી જાય છે.ત્યારે આવી મહિલાઓ માટે લાલબત્તી સમાન વરાછા વિસ્તારનો એક એવો વિડીયો સામે આવ્યો છે. જે ખરેખર ભયાનક છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી અનુરાધા સોસાયટીમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

જેમાં મહિલા ત્રીજા માળેથી નીચે પટકાતાં સોસાયટીમાં લાગેલ સીસીટીવીમાં સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે.જેની હકીકત વાત કરવામાં આવે તો મુળ ભાવનગર જિલ્લાના ગારિયાધારના સાતડા ગામના વતની અને હાલ સુરતમાં રહેતા ૫૫ વર્ષીય લલીતાબેન જોગાણી ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. નીચે પટકાતા જ મહિલાને ગંભીર ઈજા થતા તાત્કાલીક આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને મહિલાને સરવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે લલીતાબેન પોતાના ઘરની સાફસફાઈનું કામ કરી રહ્યા હતા. સાફ સફાઈ કરતી વેળાએ તેઓ બીજા માળેથી નીચે પટકાયા હતા. તો જ્યારે નીચે પડ્યા ત્યારે બાઈક ઉપર એક યુવક નીચે ઉભો હતો. ત્રણ સેકન્ડમાં જ લલીતાબેન નીચે અચાનક પડતા નીચે ઉભેલો યુવક પણ ચોંકી ગયો. તેમજ અન્ય જે પહેલા માળે યુવતી હતી. તેને પણ એવું લાગ્યું કે નીચે કોઈ પટકાયું છે દરમિયાન તેણે જોયુ, તો જ લલીતાબેન ઉપરથી એકાએક નીચે પટકાયા હતા.

લલીતાબેન બીજા માળેથી નીચે પડતાની સાથે જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પહેલા માળે ઊભેલી યુવતીએ લલીતાબેનને નીચે પડતા જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી. જેને કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. નીચે ઉભેલા યુવાનને તાત્કાલીક અસરથી લલીતાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમને મૃત જાહેર કર્યા હતા. એ કંઈક બનેલી ઘટનાથી જોગરાણા પરિવાર પણ સ્તબ્ધ થઇ ગયા હતા. અનુરાધા સોસાયટીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દિવાળી સમયે ઘરકામ કરતી મહિલાઓ માટે ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જરા સરખી પણ બેદરકારી જીવનું જોખમ ઊભું કરી શકે છે.

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">