ગુજરાતના 90 ટકા બિસ્માર રોડ રીપેર થયા હોવાનો કેબિનેટ મંત્રીનો દાવો

ગુજરાતમાં અત્યારે 90 ટકા રોડનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમજ અનેક શહેરોમાં કામ પૂર્ણ થયા છે. તેમજ જયા બાકી છે ત્યાં થોડા દિવસોમાં આ કામ પૂર્ણ થશે.

ગુજરાતના(Gujarat)કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ(Purnesh Modi)જણાવ્યું છે કે રાજ્યમાં ચોમાસા બાદ બિસ્માર થયેલા રોડને(Road)રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેમજ ગુજરાતમાં અત્યારે 90 ટકા રોડનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમજ અનેક શહેરોમાં કામ પૂર્ણ થયા છે. તેમજ જયા બાકી છે ત્યાં થોડા દિવસોમાં આ કામ પૂર્ણ થશે.

આ ઉપરાંત ગુજરાતમાં વિકાસના રોડમેપ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે ગુજરાતના 251 તાલુકામાં હેલિપેડ બનાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તેમજ યાત્રાધામમાં યાત્રાળુ સ્થળ પર આ સુવિધા ઉભી કરાશે. જ્યારે સોમનાથમાં 50 રૂમ નું નવું સર્કિટ હાઉસ ટુક સમય માં બનાવવામાં આવશે.

આ ઉપરાંત શહેરના RTOમાં ટેસ્ટ સેન્ટરો વધારવા માટે તૈયારીઓ છે કરવામાં આવી રહી છે. જેથી ટેસ્ટ સેન્ટરો પર ભીડ ના થાય અને લોકોને મુશ્કેલી ના પડે તેનું ધ્યાન રાખવામાં આવશે. તેમજ આ વખતે ગુજરાતના શબરી ધામ પર મોટા પ્રમાણમાં દશેરાની ઉજવણી થશે.ગુજરાતમાં પહેલી વાર શબરીધામમાં દશેરાની ઉજવણી થશે.

આ પણ વાંચો: ખાદ્યતેલમાં સ્ટોક નિયંત્રણના કેન્દ્ર સરકારના નિર્ણય પર ગુજરાતમાં ઉઠયા વિરોધના સૂર

આ પણ વાંચો:  હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચીનના કોર્ટે 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા 

Click on your DTH Provider to Add TV9 Gujarati