AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : યુનિવર્સીટી ગરબા મહોત્સવ વિવાદ : વિદ્યાર્થીઓએ પીક અવર્સમાં જ કર્યો ચક્કાજામ

વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા ચક્કાજામને કારણે પીક અવર્સ દરમ્યાન વાહનોની જે અવરજવર રહે છે તેને મોટી અસર થઇ હતી. પોલીસે પહોંચીને વિદ્યાર્થીઓની અટકાયત કરતા વિદ્યાર્થીઓ વિખેરાઈ ગયા હતા.

Surat : યુનિવર્સીટી ગરબા મહોત્સવ વિવાદ : વિદ્યાર્થીઓએ પીક અવર્સમાં જ કર્યો ચક્કાજામ
Surat: University Garba Mahotsav controversy: Students jammed during peak hours
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 6:43 PM
Share

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કેમ્પસમાં(VNSGU) એબીવીપીના(ABVP) વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવેલા ગરબા મહોત્સવમાં ઉમરા પોલીસની કાર્યવાહીના મુદ્દે આજે પણ વિદ્યાર્થીઓ દ્વારા વધુ એક જલદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતાઓ દ્વારા આજે બપોરે શહેરની ઉધના, વી.ટી ચોક્સી, ડી.આર.ભાણા  સાહતીની અલગ અલગ કોલેજોને ખંભાતી તાળા મારવાની સાથે ચક્કાજામ સહીત સૂત્રોચ્ચાર કરવામાં આવતા પોલીસ દ્વારા બે કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. 

કુલપતિની પરવાનગી સાથે યુનિવર્સીટી કેમ્પસમાં ગરબાના આયોજન દરમ્યાન ધસી આવેલ ઉમરા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ઢોર માર મારવાની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં તેનો પડઘો પડ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં પહોંચેલી ઉમરા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ સાથે અસભ્ય વર્તન કરવાની સાથે સાથે બેફામ લાઠીચાર્જ પણ કરવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો.

પોલીસની આ હરકતને કારણે પાંચેક વિદ્યાર્થી સિવિલ હોસ્પિટલમાં પણ દાખલ થયા હતા. જોકે આજે સવારથી જ એબીવીપીના કાર્યકરો દ્વારા શહેરની અલગ અલગ વિસ્તારોમાં આવેલી કોલેજોને તાળાબંધી સાથે ચક્કાજામ કરવામાં આવતા વાતાવરણ વધુ એક વાર ગરમાયુ હતું. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી બે વિદ્યાર્થીઓની અટક પણ કરી હતી.

ચક્કાજામને પગલે વાહનચાલકોને હાલાકી  વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા ચક્કાજામને કારણે પીક અવર્સ દરમ્યાન વાહનોની જે અવરજવર રહે છે તેને મોટી અસર થઇ હતી. પોલીસે પહોંચીને વિદ્યાર્થીઓની અટકાયત કરતા વિદ્યાર્થીઓ વિખેરાઈ ગયા હતા. અને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો. જોકે પીઆઇ સહિતના જવાબદાર સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી સાથે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ દ્વારા હજી પણ કાર્યક્રમો યોજવામાં આવે તેવું પણ જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે આ મુદ્દે ગઈકાલે જ કુલપતિ કિશોરસિંહ ચાવડાએ પોલીસ કમિશનર અજય તોમર સાથે મુલાકાત પણ કરી હતી. અને આ મામલે કાયર્વાહી ક્યાં સુધી પહોંચી તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. જોકે કુલપતિ એ મીડિયા સામે કશું પણ બોલવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચો : Surat : ડાયમંડ સ્ટડેડ જવેલરીની ડિમાન્ડ વધતા સુરતનાં વેપારીઓનાં દિવાળી પહેલા બખ્ખા

આ પણ વાંચો : સુરતના જમણ માટે હવે મનપા નવી નીતિ બનાવશે, મોબાઈલ ફૂડ કોર્ટ ચલાવનારા લોકો હવે કાયદાના દાયરામાં આવશે

g clip-path="url(#clip0_868_265)">