AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : બજેટ મુદ્દે મનપાની ખાસ સામાન્ય સભા, પક્ષપલટુ 6 સભ્યોનો પહેલીવાર વિપક્ષથી થશે સામનો

વિપક્ષના 6 સભ્યોના ભાજપનો કેસરિયો ધારણ કર્યા બાદ હવે ભાજપની સભ્ય સંખ્યા 99 થઇ ગઇ છે . એક જ વર્ષની અંદર આપ છોડીને ભાજપમાં આવેલા 6 કોર્પોરેટરોને મુદ્દે શાસકપક્ષ દ્વારા વિપક્ષને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે

Surat : બજેટ મુદ્દે મનપાની ખાસ સામાન્ય સભા, પક્ષપલટુ 6 સભ્યોનો પહેલીવાર વિપક્ષથી થશે સામનો
General meeting of SMC
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 16, 2022 | 9:15 AM
Share

સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) અને શિક્ષણ સમિતિના વર્ષ – 2022-23 ના ડ્રાફ્ટ બજેટ (Draft budget) તથા વર્ષ – 2021-22ના રીવાઇઝ બજેટને સ્થાયી સમિતિ દ્વારા સુધારા – વધારા સાથે આપવામાં આવેલ મંજૂરી પર ચર્ચા – વિચારણા હેતુ આજે મનપાના બજેટ બોર્ડ (Municipal Corporation Budget board) બેઠકનો પ્રારંભ થશે.

મૂળ આયોજન મુજબ  16 અને 17 ફેબ્રુઆરીના રોજ બજેટ બોર્ડનું શીડ્યૂલ્ડ નક્કી કરાયું છે. આમ છતાં , જરૂર પડ્યે બજેટ બોર્ડ 18 ફેબ્રુઆરી સુધી પણ લંબાવી શકાય છે. કોર્પોરેટરો કેસરિયો ધારણ કરીને આજે  સુરત મહાનગરપાલિકાના બજેટ બોર્ડમાં ઉપસ્થિત થશે.

સુરત મહાનગરપાલિકાના વિપક્ષના ( AAP) 6 સભ્યોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યા બાદ હવે ભાજપની સભ્ય સંખ્યા વધીને 99 થઇ ગઇ છે . એક જ વર્ષની અંદર આપ ( AAP) છોડીને ભાજપમાં આવેલા 6 કોર્પોરેટરોને મુદ્દે શાસકપક્ષ દ્વારા વિપક્ષને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે તે સ્વાભાવિક છે. આક્રમક શાસકો સામે વિપક્ષ કઇ રીતે ડીફેન્ડ કરે છે તેના પર સૌની નજર છે.

શહેર ભાજપ દ્વારા બજેટ બોર્ડના બે દિવસ પૂર્વે મોકડ્રીલ યોજી દરેક કોર્પોરેટરોને ગૃહમાં રજૂઆત માટેનો ચોક્કસ લેશન આપી દીધું છે . તમામ સભ્યોને ગૃહમાં બજેટને આવકારવાની અને પોતાના વોર્ડ – વિસ્તારના નક્કી રાજપૂત દ્વારા ગૃહમાં ભાજપી સભ્યોની બેઠક વ્યવસ્થા તથા આપમાંથી આવેલા 6 સભ્યોની બેઠક વ્યવસ્થા બાબતે આજે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું . કયા સભ્યો કયા મુદ્દે રજૂઆત કરશે ? તે અંગે પણ સંકલન શાસકપક્ષ નેતા દ્વારા જ કરવામાં આવી રહ્યું છે . વિકાસકામોને સરાહવાની જવાબદારી આપવામાં આવી છે.

સામાપક્ષે પક્ષપલટો કરીને ગયેલા 6 કોર્પોરેટરોને પણ વિપક્ષ તરફથી થનારા આક્રમણનો સામનો કરવા માટે મુદ્દાઓ આપવામાં આવ્યા છે.

બજેટ પૂર્વે બજેટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત મનપા દ્વારા પણ આ વર્ષે કેન્દ્રીય બજેટ સેરેમનીની જેમ જ બજેટ બોર્ડના પ્રારંભમાં ગૃહમાં બેઠેલ તમામ સભ્યો સહિતના અધિકારીઓ , મીડિયાને મીઠાઇ ખવડાવવાનું નક્કી કરાયું છે . પ્રથમ વખત જ આ પ્રકારે ગૃહમાં હાજર દરેકને મીઠાઇ આપી બજેટ બોર્ડનો પ્રારંભ કરવામાં આવશે.

આ પણ વાંચો-

Bhavnagar: જયપુરમાં અકસ્માતથી મૃત્યુ પામનાર પોલીસ કોન્સ્ટેબલના પાર્થિવ દેહ એરક્રાફ્ટથી વતન લવાયા, એરપોર્ટથી અંતિમયાત્રા કઢાઇ

આ પણ વાંચો-

રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓ સરકાર સામે સોશિયલ મીડિયા પર પડતર પ્રશ્નોને લઈ ચલાવશે અભિયાન, 4 દિવસ ચાલશે અનોખી લડત

g clip-path="url(#clip0_868_265)">