Surat : એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉભી કરવા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ઉડ્ડયન મંત્રીને રજુઆત

દર્શના જરદોશે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની મુલાકાત લઈને સુરત એરપોર્ટ પર 356 કરોડના ખર્ચે ચાલી રહેલા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરાવવા માંગણી કરી છે.

Surat : એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉભી કરવા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ઉડ્ડયન મંત્રીને રજુઆત
Union Minister Darshan Jardosh's presentation to Aviation Minister
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 5:25 PM

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમને સુરતથી દુબઇ, બેંગકોક, લંડનની ફ્લાઇટ આપવા રજુઆત કરી હતી અને આંતરરાષ્ટ્રીય સુવિધાઓ વધારવા માટે પણ માંગણી કરી હતી. કેન્દ્રના ટેક્ષટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી તથા સુરતના સાંસદ દર્શના જરદોશે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની મુલાકાત લઈને સુરત એરપોર્ટ પર 356 કરોડના ખર્ચે ચાલી રહેલા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરાવવા માંગણી કરી છે.

સાથે સાથે 360 જેટલા સીઆઇએસએફ જવાનોનું  મહેકમ મંજુર કર્યું છે. આ જવાનોને સુરત એરપોર્ટ પર ડિપ્લોય કરવા અને તેમના રહેઠાણ માટે જરૂરી વ્યવસ્થા અને સુવિધા ઉભી કરવા પણ રજુઆત કરવામાં આવી છે. સાંસદ દ્વારા સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ, ટેક્સી વે અને એપર્નનું કામ સમયસર અને ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગને આદેશ આપવા પણ રજુઆત કરવામાં આવી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સુરતના કસ્ટમ નોટીફાઈડ એરપોર્ટને ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટ તરીકે ડેવલપ કરવા પણ દર્શના જરદોશે ભાર મુક્યો હતો. તેમને ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલની સફળતાની વિગતો પણ રજૂ કરી હતી. આ સાથે જ તેમને ડૉમેસ્ટિકની સાથે સુરત એરપોર્ટના પરિસરમાં ઇન્ટરનેશનલ કાર્ગો ટર્મિનલ વિકસાવવા પણ માગ કરી છે.

સાંસદ અને મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાને સુરત એરપોર્ટ પર ચાલી રહેલા વિકાસના કામો ઝડપથી પુરા કરાવવા અને સીઆઈએસએફ બંદોબસ્ત માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જે સુવિધા હોય છે તે સુવિધાઓ ઝડપથી આપવા પણ રજુઆત કરવામાં આવી છે.

દર્શના જરદોશે સુરત એરપોર્ટથી 50 કોમર્શિયલ ફ્લાઇટ કોરોના પહેલા ઓપરેટ થતી હતી અને મહિને દોઢ લાખથી વધુ પેસેન્જરોની અવર જવર રહેતી હતી. તેની વિગતો પણ આપી હતી અને હવે જયારે ફરી પેસેન્જરની સંખ્યા વધી છે, તેની વિગતો પણ આપવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દર્શના જરદોશે સુરતથી દુબઇ, બેંગકોક, સિંગાપોર અને લંડનની ફ્લાઇટ એર ઇન્ડિયા એક્સપ્રેસ સમયાંતરે શરૂ કરે તેવી રજુઆત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">