સુરત : કેબલ સ્ટેઈડ બ્રિજમાં તસ્કરોની તોડફોડ, પાલિકા તંત્રની ઉંઘ હરામ થઇ

સુરત શહેરના અડાજણ અને અઠવાલાઈન્સને જોડતા 143.64 કરોડના ખર્ચે તૈયાર નવલા નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજનું વર્ષ 2018 ને 2 ઓકટોમ્બર એટલે કે ગાંધીજયંતિના દિવસે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અઠવાલાઈન્સ તરફથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

સુરત : કેબલ સ્ટેઈડ બ્રિજમાં તસ્કરોની તોડફોડ, પાલિકા તંત્રની ઉંઘ હરામ થઇ
Surat: Smugglers vandalize Cable Stayed Bridge, Municipal Corporation sleep deprived

સુરતના અડાજણ-અઠવાને જોડતા 143.64 કરોડના ખર્ચે બનેલા કેબલ સ્ટેઇડ બ્રિજ ઉદ્ધઘાટન ત્રણ વર્ષ અગાઉ ગાંધી જયંતિના દિવસે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતુ.કેબલ સ્ટેઈડ બ્રિજમાં કેટલાક તસ્કરોએ કિંમતી સામાનની ચોરી કરવા માટે તોડફોડ કરવામાં આવતા સુરત મહાનગર પાલિકાની ઉંઘ હરામ થઈ ગઈ છે.જ્યારે પાલિકા કમિશનર દ્વારા આ બાબતે ગંભીરતા લઈ ને તપાસ આપવામાં આવી છે. અને દીવાળીના સમયે પાલિકા દ્વારા આ બ્રીજને રોશની લગાવી શણગારવામાં આવશે.

સુરત શહેરના અડાજણ અને અઠવાલાઈન્સને જોડતા 143.64 કરોડના ખર્ચે તૈયાર નવલા નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજનું વર્ષ 2018 ને 2 ઓકટોમ્બર એટલે કે ગાંધીજયંતિના દિવસે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અઠવાલાઈન્સ તરફથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ત્યારે સુરત શહેરના તસ્કરો એટલા બેફામ બન્યા છે.કે બ્રિજના સામાનની ચોરી કરતા પણ સહેજે અચકાતા ન હોય તેવું લાગી રહ્યું છે.સુરતની ઓળખસમા કેબલ સ્ટેઈડ બ્રિજ પર તોડફોડ કરવામાં આવી રહી છે.તેમજ કિંમતી સામાનની ચોરી કરવા તોડફોડ તસ્કરો દ્વારા તોડ ફોડ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ત્યારે તસ્કરોની આવી હરકતથી સુરત પાલિકાના અધિકારીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.કેબલને પુલ સાથે જકડી રાખતી ચારમાંથી બે પિન, ઈન્સેપકશન વિન્ડોના લોખંડના ઢાંકણાની પણ તસ્કરો ચોરી ગયા છે.બે વર્ષ અગાઉ પણ બ્રિજની લાઈટોની ચોરાઈ હોવાની ઘટના સામે આવી હતી. બ્રિજના છેડે સિમેન્ટનું સ્ટ્રકચર તોડી નંખાતા બ્રિજ સામે જોખમ ઉભુ થયુ છે.ત્યારે પાલિકા દ્વારા 5 લાખથી વધુ લોકો માટે બ્રિજ ખડકી તો દીધો છે. પરંતુ બ્રિજની સલામતી અને જાળવણીમાં સુરતનું પાલિકા તંત્ર સરેઆમ નિષ્ફળ સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં મોટા સિટીમાં કોલકાતા વિદ્યાસાગર સેતુ બ્રિજ બાદ બીજો સિંગલ પ્લેન હાઈ પાઇલોન કેબલ સ્ટેઇડ પ્રકારનો બ્રિજ એટલે કે 24 મીટરના પહોળાઈના બ્રિજમાં સેન્ટરમાંથી બ્રિજને કેબલ થકી ઉંચક્યો છે. તથા રાજ્યનો પહેલો ટુ વે કેબલ બ્રિજ સુરત શહેર માટે નજરાણા સમાન છે.પરંતુ સુરતનું પાલિકા તંત્ર દ્વારા આ કેબલ સ્ટેઈલ બ્રિજની સલામતી અને જાળવવી રાખે તે અનિવાર્ય બન્યું છે.

આ પણ વાંચો : દિવાળીમાં મીઠાઇ ખાતા પહેલા ચેતી જજો, મહેસાણામાં નકલી માવાનો પર્દાફાશ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati