કાર્ગોથી માલ અન્ય રાજ્યોમાં મોકલવા સુરત આખા ગુજરાતમાં બીજા સ્થાને, જામનગર પ્રથમ
એપ્રિલ સપ્ટેમ્બર 2021-22 દરમ્યાન 9693 મિલિયન ડોલર એટલે કે 7 હજાર કરોડ રૂપિયાની વસ્તુઓને દેશના અન્ય રાજ્યોમાં એક્સપોર્ટ કરવામાં આવી છે. વાણિજ્ય અને ઉધોગ મંત્રાલય દ્વારા આ માહિતી બહાર પાડવામાં આવી છે.
ઇમ્પોર્ટ (Import) અને એક્સપોર્ટમાં (Export) પણ સુરત એરપોર્ટ (Surat Airport) અગ્રેસર રહ્યું છે. તાજેતરમાં સામે આવેલા એક આંકડા પ્રમાણે આ માહિતી સામે આવી છે. એપ્રિલ 2021થી લઈને અત્યારસુધી સુરતથી સૌથી વધારે એક્સપોર્ટ કરવામાં આવ્યું છે. જે આખા ગુજરાતમાં બીજા નંબરે છે. જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ સહિતની વસ્તુઓ એક્સપોર્ટ કરવામાં જામનગર (jamnagar) પ્રથમ સ્થાને છે.
એપ્રિલ સપ્ટેમ્બર 2021-22 દરમ્યાન 9693 મિલિયન ડોલર એટલે કે 7 હજાર કરોડ રૂપિયાની વસ્તુઓને દેશના અન્ય રાજ્યોમાં એક્સપોર્ટ કરવામાં આવી છે. વાણિજ્ય અને ઉધોગ મંત્રાલય દ્વારા આ માહિતી બહાર પાડવામાં આવી છે.
જેમ એન્ડ જવેલરીની નિકાસ સુરતમાંથી સૌથી વધુ 6872 મિલિયન ડોલરની રહી છે. ત્યારબાદ એન્જીનીયરીંગ ગુડ્સ 1262 મિલિયન, મેન મેડ ફિલામેન્ટ યાર્ન, ફેબ્રિક્સ 336 મિલિયન, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમિકલ્સની નિકાસ 255 ડોલરની રહી છે.
એપ્રિલ-સપ્ટેમ્બર-2021-22 દરમિયાન $9693 મિલિયન (રૂ. 7,000 કરોડ)ને સ્પર્શી પાંચ કોમોડિટીની નિકાસ સાથે સુરત દેશનું ટોચનું નિકાસ શહેર બની ગયું છે. એપ્રિલ-સપ્ટેમ્બર-2021-22 દરમિયાન, સુરત નિકાસમાં જેમ્સ અને જ્વેલરી ટ્રેડિંગ હબને વટાવી ગયું. મુંબઈએ $3,363 મિલિયનની કિંમતના જેમ્સ અને જ્વેલરીની નિકાસ કરી હતી, જે સુરતમાંથી નિકાસ કરાયેલા જેમ્સ અને જ્વેલરી કરતાં લગભગ 50% ઓછી હતી.
સુરતના ઉધોગકારોએ જણાવ્યું હતું કે કોવિડ-19 પ્રોટોકોલ અને પ્રતિબંધોને કારણે સુરતના હીરાના નિકાસકારો આંતરરાષ્ટ્રીય બજારમાં હીરા અને જ્વેલરીની નિકાસ માટે મુંબઈ આવવાનું ટાળી રહ્યા છે. જો કે, સ્થાનિક ઉત્પાદકો અને નિકાસકારો સુરત હીરા બોર્સ (SHB) દ્વારા નિકાસ કરી રહ્યા છે અને સુરત એરપોર્ટ પરથી જથ્થાબંધ કિંમતી કાર્ગો વિદેશમાં નિકાસ માટે વિવિધ સ્થાનિક સ્થળોએ મોકલે છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કાપડ, કેળા, સુરતની ઝરી હસ્તકલા અને દાડમને સુરતમાંથી નિકાસની વિશાળ સંભાવના ધરાવતા ઉત્પાદનો તરીકે ઓળખી કાઢ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના 9,941 કેસ નોંધાયા, 4ના મોત
આ પણ વાંચો : અમિત શાહ ઉત્તરાયણના રોજ ગુજરાત આવી શકે છે. પરિવાજનો સાથે ઉજવશે તહેવાર