Surat : સુરત ફાયર વિભાગને બે દિવસમાં જ 100 થી વધારે આગના કોલ મળ્યા

ફાયર વિભાગનો કુલ 884 ફાયર જવાનોનો સ્ટાફ દિવાળીના આ દિવસો દરમ્યાન સેવા માટે સતત 24 કલાક તૈનાત હતો.

Surat : સુરત ફાયર વિભાગને બે દિવસમાં જ 100 થી વધારે આગના કોલ મળ્યા
Fire Brigade Team - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 5:43 PM

દિવાળીમાં (Diwali) અને નવા વર્ષમાં (New Year) સૌ રજાની મજા માણવાના મૂડમાં હોય છે. દિવાળી એ રોશની અને ફટાકડાનો (Fire Crackers) તહેવાર છે. આ દિવસે લોકો ફટાકડા ફોડીને પર્વની ઉજવણી કરતા હોય છે અને તેના કારણે આગ લાગવાની ઘટના ઘણી સામાન્ય બની જતી હોય છે. તેમાં પણ દર વર્ષે આ દિવાળી અને નવા વર્ષના દિવસે આગના કોલમાં વધારો નોંધાતો હોય છે.

ચાલુ વર્ષે બે દિવસમાં જ સુરત ફાયર બ્રિગેડને 102 કોલ આગની ઘટના માટે મળ્યા હતા. જેમાં 12 જેટલા કોલ મેજર આગના હતા. આમ કુલ મળીને 114 ફાયરના કોલ દિવાળી અને નવા વર્ષ માટે મળ્યા હતા. ફાયર વિભાગનો કુલ 884 ફાયર જવાનોનો સ્ટાફ દિવાળીના આ દિવસો દરમ્યાન સેવા માટે સતત 24 કલાક તૈનાત હતા.

આમ તો છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લોકોએ દિવાળીનો તહેવાર ઉજવ્યો ન હતો. પણ આ વર્ષે તહેવારો ઉજવવામાં સરકાર તરફથી છૂટછાટો પણ આપી છે. લોકોએ ચાલુ વર્ષે ફટાકડાની પણ ધૂમ ખરીદી કરી છે. જેથી છૂટછાટને પગલે આ વર્ષે આગના કોલ આવવાની શક્યતા વધારે દેખાઈ રહી હતી. જેના કારણે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સામાન્ય રીતે પોલીસ પેટ્રોલિંગમાં જોવા મળતી હોય છે. પણ આ દિવાળીએ તમને ફાયર વિભાગના અધિકારીઓ, ડિવિઝનલ ઓફિસરો પણ પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત યોગી ચોક, અડાજણ એલ.પી. સવાણી સર્કલ નજીક મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના પાણીના ટેન્કરો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ પણ આગ બુઝાવવાની કામગીરીમાં થયો છે.

આ માટે ફાયરના જવાનોને પણ સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને રાત્રી દરમ્યાન ફરજ બજાવતા ફાયરના જવાનોને વિશેષ સૂચના પણ આપવામાં આવી હતી.

શું હતો ફાયર બ્રિગેડનો એક્શન પ્લાન ?? 1). ફાયર વિભાગના તમામ સ્ટાફની રજા 7 નવેમ્બર સુધી રદ્દ કરવામાં આવી હતી. 2). સ્ટાફને એલર્ટ રખાયો, જરૂરી સૂચના સાથે પેટ્રોલિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા. 3). ફાયર સ્ટેશન પર વાહનો સાથે સ્ટાફ સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ. 4). મનપાના ગાર્ડન વિભાગના ટેન્કરો સ્ટેન્ડ બાય. 5). અડાજણ અને યોગી ચોકમાં ફાયરની ગાડીઓ રાઉન્ડ ઘી ક્લોક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. 6). જેસીબી મશીન પણ તૈનાત.

આ પણ વાંચો : Surat : રબર ગર્લ તરીકે ઓળખાતી આ દીવ્યાંગ બાળકીની અનોખી સિદ્ધિ, રાષ્ટ્રપતિના હસ્તે મળશે રાષ્ટ્રીય એવોર્ડ

આ પણ વાંચો : સુરતમાં એક NGOએ શહેરના 4 હજાર પોલીસકર્મીઓ સાથે નવા વર્ષની ઉજવણી કરી

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">