AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ઔધોગીક હેતુ માટે દેશભરમાં સૌથી સસ્તું પાણી સુરતમાં, પાણી વેચીને સુરત મહાનગરપાલિકા વર્ષે 550 કરોડની આવક મેળવશે

પીવાના પાણીનો સ્ત્રોત બચાવવા માટે રીસાઇકલ પાણીનો નોન પોર્ટેબલ યુઝ થાય તે માટે પાલિકા દ્વારા પ્રોત્સાહક નીતિ મંજુર કરવામાં આવી છે. પાલિકા પ્રતિ કિલો લિટરે ફક્ત 12.86 રૂપિયાના ભાવે રીસાઇકલ પાણી પૂરું પાડશે

Surat : ઔધોગીક હેતુ માટે દેશભરમાં સૌથી સસ્તું પાણી સુરતમાં, પાણી વેચીને સુરત મહાનગરપાલિકા વર્ષે 550 કરોડની આવક મેળવશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 7:28 AM
Share

સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સેકન્ડરી ટ્રીટ કરેલા પાણીના(Water ) વપરાશ માટે સ્થાયી સમિતિએ(Standing Committee ) નીતિ મંજુર કરી દીધી છે. આગામી સમયમાં ટર્શરી અને રીસાઇકલ પાણી વેચી પાલિકાએ વર્ષે રૂ.550 કરોડની આવકનો લક્ષયાંક નક્કી કર્યો છે. આ દિશામાં હજીરા, પલસાણા, અને કડોદરાના ઉધોગોને પાણી આપવા જરૂરી પહેલ કરવા સ્થાયી સમિતિએ નિર્દેશ પણ કર્યો છે.

સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું છે કે પીવાના પાણીનો સ્ત્રોત બચાવવા માટે રીસાઇકલ પાણીનો નોન પોર્ટેબલ યુઝ થાય તે માટે પાલિકા દ્વારા પ્રોત્સાહક નીતિ મંજુર કરવામાં આવી છે. પાલિકા પ્રતિ કિલો લિટરે ફક્ત 12.86 રૂપિયાના ભાવે રીસાઇકલ પાણી પૂરું પાડશે. પાલિકા દ્વારા હાલમાં પાંડેસરા અને સચિનના ઉધોગોને ટર્શરી ટ્રીટ કરેલી પાણી પૂરું પાડે છે. આ પાણી વેચીપાલિકા વર્ષે 140 કરોડની આવક મેળવે છે. પાલિકાનો મહેકમ કરહછ વધી રહ્યો છે. સાથો સાથ જાળવણી ખર્ચ પણ સતત વધી રહ્યો છે.

બીજી તરફ પાલિકાની આવકના સ્ત્રોત મર્યાદિત છે. પાણી વેચીને પાલિકા વર્ષે રૂ. 550 કરોડની આવક મેળવી શકે તેમ છે. આ દિશામાં શહેરની આસપાસના ઉધોગો સાથે વાતચીત કરીને આગળ વધવા જરૂરી સૂચના આપવામાં આવી છે. હજીરાના ઉધોગો તાપી નદીમાંથી દરરોજ 100 ક્યુસેક પાણી લે છે. આ પાણી પીવાલાયક હોવાથી હજીરાના ઉધોગો પાલિકા પાસેથી પાણી લેવા તૈયાર છે. આ ઉધોગોને પાલિકા કઈ રીતે પાણી આપી શકે તેની શક્યતા ચકાસી આગળ વધવું જોઈએ,

પાલિકા રિસાઈકલ પાણી નદીમાં છોડી દે છે. જેને બદલે તેનો મહત્તમ કઈ રીતે ઉપયોગ થઇ શકે તે દિશામાં વિચાર કરવો જરૂરી છે. આગામી પાંચ વર્ષ સુધી મેટ્રોના વિવિધ કામો માટે રીસાઇકલ પાણીનો વપરાશ થશે.

ઔધોગીક હેતુ માટે દેશભરમાં સૌથી સસ્તું પાણી સુરતમાં : ઔધોગિક વપરાશ માટે સમગ્ર દેશમાં સૌથી સસ્તું પાણી સુરતમાં આપવામાં આવે છે. પાલિકા પાંડેસરા અને સચિનના ઉધોગોને 115 એમ.એલ.ડી.પાણી આપે છે. આ માટે પાલિકા પાણી પેટે પ્રતિ કિલો લિટરે રૂ.31.80 વસુલે છે. દેશમાં હૈદરાબાદ, ચેન્નાઇ અને બેંગ્લોર ખાતે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. પરંતુ આ પ્લાન્ટ થાકી આપવામાં આવતા પાણીના દરો પ્રતિ કિલો લિટરે બમણાથી વધુ છે. ચેન્નાઇ ખાતે પ્રતિ કિલો લિટરે રૂ.100 ના દરે પાણી આપવામાં આવે છે. હૈદરાબાદ અને બેગ્લોર ખાતે પણ સુરતથી ખુબ ઊંચા દરે ભાવે પાણી વેચાય છે.

આ પણ વાંચો : ગુજરાતના 90 ટકા બિસ્માર રોડ રીપેર થયા હોવાનો કેબિનેટ મંત્રીનો દાવો

આ પણ વાંચો : Surat : સુરતમાં અમિતાભના જબરા ફેન પાસે છે બિગ બીના 7 હજાર ફોટોનું કલેક્શન

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">