AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: દુષ્કર્મ પીડિત માસુમ બાળકીઓને ન્યાય અપાવવામાં પોતાનો જીવ રેડનાર પોલીસ અધિકારીઓનું કરાયુ સન્માન

બાળકીઓને પીંખી નાખનાર 4 આરોપીને, છેલ્લા 48 દિવસમાં સુરત કોર્ટે ફાંસી અને છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે. સુરતના પોલીસ કમિશનરે ગણતરીના સમયમાં જ આરોપીઓને ઝડપી પાડીને તેમને સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા પોલીસ અધિકારીઓની કામગીરીને બિરદાવી છે.

Surat:  દુષ્કર્મ પીડિત માસુમ બાળકીઓને ન્યાય અપાવવામાં પોતાનો જીવ રેડનાર પોલીસ અધિકારીઓનું કરાયુ સન્માન
Police officers honored
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 30, 2021 | 5:41 PM
Share

સુરત પોલીસે (Surat police) દિવસ રાત કરેલી તપાસની મહેનત અંતે રંગ લાવી છે. સુરત કોર્ટે (Surat Court) છેલ્લા 48 દિવસમાં માસુમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર હવસખોરોને ફાંસી અને બેને છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે. આરોપીઓને (accused) આ સજા અપાવવા માટે સુરતના કેટલાક પોલીસ કર્મચારીઓ (Police personnel) તપાસમાં જોતરાયા હતા. જેના કારણે મીડિયા અને લોકો સમક્ષ આ જાણકારી પહોંચી હતી. ત્યારે આ પોલીસ કર્મચારીઓનું પોલીસ કમિશનર દ્વારા સન્માન કરવામાં આવ્યું

પોલીસ કર્મીઓની કામગીરી બિરદાવી

સુરતના પોલીસ કમિશનરે પોતાના પોલીસ અધિકારીઓની કામગીરીને બિરદાવતા કહ્યુ કે સુરતમાં કોર્ટે 48 દિવસમાં બાળકીઓને પીંખનાર ચાર હવસખોરોને આકરી સજા ફટકારી છે. કોર્ટે આ સજા દ્વારા સમાજમાં રહેલા આવા હેવાનો માટે એક દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે માસુમોને ન્યાય અપાવવામાં પાયાની ભૂમિકા ભજવનાર પોલીસ અધિકારીઓની કામગીરી વિશે જણાવતા કહ્યુ કે આરોપીને સજા સુધી પહોંચાડવામાં પોલીસ મહત્વનો ભાગ ભજવતી હોય છે. આરોપીઓને સજા સુધી પહોંચાડવામાં જરૂરી પુરાવામાં થોડી પણ કામગીરી આમ તેમ ચાલતી નથી.

આરોપીઓને કેટલા દિવસમાં શું સજા ફટકારાઇ ?

11 નવેમ્બરઃ આરોપીને 29 દિવસમાં છેલ્લા શ્વાસ સુધીની સજા

7 ડિસેમ્બરઃ 10 દિવસમાં જ સુરતમાં દુષ્કર્મના વધુ એક આરોપીને ફાંસીની સજા

17 ડિસેમ્બરઃ દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરનારને ફાંસી

29 ડિસેમ્બરઃ સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી હત્યા કરનારને આજીવન કેદ

કોનું કોનું સન્માન કરાયુ ?

સુરત પોલીસ કમિશનરે પાંડેસરા પોલીસ સ્ટેશનના PI એ. પી. ચૌધરી અને તેમની ટીમ, સચિન જીઆઇડીસીના PI જે. પી. જાડેજાની ટીમનું તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સન્માન કર્યુ, તમામ કેસમાં સુપરવિઝન કરતા એસીપી જે કે પંડ્યાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે છેલ્લો જે ચુકાદો આવ્યો તેમાં હજીરા પોલીસના જવાનોની કામગીરી બદલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યુ.

સન્માન મેળવ્યા પછી પણ પોલીસ અધિકારીઓના ચહેરા પર સન્માન કરતા વધુ માસુમોને ન્યાય મળ્યો તેનો સંતોષ જોવા મળી રહ્યો હતો. સુરત પોલીસે પોલીસ અધિકારીઓની કામગીરી બિરદાવતા સુરત પોલીસની કામગીરી બાબતે ગૌરવ હોવાની વાત કરી હતી.

આ પણ વાંચોઃ Surat: 31 ડિસેમ્બરને લઇને પોલીસ કમિશનરનું જાહેરનામુ, નિયમ તોડશે તેની ખેર નહીં

આ પણ વાંચોઃ SURAT : જીએસટીના દરના વિરોધમાં કાપડ માર્કેટની સિત્તેર હજારથી વધુ દુકાનો બંધમાં જોડાઇ

Follow Us
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
g clip-path="url(#clip0_868_265)">