AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં એકસરખા ટેક્સ સ્લેબથી વીવર્સ પર 1,200 કરોડનો બોજો આવવાની સંભાવના

હાલ ફિનિશડ કાપડ પરનો પાંચ ટકાનો જીએસટી દર હટાવીને તેને યાર્ન પર લાગુ જીએસટી સુધી લઈ જવાની તૈયારી ચાલી રહી છે.

Surat: ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં એકસરખા ટેક્સ સ્લેબથી વીવર્સ પર 1,200 કરોડનો બોજો આવવાની સંભાવના
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 4:57 PM
Share

Surat: સુરતના ટેક્સ્ટાઈલ (Textile) ઉદ્યોગ પરથી ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર હટાવીને એક સરખો ટેક્ષ (tax) 1 જાન્યુઆરી,2022થી લાગુ કરવાનો નિર્ણય જીએસટી કાઉન્સિલની (GST) બેઠકમાં કરવામાં આવ્યો હતો. આ જાહેરાતને પગલે સુરતના ટેક્સ્ટાઈલ ઉદ્યોગની મુશ્કેલીઓ આવનારા દિવસોમાં વધી શકે તેવા એંધાણ છે.

કાપડ માર્કેટના જાણકારોનું કહેવું છે કે કાપડ ઉદ્યોગ પર હાલ જે ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર છે તે બરાબર જ છે. જો એક સમાન ટેક્ષ રાખવામાં આવશે તો સુરતમાં તૈયાર થતાં તમામ કાપડના ભાવમાં સરેરાશ 5 ટકા સુધીનો વધારો થશે. જેના કારણે વીવિંગ ઉદ્યોગ ઉપર વર્ષે 1200 કરોડ રૂપિયાનું કરનું ભારણ આવશે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં કાપડ ઉદ્યોગ પર લાગુ ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્ક્ચરને કારણે ટેક્સ્ટાઈલ વેપારીઓની મુશ્કેલી વધવાના અણસાર છે, ત્યારે સુરતમાં જે ઉદ્યોગકારો કાપડ મેન્યુફેક્ચરિંગ કરે છે તે યાર્ન પર હાલમાં 12 ટકા અને તૈયાર ફેબ્રિક પર પાંચ ટકા જીએસટી લાગુ છે. બંને તરફથી જીએસટી હોવાના કારણે ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર છે. હાલ ફિનિશડ કાપડ પરનો પાંચ ટકાનો જીએસટી દર હટાવીને તેને યાર્ન પર લાગુ જીએટી સુધી લઈ જવાની તૈયારી ચાલી રહી છે.

1લી જાન્યુઆરી 2022થી એકસરખો ટેક્ષ સ્લેબ લાગુ થશે તો કાપડની કિંમતોમાં પણ વધારો થશે અને ગ્રાહકોને પણ ટેક્સ્ટાઈલ પ્રોડક્ટ મોંઘી લાગતા એકંદરે વેપાર જગતને મોટી નુકસાની ઉઠાવવાનો વારો આવશે તેવો ડર કાપડના વેપારીઓને લાગી રહ્યો છે. કાપડ અગ્રણીઓનું માનવું છે કે હાલની ઈન્વર્ટેડ ડ્યુટી હટાવવાથી સુરતના ઉદ્યોગકારો પર પાંચ ટકાનો બોજ પડશે.

દરેક પ્રકારનું સુરતમાં તૈયાર થતું કપડું પાંચ ટકા જેટલું સરેરાશ મોંઘુ થશે અને તેની સીધી અસરના ભાગરુપે કાપડ ઉત્પાદકો પર વર્ષે 1200થી વધુ કરોડનો વધારોનો કરબોજ આવશે તેવું છે. એટલું જ નહીં વેપારીઓને એ પણ આશંકા છે કે આ નિર્ણયના કારણે બ્લેકમાં કામકાજ થવાની સંભાવનાઓ પણ વધી જશે.

જોકે આ જાહેરાત બાદ ટેક્સ્ટાઈલ ઉદ્યોગકારો અને ખાસ કરીને વીવર્સની ચિંતામાં વધારો થયો છે. કારણ કે વધુ ટેક્સ ચૂકવવા પડતા ડીલ મોંઘી થતી જશે. જેના કારણે વેપારીઓ પાક બિલની જગ્યાએ કાચા બિલ પર ધંધો કરવા ટેવાશે અને બ્લેકમાં બિઝનેસની શક્યતા વધી જશે.

આ પણ વાંચો : Surat : જર્જરિત બનેલા ભેસ્તાન આવાસના રહીશોને, હવે SMC અન્ય આવાસોમાં ખસેડશે

આ પણ વાંચો : Gujarat : ધોરાજીમાં 1 કલાકમાં અઢી ઇંચ વરસાદ, સુરતના માંડવીમાં ધોધમાર, પ્રાંતિજ અને કપરાડામાં ભારે વરસાદ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">