SURAT : અત્યારસુધી 70 હજાર લોકોએ ફ્રી તેલનો લાભ લઇ વેકસિન લીધી, આગામી અઠવાડિયે પાલિકા વેકસીનેશન ઝુંબેશ તેજ બનાવશે
ડેપ્યુટી કમિશનર ( હેલ્થ ) ડો . આશિષ નાયકે જણાવ્યું કે , બીજો ડોઝ લેનાર વ્યક્તિઓને એનજીઓની મદદથી એક લિટર મફત ખાદ્યતેલનું પાઉચ આપવાની યોજનાને સારું પ્રોત્સાહન મળી રહ્યું છે . અત્યાર સુધી 70,000 થી વધુ પાઉચો બીજો ડોઝ લેનાર લોકોને આપવામાં આવ્યા છે .
SURAT : તારીખ 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) જન્મદિને આયોજીત વેક્સિનેશન (Vaccination) ઝૂંબેશમાં મનપા દ્વારા બે લાખથી વધુ લોકોને વેક્સિનેટ કર્યા હતા . જે પૈકી 95,800 લોકોનો બીજા ડોઝનો 84 દિવસનો સમયગાળો આગામી 10 તારીખે પૂર્ણ થાય છે . આ લોકોને આવરીને પ્રથમ 13 ડીસેમ્બર અને ત્યારબાદ 17 ડીસેમ્બરે વેક્સિનેશન અભિયાન મોટાપાયે હાથ ધરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે .
ડેપ્યુટી કમિશનર ( હેલ્થ ) ડો . આશિષ નાયકે જણાવ્યું કે , બીજો ડોઝ લેનાર વ્યક્તિઓને એનજીઓની(NGO) મદદથી એક લિટર મફત ખાદ્યતેલનું પાઉચ આપવાની યોજનાને સારું પ્રોત્સાહન મળી રહ્યું છે . અત્યાર સુધી 70,000 થી વધુ પાઉચો બીજો ડોઝ લેનાર લોકોને આપવામાં આવ્યા છે .
મનપાના (Corporation) સેન્ટરો ૫૨ જ આ સુવિધા આપવામાં આવી રહી છે . સોસાયટીઓમાં જઇને કે ખાનગી હોસ્પિટલોમાં (Private hospital) બીજો ડોઝ લેનાર વ્યક્તિઓને મફત એક લિટર તેલના પાઉચ આપવામાં આવતાં નથી . એટલું જ નહીં , રાંદેર અને અઠવાઝોન વિસ્તારમાં બીજો ડોઝ લેનારા ઘણાં લોકો પાઉચ લેવાનો ઇન્કાર કરી રહ્યા છે . અત્યાર સુધી એનજીઓ દ્વારા 2 લાખ પાઉચો મનપાને (Corporation) આપવામાં આવ્યા છે . હજુ વધુ 1 લાખ પાઉચો આ સંસ્થા દ્વારા મનપાને (Corporation) આપવામાં આવશે . હાલની તારીખે 5.44 લાખ લોકોએ નિયત સમય પૂર્ણ થયો હોવા છતાં બીજો ડોઝ લીધો નથી .
આમ, પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા નોક ધી ડોર કેમ્પઈન અને હવે ખાદ્ય તેલના ફ્રી પાઉચ આપવાની જાહેરાત બાદ પણ લોકો વેકસીનના બીજા ડોઝ માટે આળસ કરી રહ્યા છે. ત્યારે હવે આગામી અઠવાડિયે પાલિકા દ્વારા વેકસીનેશન ઝુંબેશ વધુ તેજ બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : RRB Group D Exam: 23 ફેબ્રુઆરીથી RRB ગ્રુપ Dની પરીક્ષા, જાણો ક્યારે અને કેવી રીતે મેળવશો પ્રવેશપત્ર