Surat : લગ્નસરા અને તહેવારોની ખરીદી જોતા કાપડ માર્કેટમાં ફક્ત પાંચ દિવસનું જ દિવાળી વેકેશન

ગત દિવાળીમાં પણ માર્કેટ ખુલીને બંધ રહી હતી, પરંતુ આ વર્ષે માર્કેટમાં તેજીના સંકેત દેખાઈ રહ્યા છે. વેપારીઓને તહેવારો અને લગ્નસરાની ખરીદીની સારી અપેક્ષા છે, જેથી વેપારીઓએ આ વર્ષે દિવાળી વેકેશન ટૂંકાવવાનું નક્કી કર્યું છે.

Surat : લગ્નસરા અને તહેવારોની ખરીદી જોતા કાપડ માર્કેટમાં ફક્ત પાંચ દિવસનું જ દિવાળી વેકેશન
Surat - Textile Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 7:08 PM

કાપડ માર્કેટના (Textile Market )વેપારીઓએ ગયા  વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીનું વેકેશન (Diwali Vacation )ટૂંકાવ્યું છે. કોરોનાની બીજી લહેરના કારણે ત્રણ મહિના કામકાજની ઉપર તેની અસર જોવા મળી હતી. દિવાળી પછી તરત જ આવતી લગ્નસરા અને પોંન્ગલની ખરીદીનો પૂરતો લાભ મળે તે માટે તારીખ 4 નવેમ્બર થી તારીખ 9 નવેમ્બર સુધી કાપડ માર્કેટ બંધ રાખીને તારીખ 10મી નવેમ્બર થી વેપાર શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાને કારણે અડધું વર્ષ વેપાર નબળો રહ્યો હતો. અને હવે સારા ઓર્ડર મળી રહ્યા છે. કોરોનાના કેસો ઓછા થતા બહારના રાજ્યોના વેપારીઓ પણ ખરીદી માટે હવે સુરત આવવા લાગ્યા છે. એકમાત્ર કાપડ જ નહીં રેડીમેડ ગાર્મેન્ટના સેક્ટરમાં પણ તેજી જોવા મળી રહી છે.

આ સ્થિતિ વચ્ચે દિવાળી પછી પણ બહારગામના વેપારીઓ સારા ઓર્ડર આપે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જૂનો સ્ટોક ક્લિયર થઇ જવાના કારણે નવું ઉત્પાદન ઝડપથી પાર પાડીને દિવાળી પછીના લગ્નસરા અને પોંન્ગલનો વેપાર થઇ શકે તે માટે કાપડ માર્કેટમાં વેકેશન ટૂંકાવી દેવામાં આવ્યું છે.

ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલ એસોસિયેશનના પ્રમુખ મનોજ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે દિવાળીના કારણે જૂનો સ્ટોક ક્લિયર થઇ જશે. લગ્નસરા માટે વેપારીઓને સારો વેપાર થશે એવી આશા દેખાઈ રહી છે. જેથી 4 તારીખે મુહૂર્ત કરીને માર્કેટ બંધ રહેશે અને 10 નવેમ્બરે માર્કેટનું મહુર્ત કરીને માર્કેટ ખોલવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નોંધનીય છે કે કોરોનાના કારણે પહેલા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેના કારણે માર્કેટો બંધ રહી હતી અને તે પછી પણ જયારે અનલોકમાં માર્કેટ ખોલવામાં આવી ત્યારે ઓડ ઇવન પદ્ધતિથી માર્કેટ શરુ થઇ હતી. કોરોનાનો ડર ખાસ કરીને બહારના રાજ્યોમાંથી આવતા વેપારીઓમાં સૌથી વધારે હતો. જેથી ખરીદી પણ થઇ શકી નહોતી.

એટલું જ નહીં ગુજરાતમાં અનલોક પછી પણ દેશના અન્ય રાજ્યોમાં લોકડાઉન યથાવત રહ્યું હતું. જેના કારણે પણ વેપાર ધંધા પર મોટી અસર જોવા મળી હતી. જેના કારણે વેપારીઓને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. ગત દિવાળીમાં પણ માર્કેટ ખુલીને બંધ રહી હતી. પરંતુ આ વર્ષે માર્કેટમાં તેજીના સંકેત દેખાઈ રહ્યા છે અને વેપારીઓને તહેવારો અને લગ્નસરાની ખરીદીની સારી અપેક્ષા છે, જેથી વેપારીઓએ આ વર્ષે દિવાળી વેકેશન ટૂંકાવવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંંગ, મંદિર અને અરબી સમુદ્રની સુરક્ષા ચુસ્ત

આ પણ વાંચો: કોરોના બાદ અમદાવાદ અન્ય એક રોગના ભરડામાં, ગુલિયન બારી સિન્ડ્રોમે મચાવ્યો કહેર, આવ્યા આટલા કેસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">