SURAT : જીએસટીના દરના વિરોધમાં કાપડ માર્કેટની સિત્તેર હજારથી વધુ દુકાનો બંધમાં જોડાઇ

આ ઉપરાંત 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી 2022 સુધી ગ્રે કાપડની ડિલીવરી તેમજ યાર્નની ખરીદી બંધ રાખવામાં આવશે. દિવાળી પહેલા જીએસટી કાઉન્સીલ દ્વારા કાપડ અને ગારમેન્ટસ ઉપર 5 ટકાને બદલે જીએસટીનો દર 12ટકા કરવાનો નિર્ણય કર્યો હતો.

SURAT : જીએસટીના દરના વિરોધમાં કાપડ માર્કેટની સિત્તેર હજારથી વધુ દુકાનો બંધમાં જોડાઇ
SURAT: More than 70,000 shops in the textile market remained closed in protest of GST
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 30, 2021 | 3:00 PM

જીએસટી (GST) મામલે ઉકેલ નહીં આવે તો ફરી પહેલી જાન્યુઆરી 2022એ ઉત્પાદન બંધ રાખવાનું એલાન

સુરત GST વિરોધ મામલે ફરી એકવાર સુરત માર્કેટ AP સેન્ટર બને તો નવાઈ નહિ. જેમ કે કાપડ ઉપર 12 ટકા જીએસટીના વિરોધમાં સુરત ફોગવા, ફોસ્ટા, સહિત શહેરના વિવિધ ટેકસટાઈલ્સ (Textiles)એસોસિએશન દ્વારા તારીખ 30મી ડિસેમ્બર 2021 એટલે કે આજે કાપડ માર્કેટ સજજ બંધ(close) રાખી વિરોધ નોંધાવવાનું એલાન કર્યું છે. કાપડ માર્કેટની 70 હજારથી વધુ દુકાનો આ બંધમાં જોડાઇ છે, ત્યારે ફેડરેશન ઓફ ગુજરાત વિવિર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા આજે વિરોધ નોંધાવ્યા બાદ પણ જીએસટી મુદ્દે કોઈ નિવેડો નહીં આવે તો 1 જાન્યુઆરી 2022એ એક દિવસ માટે ઉત્પાદન પ્રક્રિયા બંધ રાખી વિરોધ નોંધાવવાનું એલાન કરાયું છે. સુરત પોલીસ (surat police) દ્વારા માર્કેટમાં અગાઉ ચેતી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કદાચ આ વિરોધ રાજકીય સ્વરૂપ પણ ધારણ ન કરે તો નવાઈ નહિ.

કાપડ અને ગારમેન્ટસ ઉપર 5 ટકા જીએસટીનો દર રાખવા માગ

આ ઉપરાંત 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી 2022 સુધી ગ્રે કાપડની ડિલીવરી તેમજ યાર્નની ખરીદી બંધ રાખવામાં આવશે. દિવાળી પહેલા જીએસટી કાઉન્સીલ દ્વારા કાપડ અને ગારમેન્ટસ ઉપર 5 ટકાને બદલે જીએસટીનો દર 12ટકા કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય સામે સુરત સહીત દેશના મોટા વિવિધ એસોસિએશનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.1 જાન્યુઆરી 2022થી જીએસટીનો દર લાગુ થઈ જશે ત્યારે વેપારી વર્ગ સાથે સાથે નાના ઉદ્યોગકારોની ચિંતા પણ વધી છે. દરમિયાન આજે ફોસ્ટા દ્વારા ગુરુવારે ટેકસટાઈલ માર્કેટ બંધ રાખવાના એલાનને વેપારીઓએ સમર્થન આપવાની સાથે સાથે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ મીટીંગ પણ બોલાવી હતી.

જેમાં બે દિવસ વિવર્સો તેમની દુકાનોની બહાર કાળી પટ્ટી તેમજ કાળા વાવટા ફરકાવી સરકાર સામે વિરોધ નોંધાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત 1લી જાન્યુઆરી2022ના રોજ કાપડ ઉત્પાદન પણ બંધ કરાવામં આવશે, કૈટના ગુજરાત પ્રમુખ પ્રમોદ ભગતના જણાવ્યા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારામને કરાયેલી રજુઆત બાદ આગામી 1 ડિસેમ્બરના રોજ સંભવત જીએસટી કાઉન્સીલની મીટીંગ મળી શકે છે. જીએસટી દરના વધારાના વિરોધમાં ટ્રેડર્સ એસોસિએશની હડતાળને પગલે 50થી 60 કરોડનો વેપાર ખોરવાશે. બીજી તરફ વીવર્સે માત્ર કાળી પટ્ટી બાંધી થાળી વગાડીને વિરોધ કરશે. ફોસ્ટા, સુરત મર્કન્ટાઈલ એસોસિએશન અને સાઉથ ગુજરાત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસો. દુકાનો બંધ રાખશે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

સુરત કાપડ માર્કેટ આજે સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે. અને ખરેખર કાપડ વેપારીઓમાં વિરોધ અને એક રોષ જોવા મળી રહ્યો છે. અને આ રોષ આવનારા દિવસોમાં રોડ પર ન દેખાય તો નવાઈ નહિ સાથે ગઈ વખતે GST વિરોધ માં સુરત કાપડ માર્કેટ વેપારીઓ અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. વેપારીઓ ફરી રોડ પર વિરોધ ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

આ પણ વાંચો : Surat : કોરોના અને ઓમીક્રોનના કેસો વધતા VNSGU મોટાભાગની પરીક્ષા ઓનલાઇન મોડથી લેશે

આ પણ વાંચો : Surat : જિનોમ સિકવન્સીંગ માટે હજી સરકારની પરવાનગીની રાહ, કોર્પોરેશને ફરી કરી માંગ

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">